નારીસંપદાઃ નાટક/મિલીના ઘર તરફ

6
‘મિલીના ઘર તરફ’

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ‘મિલીના ઘર તરફ’ વિશે વિવિધ નાટ્યવિદોનાં મંતવ્યો

તારીખ ૬—૧—૨૦૦૯, મંગળવાર - ભવન્સ કલ્ચરલ સેન્ટર દ્વારા આયોજિત 'ચિત્રલેખા' નાટ્યસ્પર્ધાના અંતિમ ચરણમાં નિર્ણાયક સમિતિના એક સભ્ય તરીકે ‘મિલીના ઘર તરફ' નાટક જોવાનો લ્હાવો મળ્યો. નાટક જોઈને આવ્યા પછી મારી રોજનિશીમાં મેં લખ્યું— ‘આજે બીજું લેખિકાનું લખેલું નાટક જોયું. યામિની વ્યાસ. કીડની ટ્રાન્સપ્લાન્ટની વાતમાંથી એ ડૉ. મિલી જેણે કીડની આપી – તે ત્યજી દેવામાં આવેલી પુત્રી – ઘટસ્ફોટ—પરાકાષ્ઠા બહુ જ સરસ — વિષયની દૃષ્ટિએ કંઈક જુદું –અભિનય સારા — શરૂઆતમાં નાટકને નકામું લંબાવાયું.' યામિનીબેન ! નાટક જોઈને તે સમયે થયેલો પ્રતિભાવ અહીં જણાવ્યો છે. હું એટલું જરૂર કહીશ કે તમારી કૃતિ સાંપ્રત સમસ્યાને ઉજાગર કરે છે. સ્વ. મહેબૂબખાનના શબ્દોમાં— ‘હૃદય પર હાથ મૂકી કહેવાનું મન થાય ‘યહાં લગી હૈ' – તેઓ માનતા કે હૃદયમાં લાગણીના તાર ઝણઝણાવે એ જ વાર્તા લોકોને — પ્રેક્ષકોને જરૂર ગમે. તમારું નાટક 'મિલીના ઘર તરફ' પ્રકાશિત થાય છે તે માટે અભિનંદન. તમારા પ્રકાશક જેમણે નાટક પ્રકાશિત કરવાની હિંમત કરી તે માટે તેઓ પણ અભિનંદનને પાત્ર છે. ભવિષ્યમાં ‘મિલીના ઘર તરફ' કરતાં પણ વધારે સારી કૃતિઓ તમે ગુજરાતી રંગભૂમિને આપતા રહેશો તેવી સહઆશિષ શુભેચ્છા.

—હની છાયા

બરોડા એમેચ્યોર્સ ડ્રામેટિક ક્લબ, વડોદરાની નાટ્યસંસ્થાના બહુભાષી એકાંકી મહોત્સવમાં યામિનીનું નાટક જોવાની તક મળી. સામાજિક દૃષ્ટિએ મહત્ત્વના વિષય ભ્રૂણહત્યા વિશે આટલી કલાત્મક રીતે અને હિંમતભેર લખી શકાય અને એની રજૂઆત થઈ શકે એ અમને સહુને આનંદ—આશ્ચર્યપ્રેરક લાગ્યું. એ પછી પણ એ એકાંકીને બુડ્રેટી - ટી.એમ.સી. સંસ્થા દ્વારા પારિતોષિક આપવાનું ઠેરવ્યું ત્યારે યામિની અને ગૌરાંગ સાથે સંવાદનો મોકો મળ્યો ત્યારે આ દંપતીના કામને બિરદાવવાનું બન્યું. મને યુવાલેખકો — વિશેષ સ્ત્રીલેખિકાઓને એ રીતે વધુ આવકારવાનું ગમે છે કે એમાં કોઈ પ્રચારની સુગંધ કે દુર્ગંધ ન લઈ શકે. આપણે ત્યાં કેટલીક સરકારી/તરકારી સંસ્થાઓ પ્રચારનાં પીપૂડાં વગાડવા કલાકારો/લેખકોને ભાડે રાખે છે, અને સારા વિચારનેય બગાડી મૂકવામાં સહકાર મેળવે છે. તો બીજી બાજુ સામાજિક સુસંગત વાત કરતી કૃતિને 'પ્રતિબદ્ધ' લેખનનો ધપ્પો મારવામાં ઉત્સાહીઓ એ કલાને આંખે ચડાવી દે છે. આ બંને મર્યાદા (કે વિશેષતા)થી યામિની દૂર રહ્યાં છે, એના આનંદ સાથે આ કૃતિને આવકારું છું.

—હસમુખ બારાડી

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત એની સરૈયા પ્રેરિત નાટ્યલેખન શિબિર દરમ્યાન અને ભાવનગરની ગદ્યસભા આયોજિત એકાંકીલેખન સ્પર્ધામાં યામિની વ્યાસની એક આશાસ્પદ નાટ્યલેખિકા તરીકે ઝાંખી થયેલી. અભિનય અને પ્રસ્તુતિ સાથે એ પ્રત્યક્ષ સંકળાયેલાં હોવાથી એમનું નાટ્યલેખન ખાસ્સી મંચનસભાનતા દાખવે છે. ‘મિલીના ઘર તરફ'માં પણ સાદ્યંત મંચનક્ષમતા જણાશે. હૉસ્પિટલના માહોલની આસપાસ, કીડની ટ્રાન્સપ્લાન્ટની ઘટના નિમિત્તે સંબંધોની સંકુલતા રચતી આ રચના ફલેશબૅકમાં સૌરભ—શુભાંગીના યુગલત્વને પણ નજાકતપૂર્વક ઉપસાવે છે. મિલીનું આદર્શીકૃત ભાવનાશીલ ચરિત્ર કૃતિના કેન્દ્રમાં છે. નાટકના અંતની કલ્પના અડધે જતાં થઈ શકે છે ખરી ! મોસમ (બાલિકા)નું વૃત્તાંત થોડું આગંતુક લાગે છે. પણ એકંદરે પ્રસ્તુત નાટક. આ લેખિકા હજી વૈવિધ્યપૂર્ણ નાટકો આપી શકશે એવો અણસાર પૂરો પાડવામાં સફળ રહે છે. શુભેચ્છા.

—સતીશ વ્યાસ

ગુજરાતી રંગભૂમિ પર સારા લેખકોનો અભાવ પહેલેથી જ વરતાય છે. એવી પરિસ્થિતિમાં કોઈ લેખક નવી વાત લઈને આવે તો આનંદ અનુભવાય છે. આવી લાગણી યામિનીનું નાટક જોતાં થઈ હતી. આવાં જ નાટકો ભવિષ્યમાં પણ યામિની આપતી રહે એવી શુભેચ્છા.

—અરવિંદ જોશી

જેટલાં નાટકો લખાય છે એ બધાં ભજવાતાં નથી અને જે સફળ રીતે ભજવાયાં છે એ બધાં છપાતાં નથી. ‘મિલીના ઘર તરફ' એક મૌલિક નાટક છે જે સફળ રીતે ભજવાયું છે. જે પુસ્તક રૂપે આવી રહ્યું છે એ અમારા જેવા નાટ્યલેખકો માટે સાચ્ચે જ આનંદનો વિષય છે. આ માટે યામિનીબેનને ખૂબ ખૂબ અભિનંદન.

