બરફનાં પંખી/વીસમી સદી

વીસમી સદી

રોજ સવારે
ધૂમધડાકા
ઈંડાં
મૂકતી તોપ.
ચાલુ કલાસે
ટચલી
આંગળી
ઊંચી કરતો પો૫

અમે નાના હતા ત્યારે
ચોપડી વાંચતા પાનું ભૂલાઈ ન જાય
એટલે ચોપડીમાં મોરપીંછ કે
સૂકાઈ ગયેલું
ગુલાબ રાખતા.
આજે મોટા થયા છીએ
એટલે ઇતિહાસનું પાનું
યાદ રાખવા માટે
ચોપડીમાં
કારતુસ રાખીએ છીએ.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ***