બાળ કાવ્ય સંપદા/સફેદ મૂછોનું ગીત
Jump to navigation
Jump to search
સફેદ મૂછોનું ગીત
લેખક : હેમેન શાહ
(1957)
દૂધ પીધું ત્યાં તો, ઊગી બબ્બે સફેદ મને મૂછો!
મારું ન માનો તો આવી અરીસાને પૂછો.
રાજાની જેમ હવે મૂછોને તાવ દઉં,
સોના ને ચાંદીના ચંદ્રકને લાવ દઉં.
કહી દો કે એકદિ' માટે હું બાદશાહ
ને ભોગવતો રાજપાટ હું, છો !
ઊગી બબ્બે સફેદ મને મૂછો.
દૂધ પીને મોટા થવાય આમ જલ્દી,
તો કોણ લે તારીખિયાં ફાડવાની તસ્દી ?
પણ સરકસ, ચોકલેટ, લખોટીનું શું ?
હવે બાંય વડે મૂછોને લૂછો !
ઊગી બબ્બે સફેદ મને મૂછો.