મંગલમ્/નૂપુર બાજે…
નૂપુર બાજે…
આવી કાળી રાત,
સંધ્યાનાં પદ નૂપુર બાજે… આવી૦
આભ તણાં નેત્રો ઘેરાયે,
વિશ્વે શ્યામલ તેજ બિછાયે… આવી૦
તેલ તણો મેં દીવો કીધો,
સાથ પથિક સઘળાંને દીધો,
ધ્રુવ તારકનો મારગ લીધો,
બૂઝે દીપક વાટ… સંધ્યાનાં૦
તિમિર ખંજરી ભીષણ બાજે,
મહાનલ તું ઊંઘે કે જાગે,
ઉર મારું અજવાળી ક્યારે,
ધરશે દીપક લાલ… સંધ્યાનાં૦