મંગલમ્/કિલબિલાટ કરતાં કલબલાટ કરતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કિલબિલાટ કરતાં કલબલાટ કરતાં

ગોળ ગોળ ફરતાં, સાતવાળી રમતાં,
નાનેરાં બાળ અમે સૌને ગમતાં.
મુખડાં મલકાવતાં, સૌને હસાવતાં… નાનેરાં…
થનગન નાચતાં, આનંદે રાચતાં… નાનેરાં…
નિશાળે જાતાં ગીત નવાં ગાતાં… નાનેરાં…