બાળ કાવ્ય સંપદા/મસ્તરામ મોન્ટુ
મસ્તરામ મોન્ટુ
લેખક : ધનસુખલાલ પારેખ
(1934)
હસતો જાઉં, રમતો જાઉં,
રમતાં રમતાં જીતતો જાઉં.
નાચતો જાઉં, કૂદતો જાઉં,
કૂદતાં કૂદતાં બેસતો જાઉં.
ઊંઘતો જાઉં, જાગતો જાઉં,
જાગતાં જાગતાં, હસતો જાઉં.
ચાલતો જાઉં, દોડતો જાઉં,
દોડતાં દોડતાં, ખસતો જાઉં.
ગમતો જાઉં, નમતો જાઉં,
સૌના હૈયામાં વસતો જાઉં.