—પ્રવીણ સોલંકી

યામિની વ્યાસ એટલે નાટ્યલેખિકા યામિની વ્યાસ એટલે કવયિત્રી યામિની વ્યાસ એટલે અભિનેત્રી જર્મન નાટ્યકાર બર્ટોલ્ડ બ્રેખ્ત કવિ, લેખક અને નિર્દેશક પણ હતા. એમણે તો આપણને થીએટરનું અલાયદું—આગવું સ્ફૂલિંગ આપ્યું. સામાજિક નિસ્બત અને સામાન્ય માણસને લઈને આપણને અનેક નાટકો આપ્યાં. આપણા સમયનો બીજો એક નાટ્યકાર સૌમ્ય જોશી. એ પણ કવિ છે, નિર્દેશક છે અને ધાંસુ અભિનેતા છે. એણે પણ આપણને સામાજિક નિસ્બતનાં નાટકો આપ્યાં. સામાન્ય—ગરીબ—બેકાર મિલમજૂરની કે ઝૂંપડપટ્ટીમાં રહેતા, આંખમાં તારાનાં સપનાં નિહાળતા કલ્પનાશીલ માણસની વાત કરી. નાટક 'મિલીના ઘર તરફ'ની લેખિકા યામિની પણ મધ્યમ વર્ગ કે એથી પણ નીચલા વર્ગની હૃદયસ્પર્શી વાત લઈને આવ્યાં છે. પ્રયોગખોરી કે વિશ્વસાહિત્યના પરિચયના દંભ વગર, આપણી માટીની વાસ્તવિકતા અસરકારક રીતે અને જકડી રાખે એવી ક્રાફટ સાથે એમણે આપણને આપી છે. એમની પાસે ક્રાફટ છે – નાટકની ક્રાફટ, તો સાથેસાથે સંવાદોની સરળતા અને ભેદકતા પણ છે. આધુનિક સાહિત્ય કે ઍબ્સર્ડિટીના રવાડે ચડી પ્રેક્ષકોને પણ રવાડે ચડાવવાને બદલે પ્રામાણિકતાની સાદગીથી જકડી રાખ્યા છે. યામિની જેવી બહુમુખી પ્રતિભા આપણી રંગભૂમિ માટે ગૌરવની વાત છે.

—રાજૂ બારોટ

યામિનીબહેનને મારા અંતરની શુભેચ્છા.

— મધુ રાય

યામિની વ્યાસ લિખિત સંવેદન અને નિર્મળ દામ્પત્યપ્રેમની અનેરી અનુભૂતિ કરાવતી પ્રેક્ષણીય અને પ્રેક્ષકપ્રિય નાટ્યકૃતિ ‘મિલીના ઘર તરફ'ના નિર્માણની સમગ્ર પ્રક્રિયા સાથે સંકળાવા ઉપરાંત ડૉ. શ્રીનિવાસનનું પાત્ર ભજવવાની તક પણ મને સાંપડી હતી. સમગ્ર નાટક મૌલિક હોવા ઉપરાંત કૌટુંબિક ભાવના તથા આજના સમયની તાતી જરૂરિયાત પુત્રીપ્રેમ તથા પિતાના નિર્વ્યાજ પ્રેમને સુપેરે ઉજાગર કરે છે. યામિની વ્યાસે કવયિત્રી હોવાના નાતે દિલના ઋજુ ભાવ હૃદયસ્પર્શી રીતે આલેખ્યા છે. યામિની વ્યાસ દ્વારા અણમોલ નાટ્યમોતી રંગમંચને મળતાં રહે એ જ શુભેચ્છા.

—વસંત ઘાસવાળા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> અનુભૂતિનું ઊંડાણ અને સંવેદનના સાહિત્યસર્જનની તેજસ્વી નિહારિકા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> – યામિની વ્યાસ

મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્મા જેમને ‘સુરતની સાહિત્યિક—સાંસ્કૃતિક શ્રદ્ધા' અને ‘ગુજરાતની આવતીકાલની આશા' કહે છે. જાણીતા રેશનાલિસ્ટ અને ચિંતક શ્રી રમણ પાઠક જેમને ‘નિસર્ગદત્ત કલાપ્રતિભાનો ખરે જ એક ચમત્કાર' અને 'જીવન સુધારણાના ધ્યેય પ્રતિ અંતરવેદના સાથે સમર્પણભાવે કલમ ચલાવી રહેલી બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક—કલાકાર' તરીકે બિરદાવે છે અને સિદ્ધહસ્ત પ્રયોગશીલ ગઝલકાર નયન દેસાઈ જેમને ‘નાજુક સ્ત્રીસહજ ભાવો વ્યકત કરવામાં નિપુણ' અને 'ગુજરાતી ગઝલની સમૃદ્ધિમાં આવેલો એક સરસ વળાંક' કહીને અદકેરો આનંદ વ્યકત કરે છે એ યામિની વ્યાસનો જન્મ નવસારીમાં થયો હતો. આમ તો મૂળ બારડોલીનાં અને વળી શૈશવ પણ નાના ગામડામાં વિતાવેલું. એમના ડૉક્ટર પિતા યામિનીને નાનપણમાં સૂર્યાસ્ત પછી વાર્તાઓ સંભળાવતા. આખું રામાયણ અને મહાભારત પણ એમના પિતા પાસેથી જ એમણે સાંભળ્યું હતું. માતાને ભજન, ગરબા, નાટક વગેરેનો બેહદ શોખ. અહીંથી જ એમના ઘડતરમાં કલા—સાહિત્ય—સંસ્કૃતિનાં બીજ વવાયાં અને અંકુરિત થયાં. નવસારીમાં માઈક્રોબાયોલોજી વિષય સાથે સાયન્સ ગ્રેજયુએટ થયાં અને મુંબઈમાં મેડિકલ ટૅકનોલોજીનું પ્રશિક્ષણ લીધું અને સુરત મહાનગરપાલિકામાં લેબ ટૅક્નિશ્યન તરીકે જોડાયાં. છેલ્લાં દસેક વર્ષથી જ એમણે ગીત—ગઝલ—કાવ્ય લખવાનું શરૂ કર્યું છે. આ પહેલાં ગરબા અને નૃત્યક્ષેત્રે સક્રિય રહ્યાં. 'પ્રીત બની પડછાયો’, 'આમ્રપાલી', ‘મીરાં' જેવી નૃત્યનાટિકાઓમાં એમની કલાપ્રતિભા ખીલી ઊઠી. લેખન પ્રત્યેનો એમનો અભિગમ કેળવાયા બાદ એમણે પોતાની આંતરસૂઝથી કાવ્ય—ગઝલ ઉપરાંત અછાંદસ, નવલિકા, લઘુનાટિકા, ટૂંકી વાર્તા, એકાંકી અને ફુલલેન્થ નાટકો તથા એકોક્તિઓના લેખનમાં સારી હથોટી કેળવી સફળ પદાર્પણ કર્યું છે. 'સ્ત્રીભૃણ હત્યા'ની પ્રવર્તમાન ગંભીર સામાજિક સમસ્યા પર આધારિત એમનું નાટક ‘જરા થોભો'એ તો ૧૭૦થીય વધુ પ્રયોગો વડે સુરત શહેર અને ગુજરાતભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી અનેક પારિતોષિકો અને સન્માન મેળવ્યાં છે. અને આ નાટક દ્વારા એમણે જનજાગૃતિનું હૃદયસ્પર્શી કામ કર્યું છે. યામિની વ્યાસ દ્વારા લખાયેલ, ભજવાઈ ચૂકેલ અને વિજેતા નીવડેલ નાટકોમાં ‘મિલીના ઘર તરફ', 'તમે મારા દેવના દીધેલ છો', 'રણમાં ખીલ્યું પારિજાત', 'કાઉન્ટ ડાઉન', 'વીજળીના તારે ઝૂલે જિંદગી' અને 'હરી ભરી વસુંધરા' મુખ્ય છે. આ ઉપરાંત એમણે 'ઉડાન', 'જરા ચેતો', 'મેરી કહાની સૂનો', 'સાહેબ પપ્પાને છોડી દો', 'પુનરાવર્તન' — જેવાં નાટકો પણ આપ્યાં છે. આ બધાંમાં સૌથી યશસ્વી નાટક 'મિલીના ઘર તરફ'એ રાજ્યકક્ષાએ પ્રથમ આવી રાજ્ય નાટ્ય અકાદમી તરફથી ૨૦૦૯માં શ્રેષ્ઠ સ્ત્રીપાત્ર, શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ અને ૨૦૦૯માં જ મુંબઈમાં ચિત્રલેખા નાટ્યસ્પર્ધામાં બેસ્ટ સ્ક્રીપ્ટનું પ્રથમ ઈનામ, આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સનાં મેરિટ સર્ટિફિકેટ્સ જેવાં ગૌરવભર્યાં સીમાચિહ્નો સર કર્યાં છે. તેઓ રાષ્ટ્રીય કલાકેન્દ્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા પણ શ્રેષ્ઠ અભિનયના ઈનામો મેળવી યશસ્વી બન્યાં છે. આ જ સ્ક્રીપ્ટને ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત મૌલિક નાટ્યલેખન સ્પર્ધામાં પણ પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું છે. ટી.એમ.સી., અમદાવાદ તરફથી ૨૦૧૦માં એમના એકાંકી નાટક 'દીપમાલા'ને શ્રેષ્ઠ સ્ક્રીપ્ટનું પારિતોષિક તથા સંગીત નાટક અકાદમીની સ્પર્ધામાં પ્રથમ અને ૨૦૧૧માં શ્રેષ્ઠ અભિનયનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. યામિની વ્યાસે શ્રી ભગવતીકુમાર શર્માલિખિત નવલકથા 'અસૂર્યલોક’ પર આધારિત અને અમદાવાદ દૂરદર્શન પરથી પ્રસારિત થયેલ ટી.વી. સિરિયલ 'અસૂર્યલોક'માં મહત્ત્વની ભૂમિકા પણ ભજવી હતી. ઉપરાંત બે—ત્રણ ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. વરસાદના પહેલા છાંટા જેવા એમના કાવ્યસંગ્રહ 'ફૂલ પર ઝાકળના પત્રો'ને સાહિત્ય પરિષદનું ૨૦૧૦નું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયું. ત્યારપછી થોડા જ સમયમાં એમની ગઝલ—કવિતાની સીડી 'તમારી એ આંખોની હરકત નથી ને ?'નું વિમોચન થયું. આમ, યામિની વ્યાસ કેવળ લોકપ્રિય કલાકાર જ નથી, એક સજાગ સર્જક અને કલાઉપાસક પણ છે. શ્રી ભગવતીકુમાર શર્માના શબ્દો દોહરાવું તો 'યામિની વ્યાસ એક આદર્શ ગૃહિણી, વત્સલ માતા, વર્કિંગ વુમન, કવયિત્રી, લેખિકા, ગરબા નિષ્ણાત, નાટ્યઅભિનત્રી અને વોટ નોટ છે.’ હાથ પર લીધેલ કોઈ પણ કામ પર મંડી પડી તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવાના સકારાત્મક વલણને કારણે તનાવમુક્ત રહી કામ કરી શકે છે અને કામને અનુરૂપ કથનકળા અને ભાષાવૈવિધ્ય તો એમને હાથવગાં છે જ, ઉપરાંત અભિવ્યક્તિનું વૈવિધ્ય નિપજાવવામાં પણ તેઓ ઘણી સભાન મથામણ કરે છે. જેનું પ્રતિબિંબ એમના સર્જનની સૂક્ષ્મ પ્રતિક્રિયાઓ અને સંકુલ સંવેદનાઓમાં ઝિલાય છે. આ પુસ્તક પ્રાકટયના અવસરને એમની જ પંક્તિઓથી આવકારીએ...

