મંગલમ્/જીવન અંજલિ થાજો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જીવન અંજલિ થાજો

જીવન અંજલિ થાજો… મારું જીવન અંજલિ થાજો.

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીન-દુઃખિયાનાં આંસુ લો’તાં, અંતર કદી ન ધરાજો… મારું જીવન૦

સતની કાંટાળી કેડી પર, પુષ્પ બની પથરાજો…
ઝે૨ જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજો… મારું જીવન૦

વણથાક્યાં ચરણો મારાં નિત, તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને, તારું નામ રટાજો… મારું જીવન૦

વમળોની વચ્ચે નૈયા મુજ, હાલકડોલક થાય જો,
શ્રદ્ધા કેરો દીપક મારો, ના કદીયે હોલવાજો… મારું જીવન૦