નારીસંપદાઃ નાટક/સાંજને રોકો કોઈ
યામિની ગૌરાંગ વ્યાસ
પાત્રો:
| વૃદ્ધ -૧ | : | (દાદા) પ્રફુલ્લભાઈ |
| વૃદ્ધા -૨ | : | (દાદી) કલાબેન |
| વૃદ્ધ-૩ | : | હરિભાઈ (હરિદાદા) |
| યુવતી | : | અનેરી |
| યુવક | : | (મિત્ર) સાહિલ |
| યુવતી | : | (સહેલી) આરોહી |
| : | યુવક-૧, મમ્મી, પપ્પા. |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય-૧
સ્થળ : નિરાંત વૃદ્ધાશ્રમ
દૃશ્ય રચના : મંચ પર વૃદ્ધાશ્રમનો ઓરડો, ને દર્શક વિંગમાં બહારનો રસ્તો. સમય સવારનો, વૃદ્ધાશ્રમમાં રહેતા પ્રફુલ્લભાઈ પ્રાણાયમ કરતા હોય, એમની સાથે વૃદ્ધાશ્રમમાં જ રહેતા પત્ની કલાબેન માળા કરતાં હોય, બીજા એક વૃદ્ધ હરિદાદા સૂતા હોય.
(ધીમું સંગીત...)
| પ્રફુલ્લભાઈ (દાદા) | : | (પ્રાણાયામ પૂરા કરતાં) હાશ, સરસ સવાર શરૂ. |
| કલાબેન (દાદી) | : | હર હર મહાદેવ, ઓમ નમ: શિવાય. આજે સોમવાર, મારા શંભુ ભોળાની માળા થઈ ગઈ. સહુનું કલ્યાણ કરજે ભોળાનાથ (નિરાશાથી), તારા દર્શને આવવાની હવે નથી શક્તિ રહી કે નથી સંજોગો, ઘર બેઠાં જ તારી ભક્તિ કરું છું.. સ્વીકારજો. |
| દાદા | : | ઘર ! હા ઘર તો ખરું જ ને ! આ જ આપણું ઘર. |
| દાદી | : | મરીએ ત્યાં સુધીનું આ જ આપણું આશ્રયસ્થાન, હવે બહોત ગઈ ને થોડી રહી. |
| દાદા | : | હોય કાંઈ ! થોડી ગઈ ને બહોત રહી, એમ કહેવાય. |
| દાદી | : | બસ હવે બુઢ્ઢા તો છો ! |
| દાદા | : | બુઢ્ઢા હોગા તેરા બાપ, અભી તો મૈં જવાન હૂં. |
| દાદી | : | ચાલો હવે નથી સારા લાગતા. |
| દાદા | : | તો દીકરો ન રહ્યો તો શું થઈ ગયું? હું છું ને, ચારો ધામ શું, જેટલા ધામ હોય એની યાત્રા કરાવીશ. બસ. |
| દાદી | : | (આંખ ભીની, કંઈક બોલવા જય ત્યાં...)