લખે ગ્રંથના ગ્રંથ તું લાગણીમાં,
નહીં કાંઈ સમજું હું બારાખડીમાં.
તમારા જ શ્વાસોની મીઠી મહેકનું,
રૂપાંતર થયું ફૂલની પાંખડીમાં.

– પ્રવીણ સરાધીઆ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> આ રીતે જવાયું ‘મિલીના ઘર તરફ’

જ્યાં મારી રંગમંચને લગતી ગતિવિધિઓ આકાર પામીને સાકાર થઈ છે એવા ‘રાષ્ટ્રીય કલાકેન્દ્ર'ની નાટ્યલેખન સ્પર્ધાથી મંડાયેલ આ નાટક 'મિલીના ઘર તરફ'નું પ્રથમ કદમ અને ત્યારથી શરૂ થયેલી યાત્રા. આ નાટકના મંચન માટે શહેર તથા રાજ્યકક્ષાએ ઉપરાંત મુંબઈના ભવન્સ થિયેટર સુધી ભજવવાની કેડી કંડારી આપનાર 'રાષ્ટ્રીય કલા કેન્દ્ર'ની તો હું અત્યંત ઋણી રહીશ જ. સાથેસાથે આ નાટકના યશસ્વી દિગ્દર્શક શ્રી મેહુલ શર્મા અને અત્યાર સુધી થયેલા તમામ પ્રયોગોના મારાં પોતીકાં સાથી કલાકારો, ઓનસ્ટેજ તથા બૅકસ્ટેજના ઉત્સાહી રંગકર્મીઓ, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ નાટક સાથે સંકળાયેલ વ્યક્તિઓ, વિવિધ સ્થળે ભજવવાની તક આપનાર શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓએ આપેલ સાથ સહકારની આનંદસભર નોંધ લઉં છું. આ નાટકને યોગ્ય ન્યાય આપનાર નિર્ણાયકશ્રીઓ, નાટ્યવિવેચકો, તજ્જ્ઞો તરફથી મળેલ માર્ગદર્શન, પ્રોત્સાહન અને અમૂલ્ય આશીર્વચનોને કારણે આ નાટક સાચા અર્થમાં વધુ સમૃદ્ધ બન્યું છે. મારા નાટક માટે મોંઘેરો અભિપ્રાય લખી આપનાર પરમ આદરણીય શ્રી હની છાયા, શ્રી હસમુખ બારાડી, શ્રી અરવિંદ જોશી, શ્રી સતીશ વ્યાસ, શ્રી વિહંગ મહેતા, શ્રી મધુ રાય, શ્રી પ્રવીણ સોલંકી, શ્રી રાજૂ બારોટ, શ્રી વસંત ઘાસવાળાની હું સદા ઋણી રહીશ. 'સાંનિધ્ય પ્રકાશન'ના શ્રી કિરણસિંહ ચૌહાણે પૂરી મહેનત અને નિષ્ઠાપૂર્વક આ નાટક પુસ્તક સ્વરૂપે તમારા સુધી પહોંચાડવા માટે અત્યંત ઉત્સાહથી કામ કર્યું છે. એમની અંતઃકરણપૂર્વક આભારી છું. સુંદર મુખપૃષ્ઠ બનાવી આપનાર કવિ શ્રી મહેશ દાવડકર, મારો સુંદર પરિચય લખી આપનાર શ્રી પ્રવીણ સરાધીઆ તેમજ નાટકને અનુરૂપ પંક્તિઓ લખી આપનાર કવિશ્રી ડૉ. મુકુલ ચોક્સીનો ખૂબ ખૂબ આભાર. મારી કલાપ્રવૃત્તિઓને હંમેશાં બિરદાવનાર મારાં સાસુજી સ્વ. વિમળાબા તેમજ જેમણે મારી સાહિત્ય—નાટ્યયાત્રાના સંગાથી બની મોકળા મને પારિવારિક આવરણની હૂંક પૂરી પાડી એવા મારા જીવનસાથી ગૌરાંગ, લાડલી દીકરી અનેરી તથા વ્હાલો દીકરો સાહિલ. સતત પ્રેરણા આપતાં મારાં માતા—પિતાની સાંસ્કૃતિક સંસ્કારમય છત્રછાયામાં મારો ઉછેર તેમજ સુરતની સમર્થ નાટ્યસંસ્થાઓ સાથે સંકળાયેલ કળામીમાંસુ, લેખક મોટા ભાઈ પરેશ વ્યાસ, વ્હાલી બહેનો તેમજ મારાં સર્વ આપ્તજનોને સંગ પાંગરેલી મારી નાટ્યયાત્રાનો પમરાટ આ પુસ્તક દ્વારા પ્રસરવાનો પ્રારંભ કરે છે. એથી મન—હૃદયને લાગણીભીની અનુભૂતિ તો થાય જ ને ! આ નાટકનાં પાત્રોએ અનુભવેલી વેદના, આછેરી સંવેદના બનીને જો આપના અંતરમાં ડોકિયું કરીને નીતરશે તો મારા સર્જનને સાર્થકતા પ્રાપ્ત થશે.

