બાળ કાવ્ય સંપદા/ચબૂતરો (૨)
ચબૂતરો
લેખક : અનિલ રાવલ
(1964)
ગામની વચ્ચે ઊભો છે, કેવો મજાનો ચબૂતરો !
પંખીઓની સભા મળે, કેવો મજાનો ચબૂતરો !
બીક વિના પંખીડાં આવે, કેવો મજાનો ચબૂતરો !
કોઈ એમને ના ઉડાડે, કેવો મજાનો ચબૂતરો !
રોજ અવાજનાં ફૂલો ઊગે, કેવો મજાનો ચબૂતરો !
રંગોની જાજમ મજાની, કેવો મજાનો ચબૂતરો !
પંખોઓનો દરિયો ઊમટે, કેવો મજાનો ચબૂતરો !
ખૂબ મજાનો કિનારો છે, કેવો મજાનો ચબૂતરો !
રોજ નાંખતા દાણા ત્યાં, કેવો મજાનો ચબૂતરો !
જીવદયાનો સંદેશો છે, કેવો મજાનો ચબૂતરો !