નાના, નહીં તો સ્વર્ગવાસી દીકરો દુ:ખી થશે. અરે આ હરિઓ હજી સૂતો છે, આજે તો એનો જન્મ દિવસ છે (ઉઠાડે) એય હરિયા હેપી બર્થડે, ઊઠને ભાઈ... |
| હરીદાદા | : | ઊંઘવા દેને, મોડે સુધી જાગતો જ હતો, માંડ આંખ લાગી છે. |
| દાદા | : | હા હું તો ભૂલી જ ગયો રાતે બાર વાગે તારા વહાલા દીકરાનો ફોન આવવાનો હતો ને ? એટલે એય ને આ વર્ષે કેક લઈને પણ આવવાનો છે ને? |
| હરિદાદા | : | (બેઠા થાય)ના પ્રફુલ્લભાઈ ના. બહુ મન મનાવ્યું. બહુ ગપ્પાં માર્યાં, બહુ ડંફાસો મારી. મારો કોઈ દીકરો આવવાનો નથી કે નથી એનો ફોન.. તમને બધાને હંમેશાં જૂઠું કહેતો રહ્યો, તેઓ તો મારું મોઢું પણ જોવા માંગતા નથી. મારી પત્નીના અવસાન પછી તો મને કાઢી જ મૂક્યો છે. આજે નહીં તો કાલે આ વાત તમને ખબર તો પડવાની જ હતી. તમે તો વર્ષોથી અહીં છો, મારે માંડ ત્રણ ચાર મહિના.. |
| દાદી | : | તો તમે કોઈ કોઈ વાર ફોનમાં વાત કોની સાથે કરતા હતા? |
| દાદા | : | એ તો કૉલેજના છોકરાઓ આવે છે ને આપણને મળવા, એમાંથી એક છોકરાને કહ્યું હતું, કે ભાઈ કયારેક ફોન કરજે, ગમશે. એ કાલે ૧૨ વાગે કરવાનો હતો પણ બિચારો ભૂલી ગયો હશે. આપણા જ આપણા ના રહે તો.. ને આ બધા તો આપણું કેટલું ધ્યાન રાખે છે. બર્થડે તો ઠીક મારા ભાઈ. (આંખમાં પાણી.) |
| (કેક લઈને અનેરી, સાહિલ અને આરોહીની એન્ટ્રી... લાઉડ મ્યુઝિક) | ||
| સાહિલ | : | હરિદાદા કમોન, હેપી બર્થડે ટુ યુ... (બધા ખુશીથી ઝૂમી ઊઠે.) |
| આરોહી | : | સાહિલ કેન્ડલ નથી? |
| સાહિલ | : | ના આ હરિદાદાની ખુશી માટે છે. એ બુઝાવીને નહીં પરંતુ પ્રગટાવીને સેલિબ્રેટ કરીએ. કલાબા દીવો આપોને. (કલાબા દીવો આપે, આરોહી પ્રગટાવે. સહુ તાળી પાડે. હેપી બર્થડે મ્યુઝિક) |
| સાહિલ | : | નાવ લેટ્સ ડાન્સ. (મોબાઈલમાં મ્યુઝિક મૂકે. હરિદાદા, પ્રફુલ્લદાદા ને દાદીને પણ એમાં સ્નેહથી પકડીને શામિલ કરે. પ્રફુલ્લદાદા ઓ મેરી જોહરા જબી, તુઝે માલુમ નહીં- ગીત પર કલાબાને ખેંચી ડાન્સ કરે. બધાં ખુશ મિજાજ, ફક્ત અનેરીનો બહુ મૂડ ન હોય). |
| આરોહી | : | ગિફ્ટ ફૉર યુ હરિદાદા. (પુસ્તક ગિફ્ટ આપે.) |
| હરિદાદા | : | (આભારવશ) thanks you દીકરીઓ, હું શું આપી શકું? તમે દાદા કહો છો પણ મારી પાસે તમને આપવા કાંઈ નથી. મારી પાસે તો.. |
| સાહિલ | : | છેને, ખૂબ છે. |
| આરોહી | : | આપની પાસે એક્સપીરિયન્સ, આઈ મીન અનુભવોનું ભાથું છે, કોઠાસૂઝ છે, દાદા ઘણીવાર થોથાસૂઝ ના કામ લાગે ત્યાં કોઠાસૂઝ કામ લાગતી હોય છે. આ પુસ્તક વાંચી અમને સમજાવવાનું છે, તમારી કોઠાસૂઝ મુજબ શબ્દોમાં. |