—યામિની વ્યાસ
સંપર્ક : ૩, પુરુષોત્તમ ઍપાર્ટમેન્ટ, ચિન્મય હૉસ્પિટલની બાજુમાં, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ઘોડદોડ રોડ, સુરત—૧ ફોન. (૦૨૬૧) ૨૬૬૦૯૩૬

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> પાત્રો

સૌરભ — પતિ—(ઉંમર ૫૦ વર્ષ)
શુભાંગી — પત્ની—(ઉંમર ૪૭ વર્ષ)
દુર્ગાદેવી — સૌરભનાં મમ્મી (બિઝનેસવુમન ઉમર ૭ર વર્ષ)
ડૉ. શ્રીનિવાસન — ડૉક્ટર (યુરોલોજીસ્ટ)
ડૉ. મિલી — આસિસ્ટન્ટ ડૉક્ટર (ઉમર ૨૬ વર્ષ)
મથુર — મિલીના પિતા
ભવાની — વૉર્ડ બોય
મોસમ — બાળદર્દી (ઉંમર વર્ષ ૯)
ડૉ. રવિ — આસિસ્ટન્ટ ડૉક્ટર (ઉમર વર્ષ ૨૬)
નાની મિલી — ૩—૪ વર્ષની
(૨) નાની મિલી — ૬—૭ વર્ષની
(૩) નાની મિલી — ૧૦–૧૨ વર્ષની
પ્રોલોગનાં પાત્રો

દારૂડિયો પેશન્ટ
પેશન્ટની પત્ની
રવલો (નાનો છોકરો)
ડૉ. અગ્રવાલ
વૉર્ડબૉય
નર્સ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> અંક પહેલો

