મંગલમ્/રાખડી
રાખડી
卐
રાખડી
卐
ફૂલ નહીં ને ફૂલની પાંખડી
બાંધો બંધવાને આજ બહેનીની રાખડી
વ્હાલુડી બહેનની એક જ આશડી,
બાંધો બંધવાને આજ બહેનીની રાખડી
બહેનીની વાંચ્છના, અંતરની આરાધના,
વીરાના મંગલ કેરી માગણી…બાંધો.
આશિષ દેતી આંગણે, સૂતર કેરા તાંતણે,
વહાલભરી બહેનીની વધામણી…બાંધો.
તનમનધન જીવનમાં, પામો સહુ સંગમાં,
આજે પૂનમ ઊગી શ્રાવણી…બાંધો.
નવયુગ કેરા સાથમાં, દેશ કેરી દાઝમાં
મોખરે વીરાની રહેશે જાનડી…બાંધો.