| સાહિલ | : | ને ફિકર નહીં કરો દાદા, આ પુસ્તક લાઈબ્રેરીનું છે ૧૮ દિવસમાં પરત કરવાનું છે, પછી એમ બીજાને આપીશું. |
| પ્રફુલ્લ દાદા | : | આ ખૂબ સરસ વાત પણ, અમને બધાને આપશો, તો તમને કોઈ પુસ્તકની જરૂર હશે તો તમે ક્યારે વાંચશો? |
| આરોહી | : | ઓ દાદા અમે બધાએ અમારા પોકેટ મનીમાંથી લાઈબ્રેરીની ડ્યુઅલ મેમ્બરશીપ લીધી છે, એક અમે વાંચીએ ને એક આપ બધા માટે. |
| પ્રફુલ્લદાદા | : | ગ્રેટ, ખૂબ આગળ વધો દીકરીઓ. |
| દાદા | : | લ્યો આ પ્રસાદ લેતા જાઓ (બધાને પ્રસાદ આપે, અનેરીને બતાવી). આ દીકરી કેમ બોલતી નથી? પહેલી વાર આવી કેમ? |
| આરોહી | : | (અનેરી સામે જોઈને) હા, દાદી બીજી વાર આવશે ત્યારે એટલું બોલશે કે મોઢું બંધ કરાવવું પડશે. (અનેરી પરાણે સ્મિત આપે.) |
| સાહિલ | : | ઓકે બાય, દાદા-દાદી કૉલેજનો ટાઈમ થઈ ગયો. ફરી મળીશું. |
| (બધાં આવજો કરીને નીકળે.) | ||
| હરિદાદા | : | પોતાનો પુત્ર કુપુત્ર નીકળે ત્યારે ભગવાન પણ આવા દેવદૂતોને મોકલી પોતાની ભૂલ સુધારી લેતો હોય છે. |
| પ્રફુલ્લદાદા | : | સાચી વાત કરી, કેવાં મીઠડાં છે આ યુવાનો, આટલી ઉંમરે પોતાનામાં મસ્ત રહેવાને બદલે આપણા માટે સમય ફાળવે છે. |
| દાદી | : | બહુ નાનાં છે તોય કેવાં વ્હાલાં! આપણો છોકરો હોત તો એને ત્યાં પણ કદાચ આવડા છોકરા હોત! |
| પ્રફુલ્લદાદા | : | કેમ હરિ! (ગળે વળગાળતા) આજે ઊજવાયોને તારો બર્થડે !! |
| હરિદાદા | : | ચાલ ગિફ્ટમાં તું ને કલાબેન એક ગીત સંભળાવી દો. |
| પ્રફુલ્લદાદા | : | અરે તું કહે તો પણ... ચાલ કલા. |
| (જૂનું હિન્દી સોન્ગ) (અંધકાર) |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય-૨
| (વૃદ્ધાશ્રમની બહાર રસ્તે, આ ત્રણેય પરત ફરતાં...) | ||
| સાહિલ | : | કેમ અનેરી તને મજા નહીં આવી? |
| આરોહી | : | ના જ પાડતી હતી, હું એને ખેંચીને લાવી. |
| અનેરી | : | યાર મેં ના પાડી હતી ને મને ! યાર આઈ લવ સોશિયલ વર્ક બટ આઈ હેઈટ ઓલ્ડીઝ. |
| સાહિલ | : | કેમ ભાઈ કેમ ? |
| આરોહી | : | મેં તને પૂછ્યું ત્યારે તું ખુશી ખુશી ગ્રુપમાં જોડાઈ હતી, આપણો હેતુ મોટા જ લોકોના ચહેરા પર ખુશી લાવવાનો છે. ને જો પ્રફુલ્લદાદા ને કલાદાદીનો એકનો એક દીકરો વરસો પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો, હવે ઘરડાં થયાં હવે કોઈ એમને જોનાર નથી ને આ હરિદાદાના છોકરાની તેઓ રોજ રાહ જુએ, પણ કદી આવ્યા નથી.