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય — ૧

(સમય રાત્રિના લગભગ ૧૨ વાગ્યાનો. ‘સેવ લાઈફ હૉસ્પિટલ'નો ઈમર્જન્સી વૉર્ડ, ઘડિયાળમાં બારના ટકોરા પડે. નર્સ છેલ્લી વારનું ચેક અપ કરી જાય. વૉર્ડ બોય સ્ટૂલ ઉપર બેઠો બેઠો ઝોકાં ખાતો હોય, ત્યાં એમ્બ્યુલન્સની સાયરન વાગે. નર્સ બહાર આવીને વૉર્ડ બોયને જગાડે.) નર્સ : ઊઠ ... સાયરનનો અવાજ નથી સંભળાતો ? વૉર્ડબોય : (ઊંઘમાંથી જાગતા) હા..હા... હવે ... અત્યારે કોણ મરવા આવ્યું હશે ... ! નર્સ : હા.. ખરેખર મરવા જ આવ્યું લાગે છે ! વૉર્ડબોય : સિસ્ટર તમારા હાથે... ? જોકે તમારા હાથે મરવાનું હોય તો હું મરવા તૈયાર છું... નર્સ : શટ્ અપ ! મારો કહેવાનો મતલબ એ હતો કે આજે ઈમર્જન્સી વૉર્ડમાં ડૉક્ટર જ ગેરહાજર છે... એટલે... વૉર્ડબોય : કેમ ડૉ.મિલી નથી ? નર્સ : છે ને, પણ કોઈ કોમ્પ્લિકેશન ઊભા થાય તો એ બિચારી શું કરવાની હતી.. સાવ જુનિયર છે ને... ! (વૉચમેન સ્ટ્રેચર.. સ્ટ્રેચર...ની બૂમો મારે. વૉર્ડ બોય દોડતો સ્ટ્રેચર લેવા જાય.) ડૉ. મિલી : કોઈ ઈમર્જન્સી કેસ આવ્યો લાગે છે ! (ચેમ્બરમાંથી બહાર આવતા) નર્સ : યસ ડૉક્ટર ! (વૉર્ડ બોય સ્ટ્રેચર ઉપર દર્દીને લઈને દાખલ થાય. તેની પાછળ તેની પત્ની અને યુવાન પુત્ર દાખલ થાય. દર્દીને બેડ ઉપર ટ્રાન્સફર કરવામાં આવે. ડૉ. મિલી, નર્સ, વૉર્ડ બોય ટ્રીટમેન્ટની તૈયારી કરે) ડૉ. મિલી : (તપાસ કરતાં) શું તકલીફ છે ? (દર્દી બોલવાનો પ્રયત્ન કરે, બોલાતું નથી, માત્ર હાથના ઈશારાથી સમજાવવા પ્રયત્ન કરે) પત્ની : ડૉ. સાહેબ અમે તો બહુ ગભરાઈ ગયા'તા... શ્વાસેય નો લેવાય... ડોળા ચઢી ગયા'તા... ડૉ. મિલી : કોઈ વ્યસન છે ? બીડી... સિગારેટ તમાકુ ... દારૂ. પત્ની : હા સાહેબ ... એની જ તો બધી મોકાણ છે ... હાચું કઉ... રોજ જ પીવા જોઈએ... આપણે ના પાડીએ તો લડવા લાગે... કોઈનું નો હાંભરે... આ મારા રવલાના હમ દઈને કઉ છું... બઉએ છોડાવા કોશિશ કરી પણ ઈમને દારૂ વગર નો હાલે... (પત્નીના સંવાદો ચાલુ રહે તે દરમ્યાન ડૉ. મિલીની ટ્રીટમેન્ટ ચાલુ રહે. બી.પી. માપે... નર્સને ગ્લુકોઝનો બાટલો ચઢાવવાની સૂચના આપે. ઑક્સિજન માસ્ક માટે વૉર્ડ બોયને ઈશારો કરે ...) પત્ની : ડૉ. સાહેબ મારા ઘરવાળાને હારું તો થઈ જશે ને... ! ડૉ. મિલી : તમે સમયસર લઈ આવ્યા છો ... જરા મોડું કર્યું હોત તો ... પત્ની : જોયું ! હું તો કે'વારની કે'તી હતી પણ મારું કોણ માને ડૉ. સાહેબ, પણ હારું થઈ જશે ને ? (ડૉ. મિલીનું ધ્યાન દર્દીમાં હોય છે.) ડૉ. મિલી : મોં ખોલો (દર્દી મોં ખોલે. જીભ તપાસે ....) તમારું નામ શું છે ! (દર્દી બોલવાનો પ્રયત્ન કરે પણ બોલાતું નથી) પત્ની : અલ્યા રવલા તારા બાપાનું નામ કહે .... (ડૉ. મિલી હાથના ઈશારે અટકાવે દર્દી સાથે સંવાદ ચાલુ રાખે...) ડૉ. મિલી : બોલો કાકા શું થાય છે ? પત્ની : હવે એ શું કહેવાના... બોલાતું જ નથી ત્યારે ડૉ. મિલી : બહેન તમે મહેરબાની કરીને બહાર બેસો... વૉર્ડ બોય, તેમને બહાર લઈ જાવ... વૉર્ડ બોય : ચાલો બહાર બેસો... (બંનેને બહાર લઈ જતો હોય ત્યાં નર્સ અટકાવે.) નર્સ : જુઓ, બહાર કાઉન્ટર ઉપર જઈને ડિપોઝીટ ભરી ફાઈલ બનાવી લાવો... (નર્સ એક કાગળ હાથમાં આપે તે લઈને બંને જણા બહાર જાય.) ડૉ. મિલી : બી.પી. કન્ટ્રોલમાં નથી આવતું. ઈ.સી.જી લેવો પડશે. નર્સ ઈ.સી.જી.ની તૈયારી કરો.. નર્સ : યસ. ડૉક્ટર. ડૉ. મિલી : અને ઑકિસજનનું માસ્ક આપો. હું ડૉ. અગ્રવાલ સાથે ફોન ઉપર વાત કરી લઉં. (ફોન ઉપર) ગુડ ઈવનિંગ ડૉક્ટર. હું ડૉ. મિલી... સોરી સર પણ એક ઈમર્જન્સી કેસ છે... બી.પી. કન્ટ્રોલ નથી થતું... શ્વાસ લેવામાં તકલીફ છે... યસ સર આલ્કોહોલિક કન્ડિશન છે. યસ... પણ સર તમે આવો છો ને ? ઓ.કે... ઓ.કે. સર. યસ આઈ વિલ ટ્રાય ટુ હેન્ડલ ધીસ કેસ... ઓ.કે. થેંકયુ સર નર્સ : સાહેબ નથી આવતા... ? ડૉ. મિલી : ના... જરૂર પડે તો ફોન કરીશું... (પત્ની તથા પુત્ર પાછા ફરે છે.) પત્ની : ડૉ.સાહેબ અત્યારે અમારી પાસે પૈસા નથી... ડિપોઝીટના તૈણ હજાર માંગે છે... મારી પાસે તો માંડ ૫૦૦—૭૦૦ હશે... ડૉ. મિલી : કાંઈ વાંધો નહીં, કાલે જમા કરાવજો. પત્ની : પણ એ તો ફાઈલ બનાવવાની જ ના પાડે છે. ડૉ. મિલી : હું કહું છું (ફોન ઉપાડે) અને હા.. આ દવાઓ બહાર મેડિકલ સ્ટોર ઉપરથી લઈ આવો ... જલદી. નર્સ: ડૉક્ટર ... (ડૉ. મિલી બેડ તરફ ઘસે છે) ડૉ. મિલી : કન્ડીશન વધારે ક્રિટિકલ થતી જાય છે. નર્સ: યસ ડૉક્ટર... કદાચ આવતીકાલની સવાર... ડૉ. મિલી : નો... નેવર... આપણું કામ દર્દીને બચાવવાનું છે... નર્સઃ ડૉ. અગ્રવાલ કેમ આવવાની ના પાડે છે ? ડૉ. મિલી : ના નથી પાડી ... પણ મને નથી લાગતું કે અત્યારે આવે. (પત્ની તથા પુત્ર દવાઓ લઈને આવે છે. વૉર્ડ બોય તેને બહાર બેસવા કહે છે . બહાર દરવાજા પાસે કાચમાંથી બંને જણા જોતા ઊભા રહે છે. ડૉ. મિલી સતત પ્રયત્નો કરે છે. નર્સ તથા વૉર્ડ બોયને સૂચનાઓ આપતી રહે છે. બી.પી... કાર્ડીયોગ્રામ ... ઈન્જેકશન વગેરે ટ્રીટમેન્ટો ચાલુ જ રહે છે. દરમ્યાન સમય વીતી જતો હોય તેવું સંગીત ... ધીમે ધીમે સવાર પડે દર્દી શાંત થઈ ઊંઘી જાય... ડૉ. મિલી આખી રાત દોડધામથી થાકેલી જણાય નર્સ તથા વૉર્ડ બોય ઝોકાં ખાતાં હોય .. ડૉ. મિલી આખરે સંતોષ થતાં બહાર આવે.... પત્ની : (ડૉ. ને જોતાં) સાહેબ.... કેમ છે હવે... ? ડૉ. મિલી : હવે પહેલાં કરતાં સારું છે... અત્યારે ઊંઘે છે તો ઊંઘવા દો એમને ડિસ્ટર્બ નહીં કરતાં. હમણાં બીજા ડૉક્ટર આવશે ... (ડૉ. મિલી નીકળી જાય …. ડૉ.અગ્રવાલ આવે. નર્સ વૉર્ડ બોય સાથે પ્રવેશે... પેશન્ટને તપાસે ... રિપોર્ટ જુએ) ડૉ. અગ્રવાલ : ગૂડ...પેશન્ટની સાથે કોણ છે ? પત્ની : (આગળ આવતાં) હું છું સાહેબ... એમની ઘરવાળી. ડૉ. અગ્રવાલ : જુઓ અત્યારે તો સારું છે પણ થોડા દિવસ અહીં જ રાખવા પડશે. પત્ની : હા સાહેબ. તમારો પાડ માનું સાહેબ. મારા ઈમને બચાવી લીધા.. ડૉ. અગ્રવાલ : મારો નહીં, રાત્રે જે ડયૂટી ઉપર હતાં તે ડૉ. મિલીનો આભાર માનો. પત્ની : હા સાહેબ...તમારી વાત હાવ હાચી છે. ઈ ડૉકટરે તો બિચારાએ આખી રાત જાગીને મારા ઘરવાળાને બચાવ્યા છે. ઈમનો જેટલો પાડ માનું ઈટલો ઓછો .. ડૉ.અગ્રવાલ : (નર્સને) બટ વેર ઈસ ડૉ. મિલી ? આઈ મસ્ટ કોન્ગ્રેચ્યુલેટ હર ! નર્સ: એમની ડયુટી પૂરી થઈ ગઈ એટલે જતાં રહ્યાં હશે.. ! વૉર્ડ બોય : સર હમણાં મેં એમને જતાં જોયાં... ડૉ. અગ્રવાલ : ક્યાં જતાં જોયાં... ? વૉર્ડ બોય : એમના... ઘર તરફ. (નાટકના ટાઈટલની કૉમેન્ટ્રી, જે પૂરી થતાંની સાથે રેકોર્ડેડ અવાજમાં) અવાજ : થોડા જ વખતમાં ડૉ. મિલીની બદલી ડૉ.શ્રીનિવાસનના હાથ નીચે કીડની વૉર્ડમાં થઈ અને તેમના હાથ નીચે કામ કરતાં કરતાં ડૉ. મિલીએ ડૉ. શ્રીનિવાસનનો વિશ્વાસ જીતી લીધો.. ડૉ.શ્રીનિવાસન પણ ડૉ. મિલીનો કામ પ્રત્યેનો લગાવ જોઈને ખૂબ ખુશ હતા.. હોય જ ને ! કારણ, મિલીની અહીં સુધીની સફર તેમને જ તો આભારી હતી. (પ્રકાશ થાય ત્યારે ડૉ. શ્રીનિવાસન તથા ડૉ. મિલી જનરલ વૉર્ડમાંથી બહાર નીકળી તેમની ચેમ્બર તરફ જતાં હોય.) ડૉ. શ્રીનિવાસન : મિલી ! મિસિસ ભાટિયાના ફર્ધર રિપોર્ટ જોયાં ? ડૉ. મિલી : યસ સર, મને લાગે છે કે તેમણે હવે જેમ બને તેમ જલદી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી લેવી જોઈએ. ડૉ.