મંગલમ્/એકલો જાને રે

એકલો જાને રે

તારી જો હાક સુણી કોઈ ના આવે
તો એકલો જાને રે…

જો સૌનાં મોં સિવાય
ઓ રે ઓ રે ઓ અભાગી, સૌનાં મોં સિવાય
જ્યારે સૌએ બેસે મોં ફેરવી સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે! તું મન મૂકી
તારા મનનું ગાણું એકલો ગાને રે…

જો સૌએ પાછાં જાય
ઓ રે ઓ રે ઓ અભાગી, સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને ઓ રે ઓ લોહી નીંગળતે ચરણે
ભાઈ એકલો જાને રે…

જો દીવો ન ધરે કોઈ
ઓ રે ઓ રે ઓ અભાગી, દીવો ન ધરે કોઈ
જ્યારે ઘનઘોરી તુફાની રાતે બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે ઓ રે ઓ તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે…

— રવીન્દ્રનાથ ટાગોર