અનેરી : આઈ નો બટ.. આઈ રિયલી ડોન્ટ નો વ્હાય.. વ્હાય આઈ હેઈટ ધીસ ઓલ્ડ પીપલ. યાર સાચું કહું? રીંકલવાળા ફેઈસ, રીંકલવાળા હાથ, ખોંખારો ખાયા કરે, મે બી ગમે ત્યાં થૂંકે એમની ટિપિકલ હેબીટ્સ હોય, આપણા જનરેશનને સમજે નહીં. વળી બોલ બોલ કર્યા જ કરે. હમારે જમાને મેં બ્લા.. બ્લા.. બ્લા..ને પેલા બીજા દાદા, દાદીવાળા.. કેવું ચાલતાં'તાં લાકડી લઈને.. ઠીચુક... ઠીચુક... (એક્શન કરી બતાવે.) |
| સાહિલ | : | નો અનેરી ધે આર વેરી ક્યુટ. તારે દાદા દાદી હોત તો ખ્યાલ આવત. |
| અનેરી | : | આઈ ડોન્ટ નો, હું શું કરત પણ હું જન્મી પણ નહોતી ને પપ્પાએ એમનાં મા-પપ્પા ગુમાવેલાં. નો નેવર, હું બીજી વાર નહિ જ આવું, આ તો આપણા ક્લાસની નજીક છે તે આરોહીએ કહ્યું એટલે ચાલો તમારી સાથે જોઈન થાઉં એમ કરીને આવી. |
| આરોહી | : | તો બોલો મેડમ તમારે કોની સમાજ સેવા કરવી છે ? |
| સાહિલ | : | યસ જરા હમ ભી તો સુને. |
| અનેરી | : | અરે સ્વીટ કિડ્સ હોય કે ક્યુટ ડોગ્સ હોય ઈવન બ્લાઈન્ડ્સ.. એટલીસ્ટ બ્લેક સનગ્લાસ પહેર્યા હોય એટલે.. સારા લાગે. |
| સાહિલ | : | (હાથ જોડીને) અનેરીમેમ સોરી, હમારે ખયાલાત બિલકુલ મિલતે ઝૂલતે નહીં હૈ. |
| આરોહી | : | ચાલો છોડો, કલાસનો ટાઈમ થઈ ગયો. |
| અનેરી | : | (સાહિલને) લંચ બ્રેકમેં અગર પીઝા કે ખયાલાત મિલે તો આ જાના, મેરી ઓર સે પાર્ટી. |
| આરોહી | : | હરિદાદા કી ?? |
| અનેરી (ચિડાઈને) જો ભી સમજો. | ||
| (ત્રણેય જાય.) | ||
| (અંધાર) | ||
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય-૩
| (સમય લગભગ રાત્રે સાડા અગિયાર, વૃદ્ધાશ્રમના બહારના રસ્તા પર અનેરી મોબાઈલ પર વાત કરતી પસાર થાય.) | ||
| અનેરી | : | ડોન્ટ વરી આરોહી, હું ઘરે પહોંચી જઈશ, યાર આપણે છૂટા પડ્યા પછી સાહિલની બાઈક બગડી ગઈ, એ પણ શું કરે? બિચારો બાઈક ઘસડીને ચાલતો'તો, મેં જ એને કહ્યું ઘરે જા, નજીક તો છે. હા હા સ્યોર પહોંચીને ફોન કરું છું. બાકી મુવી મસ્ત હેં ને..! બાય. |
| (અચાનક સામેથી કોઈ મવાલી આવે. અનેરીને પકડી છેડછાડ કરે, અનેરી ચીસાચીસ કરે, તરત લાકડી ઠોકતા પ્રફુલ્લદાદા આવે. એ પણ બૂમાબૂમ કરે, પેલો મવાલી ભાગી જાય. કલાબા અને હરિદાદા પણ આવે, અનેરીને અંદર લઈ જાય). | ||
| કલાબા | : | અરે આ તો આજે આવેલી તે. (વ્હાલથી વળગાડે, હાથ ફેરવે, શાંત પાડે.) |
| પ્રફુલ્લદાદા | : | દીકરી શું નામ બેટા? |
| અનેરી | : | અનેરી, થેક્યું દાદા, તમે ના હોત તો? |
| પ્રફુલ્લદાદા | : | અરે અમે હોઈએ તો અમારી દીકરીને કોઈ હાથ તો લગાડે. પણ દીકરા આટલા મોડા એકલા નહીં જવાનું. ચાલ પપ્પા-મમ્મીને ફોન કરી દે, તને લઈ જાય. |
| અનેરી | : | ના અમરિકા ગયાં છે, મારે લાસ્ટ ઈયર સ્ટડી ચાલુ હતું એટલે હમણાં અહીં જ છું. |