શ્રીનિવાસન: રાઈટ યુ આર.. ! હવે વધારે સમય ડાયાલીસીસ ઉપર રહી શકે એમ નથી. ડૉ. મિલી : યસ સર, હવે તો અઠવાડિયામાં ત્રણ ત્રણ દિવસ ડાયાલીસીસ માટે આવવું પડે છે. ડૉ.શ્રીનિવાસન: ચાલો આપણે એમને પણ જોઈ લઈએ... ડૉ. મિલી: સર હું એમના રૂમમાં ગઈ હતી ત્યારે તેઓ જાગ્યાં ન હતાં, મેં જગાડવાની થોડી કોશિશ કરી પણ રાત્રે આપેલી મેડિસિનની અસરને કારણે... ડૉ. શ્રીનિવાસન : રાઈટ, એ મેડિસિનને કારણે ડ્રાઉઝિનેશ વધારે રહે છે... તો શું કરીશું .. મારી ચેમ્બરમાં તેઓ જાગે તેની રાહ જોતાં જોતાં કોફી પીશું.. ? ઓ. કે. ? ડૉ. મિલી : ઓ.કે સર (સામેથી ડૉ. રવિ આવતો દેખાય) ડૉ. રવિ : (ડૉ. શ્રીનિવાસનને) ગુડ મોર્નિંગ સર ! ડૉ. શ્રીનિવાસન : ગુડ મોનિંગ (પોતાની ચેમ્બરમાં જતા રહે) ડૉ. રવિ : ગુડ મોર્નિંગ મિલી .. ડૉ. મિલી. ડૉ. મિલી : : કેમ તારી સવાર આજે પણ મોડી ઊગી... યુ આર લેઈટ અગેઈન (ચેમ્બરમાં જતાં) ડૉ. રવિ : અરે ડૉ.ની ચમચી ઊભી તો રહે .. ડૉ. મિલી : શું છે ? ડૉ. રવિ : ક્યાં જાય છે ? ડૉ. મિલી : સરે મને ચેમ્બરમાં બોલાવી છે. ડૉ. રવિ : કેમ કોઈ ખાસ ડિસ્કશન છે ? ડૉ. મિલી : ના, માત્ર કોફી પીવા .. ડૉ. રવિઃ ગ્રેટ .. દિલ જીતતા તો કોઈ તારી પાસે શીખે .. ડૉ. મિલી : એ તારે શીખવાની ખાસ જરૂર છે. (ચેમ્બરમાં જતી રહે. પ્રકાશ બીજી બાજુ ઉપર થાય જ્યાં શુભાંગી એક બેડ ઉપર સૂતી છે. અને સૌરભ તેની સામે તે જાગે તેની રાહ જોતો બેઠો છે. શુભાંગી ઘીરે ધીરે આંખ ખોલે છે .) સૌરભ : ગુડ મોનિંગ શુભાંગી ! શુભાંગી : સવાર પડી ગઈ ? સૌરભ : દરેક રાત્રિ પછી સવાર તો પડે જ ને ? (કર્ટેન ખસેડતાં) જો વરસાદ બંધ થઈ ગયો છે અને તારો ગમતો સૂરજ પણ વાદળોની પાછળથી નીકળી આવ્યો છે. શુભાંગી : સૂરજને ક્યાં કોઈ problem છે કે એને મોડું થાય ? મારી જેમ હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે કે વારંવાર ડાયાલીસીસ કરાવવું પડે છે ? સૌરભ : સૂરજને ડાયાલીસીસ ? (હસે છે.) શુભાંગી : સૌરભ, રાત્રે વરસાદ પડયો હતો ? મને કેમ કંઈ યાદ નથી રહેતું ? હવે તો આમ સડન મેમરી લૉસ થઈ જાય છે.. આમ જ ધીમે ધીમે બધાં જ અંગો.. સૌરભ : ઓહ ! શુભાંગી. Please... ફરી એની એ જ વાત.. જો આજે ડાયાલીસીસ થઈ જશે એટલે સારું લાગશે. શુભાંગી : બસ, આમ જ કિનારો પકડી પકડીને તરવા કરતાં એક સુનામી આવે અને ડૂબાડી મારે એ સારું... નહીં ! સૌરભ: પણ સુનામી આવે તો માત્ર તને જ નહીં, આપણા બધાંને સાથે ઘસડી જાય. શુભાંગી : હવે સવાર—સવારમાં તમે પણ ? ચાલો કયારે જવાનું છે ડાયલીસીસ માટે.. ભવાની : (પ્રવેશતાં) ડૉ. શાહેબ આવે પછી .. કેમ છો બેન ? શારું છે ને ? અહીંની શારવારથી જલદી સારા થઈ જશો ! બધાં નશીબવાળા લોકો જ અહીં આવે છે. બોલો તમારો રૂમ નંબર કયો ? સૌરભ : શાતસો શાત. ભવાની : શારું શારું શાહેબ શવાર શવારમાં મશ્કરી ના કરો તો ન ચાલે ! ચાલો, મારે તો શાતસો શત્તર શુધીની ડયુટી છે. (ડૉ. શ્રીનિવાસન, ડૉ. મિલી તથા ડૉ. રવિ પ્રવેશે) ડૉ. શ્રીનિવાસનઃ હેલો મિસિસ ભાટિયા ! Good morning. શુભાંગી : Good morning Doctor. ડૉ. શ્રીનિવાસન : How do you feel now ? શુભાંગી : Better, રાત્રે ઊંઘ સારી આવી ગઈ હતી... but I am still feeling Drowsy ડૉ. શ્રીનિવાસન : Don't Worry, હમણાં અડધો કલાકમાં ડાયાલીસીસ થઈ જશે. you will feel better than. (દરમ્યાન નર્સ ટેમ્પરેચર લે છે.) નર્સ : (થર્મોમીટર જોતાં) નોર્મલ છે સર ! ડૉ. શ્રીનિવાસન : Good. Dr. Ravi, How are the lab reports ? Urea, Creatinine ? ડૉ. મિલી : સર આ રહ્યા. (રિપોર્ટ બતાવે છે. રિપોર્ટ જોતાં ડૉ. શ્રીનિવાસનના ચહેરા ઉપરના ભાવો બદલાતા જાય છે.) Sir compared to the last reports, urea & Creatinine, both are high. ડૉ. શ્રીનિવાસન : yes.. yes. સૌરભ : Is everything all right ? ડૉ. શ્રીનિવાસન : you please come with me. (ડૉ. શ્રીનિવાસન, ડૉ. રવિ તથા સૌરભ બહાર આવે છે. ડૉ. મિલી શુભાંગી પાસે જ રોકાય છે.) ડૉ. શ્રીનિવાસન : લૂક મિ. ભાટિયા, અભી તો ડાયાલીસીસ સે ચલેગા but you must find a donor as early as possible. સૌરભ: શું કરું ડૉક્ટર ! મારું તો બ્લડ ગ્રુપ જ મેચ નથી થતું. હવે શુભાંગીની બંને sistersના રિપોર્ટ્સ આવી જાય તો ખબર પડે. નર્સ: સર O.T.D. રિપોર્ટસ. ડૉ. શ્રીનિવાસન : જુઓ આવી ગયા. (રવિ રિપોર્ટ જુએ છે) ડૉ. રવિ : Sir, (જરા અટકીને) Not matching. ડૉ. શ્રીનિવાસન : Sorry, મિ. સૌરભ Organ Transplant Department informs that kidneys of both the sisters are not matching. સૌરભ : ઓહ.. નો.. What to do now ? doctor do something. દસ લાખ.. પંદર લાખ.. પચ્ચીસ લાખ ખર્ચવા હું તૈયાર છું જો કોઈ મારી શુભાંગીને પોતાની કીડની આપવા તૈયાર થાય તો..... ડૉ. શ્રીનિવાસન : Don't worry, Have a faith .. every problem has a solution (મૌસમને આવતી જુએ છે) યે મૌસમ કો હી દેખો .. મોસમ : Good morning. ડૉક્ટર અંકલ .. ડૉ. શ્રીનિવાસન : Very good morning my child. પણ કેમ અહીં આવી ? મોસમ : ભની ક્યાં છે ? મારે એનું કામ છે. ડૉ. શ્રીનિવાસન : ભની.. ? ડૉ. રવિ : સર.. ભવાની. ડૉ. શ્રીનિવાસન : ઓહ ! ભવાની. અહીં જ હશે .. દેખો યે સૌરભ અંકલ ઔર અંદર આન્ટી. go & say hello. યે મૌસમ ડીસોઝા. મોસમ : હેલો અંકલ ! સૌરભ : હેલો બેટા.... Very sweet girl. ડૉ. શ્રીનિવાસન : યે ભી એક Hope પે જી રહી હે . સૌરભ : કેમ... ? (દરમ્યાન ભવાની ઝડપથી દાખલ થાય છે !) ભવાની : શાહેબ શાતસો શત્તર નંબરના પેશન્ટને .. ડૉ. રવિ : શું થયું ? ભવાની : વોમીટ થઈ લોહીની ! ડૉ. શ્રીનિવાસન : કમ ઓન રવિ ! (બંને જણા જાય છે.) સૌરભ: (શુભાંગીને) જો આ મોસમ છે. તું એની સાથે વાત કર, હું નીચે જઈ દવાઓ લઈ આવું. મોસમ : હેલો આન્ટી. શુભાંગી : હેલો બેટા. મોસમ : આન્ટી તમને શું થયું છે. કેમ ઉદાસ છો .. ? શુભાંગી : મારી બંને કીડની... બેટા, હવે તને શું કહું ? જોને, મારે લીધે બધાં જ કેટલા પરેશાન છે. ડૉકટરો .. તારા અંકલ.. પણ તને શું થયું છે ? તારા મમ્મી—પપ્પા ક્યાં છે ? મોસમ : બંને ભગવાન પાસે ચાલી ગયાં. પહેલા પપ્પા અને પછી મમ્મી. શુભાંગી : બીજું કોઈ નથી તારી સાથે ? મોસમ : ઘણાં બધાં છે. પણ બધાંએ મળીને મને અહીં દાખલ કરી દીધી. પપ્પા મમ્મીના જવાથી મોસમની મોસમ બદલાઈ ગઈ છે. હવે મારે ઘરે નથી જવાનું .. સ્કૂલ નથી જવાનું.. બસ અહીં જ રહેવાનું છે... શુભાંગી : બેટા અહીં આવ ને મારી પાસે .. મોસમ : ના આન્ટી... અને તમે પણ મારી પાસે ન આવતાં.. કોઈ મારી પાસે નથી આવતું . કોઈ વ્હાલ નથી કરતું .. એક મારો આ ભવાની સિવાય .. ભવાની : (બૂમો મારતો) બેબી.... મૌશમ... અરે તું અહીં છે. આખી હૉસ્પિટલમાં શોધી આવ્યો... ચલ તારા નાશ્તાનો શમય થઈ ગયો .. (બંને જણા બહાર જાય છે. ભવાની જતાં જતાં) બેન હમણાં આવું છું હો ! શુભાંગી : પણ ભવાની અહીં આવ તો. ભવાની : બોલો બેન. શુભાંગી : આ મોસમ .. મોસમને શું થયું છે ? શુભાંગી : AIDS. મોશમ HIV positive છે. એનાં મમ્મી પપ્પા પણ AIDSમાં જ... ભવાની : શુભાંગી : શું ? ભવાની : હા...(મોસમ પાછી અંદર આવે છે.)

