મંગલમ્/છુક છુક ગાડી
છુક છુક ગાડી
છુક છુક ગાડી (૩) જેવી છે જિંદગાની,
કેટકેટલા દૂર દેશથી આવે,
આવે સ્ટેશન નિજનું ત્યારે,
સૌ કોઈ ઊતરી જાયે,
ના કંઈ પણ સાથે આવે,
તોયે ગાડી આગળ જાવે… છુક છુક…
આપણી જિંદગી છે છુક છુક ગાડી,
છુક છુક ગાડી; એને દેશો ના કોઈ બગાડી,
ભાગે તો લેજો સાંકળ તાણી, જિંદગાની,
છુક છુક ગાડી જેવી છે, જિંદગાની… છુક છુક…
સુખ મળે કે દુઃખ મળે,
ફર્સ્ટ મળે કે થર્ડ મળે,
કોઈ કોઈ ના મનમાં લાવે,
ગાર્ડ સૌને સાથે લઈ જાવે,
ભેદ મનમાં કોઈ ના લાવે… છુક છુક…