| કલાબા | : | અહીં ફાવશે તો કંઈ વ્યવસ્થા કરીએ? |
| અનેરી | : | ના દાદી મોર્નિંગ ક્લાસ હોયને, ખૂબ નજીક જ ઘર છે. |
| પ્રફુલ્લદાદા | : | તો આપણા વોચમેનને એની વાઈફ અહીં જ રહે છે તને મૂકી જાય. |
| અનેરી | : | ઓકે (હાથ જોડે), Thanks a lot. |
| (ક્ષણિક અંધકાર) | ||
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય -૪
સ્થળ : નિરાંત વૃદ્ધાશ્રમ
| (દાદા-દાદી બેઠાં હોય અનેરી ત્યાં પહોંચે.) | ||
| દાદા | : | આવ બેટા. |
| દાદી | : | આજે તારાં મિત્રો ના આવ્યાં? |
| અનેરી | : | ખબર નહીં, હું તો આવી ગઈ. તેઓ કદાચ મોડાં આવશે, હું તમારા માટે કંસાર લઈને આવી. લ્યો દાદા ભાવે ? |
| દાદા | : | કેમ નહીં, દીકરી મને તો બહુ ભાવે તને કેવી રીતે ખબર? |
| દાદી | : | મને તો તમારા જેવાને કંસાર જેવી વાનગી ખબર છે, એ જાણીને જ બહુ આનંદ થયો. |
| (બન્ને ખાય, દરમ્યાન સાહિલ, આરોહી આવે, અનેરીને જોઈ નવાઈ લાગે.) | ||
| આરોહી | : | ક્યા બાત, સરપ્રાઈઝ, તું અહીં ? |
| અનેરી | : | કેમ ના અવાય? લે કંસાર ખા. |
| સાહિલ | : | તને કઈ રીતે આવડે? એ પણ કંસાર? |
| દાદી | : | કંસાર સારી શરૂઆત માટે બને. આપણી પણ દોસ્તીની શરૂઆત જ ને? આપણો પણ દોસ્તીનો સંસાર. |
| અનેરી | : | હા દાદી એટલે જ, ગૂગલ પર સર્ચ મારી અને બનાવ્યો. ઓલડીઝનું ફેવરીટ હોય... (જીભ બહાર કાઢી) ઓલડીઝ બોલવા બદલ સોરી સોરી, લ્યો તમે પણ માય ફ્રેન્ડસ... (આરોહી, સાહિલને આપે.) |
| સાહિલ | : | (મોઢામાં મૂકતાં જ) omg આ શું છે ખારું ખારું? |
| આરોહી | : | દાદા-દાદી તમે કેવી રીતે ખાઈ શકો છો, ખાંડને બદલે મીઠું નાખ્યું છે બેને? |
| દાદા | : | બેટા, સ્વાદ નહીં અમે છોકરાઓનાં વ્હાલનાં ભૂખ્યાં છીએ. |
| અનેરી | : | (ચાખીને) સોરી સોરી, દાદા-દાદી પાસેથી ડીશ લઈ લે. મને તમે શીખવશો દાદી? |
| દાદી | : | કેમ નહીં? |
| સાહિલ | : | પછી શીખજે, હમણાં ચાલ કૉલેજ. |
| અનેરી | : | તું ને આરોહી જાવ, હું આવું છું, મારો પહેલો પિરિયડ ફ્રી છે. |
| બન્ને | : | (ખુશ થતાં) ઓકે.. પછી આવી જજે. |
| અનેરી | : | ચાલો દાદી પહેલો પિરિયડ.. ટ્રેનિંગ શરૂ, કેટલા દિવસનો કોર્સ? |
| દાદી | : | હા, પણ ભણવાનું બગાડીને નહીં. |
| અનેરી | : | ડન. |
| (મંચ પર ચારેક મોંટાજીસમાં દાદી વિવિધ રેસિપી સમજાવે, લખાવે, સીવણ, ભરતગૂંથણ, અથાણાં વિગેરે શીખવે, અનેરી દાદાને મોબાઈલમાં ગૂગલ અને વિવિધ એપ્સ શીખવે. માઈમિંગથી બતાવી શકાય. વચ્ચે વચ્ચે જુદો જુદો સમય દિવસ બતાવતું મ્યુઝિક). | ||
| અનેરી | : | જુઓ, પછી લોટ બાંધી કેટલી મિનિટ રહેવા દેવાનો? કેટલા ઝીણા સમારવાના? |
| દાદી | : | પછી આથો લાવવાનો.
