મંગલમ્/ધરતી ધન્ય કરી શોભાવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ધરતી ધન્ય કરી શોભાવી

એ કોણ સપૂતે આવી, ભારતમાની કૂખ દીપાવી?
એ કોણ સુધીરે આવી, ધરતી ધન્ય કરી શોભાવી?
જીવનની પગલી પગલીએ સત્ય તણી ચિનગારી,
જગમંદિરમાં જે યોગીએ પ્રેમળ જ્યોત જગાવી. ધરતી૦
એક સમે નાના મોહનને, ચોરી કરવા નાની,
એક ગુરુએ પદ અણસારે વિપરીત વાત ભણાવી. ધરતી૦
કિન્તુ એ નાના મોહનને, વાત ન કંઈ સમજાણી,
મૂરખનો સ૨૫ાવ મળ્યો પણ, જીત્યા મોહન માની. ધરતી૦
મંદિરના મિથ્યા આચારે, શ્રદ્ધા શૂન્ય બનાવી,
પુનરપિ એ રંભા દાસીએ, બાળ ઉરે જન્માવી. ધરતી૦
બાળ વયે મોહનના મનમાં ભૂત-ભીતિ દુઃખદાયી,
રામ રટણનું ઔષધ અમૃત, પ્રેમે દીધું દાઈ. ધરતી૦
રામ નામનું બીજ હૃદયમાં રોપ્યું રંભાબાઈ,
બાપુનું બની રહ્યું એ, અંત લગી રઘુરાઈ. ધરતી૦

— ચિમનલાલ ભટ્ટ