મોસમ : ચલ ને ભવાની... કેમ અટકી ગયો ? બાય આન્ટી. શુભાંગી : બાય.. પાછી મળવા આવશે ને ? (બંને બહાર નીકળી જાય.) મોસમ : (બહારથી) આવજો આન્ટી... (શુભાંગી વિચારોમાં પડી જાય. સૌરભ દાખલ થાય તેની ખબર પણ નથી પડતી.) સૌરભ: શું વિચારમાં ખોવાઈ ગઈ ? શુભાંગી : સૌરભ તમને ખબર છે .. આ મોસમ .. સૌરભ : હા નીચે મને ડૉ. રવિએ વાત કરી. મોસમના ફાધર પણ આ જ હૉસ્પિટલમાં હતા. AIDSમાં મૃત્યુ પામ્યા .. પછી એની મમ્મી પણ .. મોસમને નાની મૂકીને જતાં રહ્યાં પણ જતાં જતાં આપતાં ગયાં AIDS. ભવાની એની ખૂબ કાળજી રાખે છે .. કોઈ નથી એનું .. (બંને જણા મૌનમાં સરી પડે છે.) સૌરભ : શું વિચારે છે ? શુભાંગી : શું થશે આ નાનકડી મોસમનું ? કેવી ખીલતી કળી જેવી છે ! ખરેખર બીજાનું પહાડ જેવું મોટું દુઃખ જોઈએ ને ત્યારે આપણું દુઃખ ખૂબ નાના તણખલા જેવું લાગે. સૌરભ: હવે તને ખ્યાલ આવે છે ને ? મુશ્કેલીઓ આપણને હંમેશાં બળવાન બનાવે છે. અને થોડું ધૈર્ય રાખવાથી આપત્તિરૂપી નદીઓને સુખપૂર્વક પાર કરી શકાય છે. સારું, જો OTDમાંથી રિપોર્ટ્સ આવી ગયાં છે. તારી બંને બેનોની કીડની ચાલી શકે એમ નથી. શુભાંગી : જે થયું તે સારું થયું. બંને મારાથી કેટલી નાની છે ! (દુર્ગાદેવી પ્રવેશે છે.) દુર્ગાદેવી: કેમ છે બેટા શુભાંગી ? શુભાંગી : સારું છે મમ્મીજી. સારું થયું તમે આવી ગયાં. દુર્ગાદેવી: કેમ.. ? શુભાંગી : જુઓ હમણાં જ રિપોર્ટ્સ આવ્યા તે પ્રમાણે મારી બંને બેનોની કીડની મેચ નથી થતી. દુર્ગાદેવી: Oh, It's a sad news... સૌરભ, ડૉક્ટર સાથે વાત કરી કે નહીં ? સૌરભ : હા મમ્મી . ડૉક્ટરનું કહેવું છે કે હવે ડાયાલીસીસ ઉપર વધુ સમય નહીં ચાલી શકે. We must find donar. નહીં તો આપણે હાર માન્યે જ ... દુર્ગાદેવી: ના... કદી નહીં... પણ (ઘડિયાળમાં જોતાં) મારા એક બે કૉન્ટેક્ટસ છે. આપણે હમણાં જ મળવા જવું પડશે. સૌરભ: પણ શુભાંગીની પાસે કોઈક તો જોઈએ જ ને ! હમણાં ડાયાલીસીસ માટે લેવા આવશે. દુર્ગાદેવી: આપણે કોઈ નર્સને કે કોઈ ડૉક્ટરને વિનંતી કરીએ. શુભાંગી : અરે, મારે કોઈની જરૂર નથી. (મિલી પ્રવેશે છે.) ડૉ. મિલી : હેલો મેડમ .. શું વાત છે ? દુર્ગાદેવી: કાંઈ નહીં ડૉક્ટર .. આ શુભાંગીની ચિંતા .. ડૉનર માટે મારે એક બે કોન્ટેકટ્સ છે. અમારે અત્યારે જ જવું પડે એમ છે. જો અહીં કોઈ નર્સની વ્યવસ્થા થાય તો... ડૉ. મિલી : હું હમણાં ફ્રી જ છું... હું આન્ટી પાસે બેસું છું. દુર્ગાદેવી: Thanks. (શુભાંગીને) જો આનંદ હમણાં આવતો જ હશે. અમે જઈને આવીએ છીએ. (બંને જાય છે.) ડૉ. મિલી : આ આનંદ કોણ છે ? શુભાંગી : મારો દીકરો... એકનો એક. લગભગ તમારી ઉંમરનો જ હશે. પણ તમારે ડયુટી હશે ને.. ! ડૉ. મિલી : મારી ડયુટી પૂરી થઈ ગઈ છે. મારી મધરને ચેક—અપ કરાવવાનું છે. એટલે મારા પેરન્ટ્સ હમણાં આવતાં જ હશે. એટલે રોકાઈ છું, ઘરે નથી જતી. શુભાંગી : દૂર હશે કેમ તમારું ઘર, ક્યાં છે ? (મિલી જવાબ આપે એ પહેલા જ મોસમ ઢીંગલી લઈ દોડતી આવે) ડૉ. મિલી : શું થયું મોસમ ? શુભાંગી : ધીમે બેટા, કેમ દોડતી આવી ? મોસમ : આન્ટી ! હાઈડ એન્ક સીક વીથ ડેવિલ રમીએ છીએ, રાક્ષસ સાથે છૂપાછૂપી, ઓ જલદી મને છુપાડી દોને, હમણાં ભની આવશે. શુભાંગી : અરે તને ક્યાં સંતાડું ? આ લે અહીં આવ, મારી પાછળ સંતાઈ જા. ભવાની : (આવે) મોશમ, બેબી મોશમ, મોશમ બેબી. (મોસમ ઈશારાથી ચૂપ રહેવાનું બતાવે) શુભાંગી : મોસમ અહીં નથી આવી. (માસ્ક જોતાં) ઓ બાપ રે, આ શું ભવાની ? ડૉ. મિલી : ભવાની શું તું પણ ! આ ડીલકસ રૂમ છે. VIP પેશન્ટ છે, પછી સુપ્રિટેન્ડન્ટ બોલશે હં... શુભાંગી : ના ના કંઈ વાંધો નહીં, મને તો કોઈ આવે તો ખૂબ ગમે, જરા સારું લાગે. ભવાની : અરે મિલીસાહેબ, મારી ડયૂટી તો પૂરી થઈ ગઈ છે, આ તો મોશમબેબીને પકડવા આવ્યો છું, ક્યાં છે ? ક્યાં છે મોશમબેબી ? (મોસમ પાછળથી આવે, ભવાનીને ધક્કો મારે, મોઢું જોઈ ચીસ પાડે, માસ્ક ખેંચી કાઢે) ભવાની : એ...આઉટ... મોસમ : ના ભની તું આઉટ. ભવાની : તું મોસમ : ના તું તું તું... ભવાની : હા મારી મા હું આઉટ, ચાલ, ચાલ મોશમબેબી દવાનો શમય થઈ ગયો. પછી ખાંશી કેવી રીતે શારી થશે ? મોસમ : ના, મારે દવા નથી પીવી આજે. ભવાની : પીવી જ પડે, (મોસમ પગ પછાડી આનાકાની કરે) મિલીસાહેબ, તમે જ શમજાવોને આને. ડૉ. મિલી : નો મોસમ, You must take daily. શુભાંગી : બેટા અહીં આવ, પી લેજે હં દવા, જો હું રોજ કેટલી બધી દવા પીઉં છું, દવા પી લેજે ને પછી આ એપલ ખાઈ લેજે. મોસમ : ઓ.કે. આન્ટી, થેંકયુ આન્ટી, આઈ લાઈક યુ આન્ટી, બાય બાય આન્ટી (વ્હાલ કરી ભવાની સાથે જાય) શુભાંગી : કેટલી વ્હાલી છે નહીં આ ઢીંગલી ! ડૉ. મિલી : અરે, આખી હૉસ્પિટલની લાડલી છે, જોજોને તમને રોજ મળવા આવશે. હંમેશાં વડીલોની હૂંફ શોધે છે, આજે મારાં મમ્મી પપ્પાને પણ મળ્યા વગર નહીં રહે. શુભાંગી : એ જ તો વાત કરતાં હતાં આપણે, તમારાં મમ્મી પપ્પાની, એઓ આવેને તો મને મળાવજો, અહીં નજીક જ રહેતાં હશોને તમે ? તમારું ઘર ક્યાં છે ? ડૉ. મિલી : મારું ઘર ? (ફેન્ટસી – ગોળ ફરતા ફરતા) હું જ્યાં હોઉંને... એ જ મારું ઘર. શુભાંગી : (ઢંઢોળતા) પણ તમે મને કહ્યું જ નહીં કે તમારું ઘર ક્યાં છે ? ડૉ. મિલી : મારું ઘર ? હું જ્યાં હોઉં એ જ મારું ઘર ! આમ પણ ૨૪ કલાકની ડયુટીમાં ઘણી વાર હૉસ્પિટલ જ ઘર બની જાય છે અને પેશન્ટ એ જ રીલેટીવ્સ ! શુભાંગી : ગજબ છો તમે. ડૉ. મિલી : મને તું કહેશો તો ચાલશે. મારી મમ્મીની ઉંમરનાં તો છો તમે ! મારી મમ્મી જેવાં જ ! પણ તમારાં સાસુજી .. આ ઉંમરે પણ કેવાં એકટીવ, ઈમ્પ્રેસીવ ને કમાન્ડીંગ છે ! શુભાંગી : એ વર્ષોથી એવાં જ છે .. હું સૌથી પહેલાં મળેલી ત્યારે નર્વસ થઈ ગઈ હતી .. ઈન્ટરવ્યુ આપવા ગઈ હતી. ઈન્ટરવ્યુ આપતા તો એટલો ગભરાટ થતો હતો કે .. મને બરાબર યાદ છે .. મેડમે ત્રણ ફાયનલિસ્ટ નક્કી કર્યાં હતાં. એમાંની હું એક હતી. બીજે દિવસે મેડમે મને કેબિનમાં મળવા બોલાવી... અને ત્યાં જ સૌરભ સાથે પણ પહેલી મુલાકાત થઈ હતી. (શુભાંગી સ્થિર થઈ જાય છે)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય – ૨