જીરાનો વઘાર કરવાનો. ચાર આંગળ પાણી નાખવાનું? |
| અનેરી | : | એટલે? |
| અનેરી | : | બા આ ટાંકાનું શું નામ? કચ્છી ટાંકો કેમ આટલો એટ્રેક્ટિવ લાગે? |
| દાદી | : | જો બેટા આ સામસામે દોરા લેવાના, ને આ જો પતંગના વધેલા દોરાથી મેં આસનિયું બનાવેલું તે રોજ માળા કરવા બેસું ત્યારે પાથરું.. |
| અનેરી | : | દાદા આને બ્લૂ ટૂથથી જોડી દેવાનું. |
| દાદા | : | પછી આમ સેવ થાય? |
| દાદી | : | (હસતાં) ના, ગાંઠિયા થાય.. |
| (દાદી અનેરીના માથામાં વ્હાલથી તેલ નાખી દેતાં હોય ને) | ||
| અનેરી | : | (હાથ પકડી) દાદી તમારા રીંકલવાળા હાથ બહુ ગમે. |
| (અંધકાર) | ||
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય-૫
સ્થળ : નિરાંત વૃદ્ધાશ્રમ. (અનેરી આવે)
| દાદા-દાદી | : | આવ બેટા, કૉલેજથી આવી? |
| અનેરી | : | ના, બીજું કામ હતું. કૉલેજમાં એવું બોરિંગ હતું. જવા દો. એક ઈમ્પોર્ટન્ટ વાત કરવાની છે. તમને ઈનવાઈટ કરવા આવી છું. |
| દાદા | : | તારો કૉલેજ ગેધરિંગનો ડાન્સ જોવા પાછી લઈ જવાની છે? |
| અનેરી | : | ઓ દાદુ, તમને નહીં ગમેલો? |
| દાદી | : | અરે શું તમે પણ, એને ચીડવો છો? એ તો અમથા છે, અહીં બધાને કહી વળેલા, આજે મારી દીકરીનો ડાન્સ જોયો, અપ્સરા જેવી મારી અનેરી. |
| અનેરી | : | ઓકે તો સારું દાદુ, પણ કાલે મારો બર્થ-ડે છે. માટે તમારે ને દાદીએ આવવાનું છે. |
| દાદી | : | બેટા તને ના કંઈ પડાશે? પણ. |
| દાદા | : | અને પરમિશન તો તું લઈને જ આવી હશે અમારી મેનેજમેન્ટમાંથી? પણ અમને ઘરડાંને રહેવા દે, અમારા આશિષ તારી સાથે જ છે. તારા મિત્રો સાથે પાર્ટી કર. |
| અનેરી | : | નહીં, દાદા-દાદી, તમારો સામાન જે હોય એ લઈ લેજો, તમને વાંધો ન હોય તો હું તમને દત્તક લેવા માંગું છું. બધાં પેપર્સ તૈયાર છે, પરમિશન મળી ગઈ છે, ખાલી તમારી હા બાકી છે, તમારે દીકરી નથી ને મારે દાદા-દાદી નથી, તો બસ, હવે એક અક્ષર નહીં સાંભળું, માની જવાનું છે. |
| દાદા | : | બેટા ચાલ, પાર્ટીમાં ચોક્કસ આવીશું. પણ દત્તક... કાયમ તો.. કેમ અવાય? |
| અનેરી | : | (બન્નેને વહાલ કરી) હું કંઈ ના જાણું, જાઉં છું, જાઉં છું. |
| (ક્ષણિક અંધકાર) |
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય : અંતિમ
મંચના ખૂણામાં એક ઘરનો રૂમ બતાવી શકાય. (પાર્ટીની તૈયારી, સાહિલ, આરોહી, અનેરી ટેબલ પર ૨ કેક ગોઠવે છે, એક હેપી બર્થડે અનેરી ને બીજી વેલકમ દાદા-દાદી! દાદા-દાદી આવે, અનેરી પગે લાગે).
