મંગલમ્/અમી વર્ષન્તી બાપુની વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અમી વર્ષન્તી બાપુની વાત

અમી વર્ષન્તી બાપુની વાત
વસી મારે હૃદયે રળિયાત. (૨)
રંગરેલંતી જીવનને ઘાટ હરિ, એના આતમની ઉજમાળી ભાત (૨)
પૃથ્વીને પાટલે પ્રગટ્યા મોહનજી, માનવકુળના એ શણગાર
હાં રે બાપુ પ્રેમળ જ્યોતિના અવતાર.
પગલી પવિત્ર પડી બાપુની જ્યાં જ્યાં, ફૂટી માનવતાની ધાર
હાં રે બાપુ શલ્યાની અહલ્યા કરનાર
પારસમણિ અમૂલ્ય બાપુ ગાંધીના સ્પર્શે જાગ્યાં નરનાર
હાં રે બાપુ જીવન જગાડણહાર. (૨)
માનવના માનભંગ સામે ઝઝૂમ્યા ખેલ્યા કંઈ સંતના સંગ્રામ
હાં રે બાપુ જીતી ગયા સત્યકામ. (૨)
દૂર દૂર દેશે પેલા ગોરાની ગાડીમાં પડતા’તા જ્યારે પ્રહાર
હાં રે વાળી વજ્જર મુઠ્ઠી તણી વાર. (૨)
“કાડું તૂટે ભલે મુઠ્ઠી ન છૂટે” આતમ જરી ન ઝંખવાય
હાં રે બાપુ પ્રહ્લાદના ગુણ ગાય. (૨)
પ્યારા બાપુએ ચીંધ્યો મારગડો ઊંચે ઊંચે લઈ જાય
હાં રે ધન્ય સર્વોદય સંસારે થાય. (૨)

— ચિમનભાઈ ભટ્ટ