| દાદી | : | બહુ નજીક છે બેટા તારું ઘર. |
| અનેરી | : | તમે પણ તો નજીક છો. મારી કૉલેજ નજીક પડે એટલે અહીં one bhk લીધું છે. હવે તમે આવી ગયાં એટલે મોટા ઘરે રહેવા જઈશું. |
| સાહિલ | : | પહેલાં કયો કેક કાપીશું? |
| અનેરી | : | અફકોર્સ, વેલક્મ દાદા-દાદીવાળો. |
| (દાદા-દાદી ના..ના. કરતાં થોડા ખંચકાટ સાથે કાપવા જાય ત્યાં જ બેલ પડે, અનેરી બારણું ખોલવા જાય, એનાં મમ્મી, પપ્પા દીકરીને સરપ્રાઈઝ આપવા ફોરેનથી આવે, વળગી પડે). | ||
| અનેરી | : | (બહારથી જ કહે) હું તમને સરપ્રાઈઝ આપું. (અંદર જાય.) |
| અનેરી | : | દાદા-દાદી, આ મારાં મમ્મી પપ્પા. (પોતાનાં જ દીકરા-વહુને જોઈ અને મમ્મી-પપ્પા એમનાં મા-બાપને જોઈને અવાચક થઈ જાય.) |
| દાદા | : | (અનેરીને) બેટા માફ કરજે, ચાલ કલા. |
| અનેરી | : | પણ કહો તો ખરા. |
| પપ્પા | : | મા, બાપુજી... (પગે લાગવા જાય.) |
| દાદા | : | ના નહીં. |
| મમ્મી | : | માફ કરી દો. મા, બાપુજી, હું જ ગુનેગાર છું, એકલા રહેવાના મોહમાં ને ફોરેન સેટ થવાના અભરખામાં અનેરીના જન્મ પહેલાં જ તમને દૂર મોકલી દેવાની મેં જીદ કરેલી, નહીં તો હું આત્મહત્યા કરીશ એવી ધમકી આપેલી. |
| પપ્પા | : | એ ભૂલ અમને આખી જિંદગી સતાવતી રહી. |
| અનેરી | : | ઓહ ગોડ! (મંચ પર દાદા-દાદી એક ખૂણે, ને મમ્મી-પપ્પા એક ખૂણે, વચ્ચે અનેરી..એને કાંઈ સમજાતું નથી શું કરવું.) |
| મમ્મી | : | (રડતાં) માફીને લાયક નથી છતાં.. વિનવું છું, રહી જાઓ. |
| પપ્પા | : | હા બાપુજી, મા, સાથે રહીએ, અમે પણ અનેરીને ફોરેન લઈ જવાને બદલે, અહીં જ રહેવા વિચારીએ છીએ. અમારી પણ સાંજ ઢળવાની. |
| અનેરી | : | ઓહ ગોડ... એકબીજાને મન જીવતાં જ નથી તેઓ તો.. અહીં જ છે! |
| દાદા | : | (માનો જીવ ખરા ખેંચાય એ જોતાં) ચાલ કલા. |
| અનેરી | : | પણ આ સાંજને રોકો કોઈ... (આખરે દાદા-દાદી પાસે દોડી જાય.) (ગીત વાગે : તપી ગયેલા સૂરજને ટોકો કોઈ, વહી જતી સાંજને રોકો કોઈ.) |
| (પડદો) |