(બીજી બાજુ દુર્ગાદેવીની ઑફિસ... લાઈટ થાય ત્યારે દુર્ગાદેવી ખૂબ કામમાં હોય. રીસેપ્શનિસ્ટ પ્રવેશે.) રીસેપ્શનિસ્ટ : મેડમ ન્યુઝ ચેનલની રિપોર્ટર મિસ માનસી આપને મળવા માંગે છે. દુર્ગાદેવી: શા માટે આવી છે ? રીસેપ્શનિસ્ટ : આજે womens day છે માટે આપનો શુભ સંદેશ લેવા આવી છે દુર્ગાદેવી :O.K. but five minutes only. રીસેપ્શનિસ્ટ : અને મેડમ પેલી P.A. માટે બોલાવી હતી ને તે શુભાંગી .. દુર્ગાદેવી: એને હમણાં બેસાડ, પછી બોલાવીશ. (ફોન રણકે છે. રીસેપ્શનિસ્ટ ઊંચકે છે.) રીસેપ્શનિસ્ટઃ હેલો, મેડમ સૌરભ સર. હી ઈસ ઓન લાઈન .. દુર્ગાદેવી: હેલો બેટા આવી ગયો ? (રીસેપ્શનીસ્ટ ને જવા ઈશારો કરે છે.) શું ફલાઈટ લેઈટ હતી.. ? o.k. ફ્રેશ થઈને આવી જા પછી P.A.ના ઈન્ટરવ્યુ બાબત વાત કરીશું .. બાય ધ વે લંડનની ટ્રીપ કેવી રહી ? ક્રોમવેલ ઈન્ડસ્ટ્રીઝનો રીસ્પોન્સ કેવો રહ્યો ? સૌરભ : ફેન્ટાસ્ટિક મમ્મી, હું આવીને વાત કરું છું. દુર્ગાદેવી: O.K. બાય. સૌરભ : બાય. દુર્ગાદેવી : Send the Media people in. (ફોન ઉપર) માનસી : Good morning Ma'm, Happy Women's day. દુર્ગાદેવી : same to you. માનસી : Thanks, મેડમ, આજે વિશ્વ મહિલા દિને આપનો સંદેશો રેકોર્ડ કરવા માંગીએ છીએ. દુર્ગાદેવી: O.K. પણ વિષય શું રાખ્યો છે ? માનસી : સ્ત્રીભ્રૂણ હત્યા .. દેશમાં ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા ... વિશે... દુર્ગાદેવી: O.K. રેડી ? માનસી : વન મિનિટ (કેમેરામેન કેમેરો ગોઠવે) O.K. Start. માનસી : મિત્રો, આજે આપણી સમક્ષ શહેરના મશહૂર બિઝનેસ વુમન શ્રીમતી દુર્ગાદેવી ભાટિયા હાજર છે. પોતે એક મહિલા હોવા છતાં એક સફળ કોર્પોરેટ લેડી છે. આ શહેરમાં ભાગ્યે કોઈ વ્યક્તિ એવી હશે જેને શ્રીમતી દુર્ગાદેવીના પરિચયની જરૂર હોય. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિને આપનો સંદેશો અમારા દર્શકમિત્રો માટે ખૂબ મહત્ત્વનો છે. દુર્ગાદેવી: સર્વપ્રથમ તો તમામ મહિલા દર્શકોને આજના મહિલા દિનની શુભેચ્છા .... માનસી : મેડમ, આજે દેશમાં ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા વિશે અમારા દર્શકોને શું કહેશો ? દુર્ગાદેવી : સ્ત્રી એ શકિત છે. જગત આખામાં ઊર્જાના સ્રોત સમી એ પ્રસરી રહી છે. એની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે. માટે સ્ત્રીભ્રૂણ હત્યા રોકવી જોઈએ. જીવનમાં અનેક ઝંઝાવાતોનો સામનો કરી સ્ત્રી એના પિતા તેમજ પતિ બંનેના ઘરને પ્રજ્વલિત કરે છે. હવે મારો જ દાખલો લો. મારું સમગ્ર જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે. છતાં એનો સામનો કરીને આજે હું એક સફળ બિઝનેસ મૅગ્નેટ બની છું. આજે સ્ત્રીને પુરુષ સમોવડી કહેવામાં આવે છે. પણ હું તો કહીશ કે સ્ત્રી આજે પુરુષથી આગળ નીકળીને અવકાશયાત્રી બની છે. અને આજના દિવસે મારો એક જ સંદેશ છે કે સ્ત્રી જીવનમાં આવનારી મુસીબતોનો સામનો ઘીરજ અને શૌર્યથી કરશે તો એ આવતીકાલનો ઇતિહાસ બની રહેશે. માનસી : Thank you મેડમ.. આપનો આ સંદેશો દર્શકો માટે ખરેખર પ્રેરક બની રહેશે.. તો મિત્રો, આ હતાં શહેરના પ્રખ્યાત લેડી શ્રીમતી દુર્ગાદેવી ભાટિયા .. (કેમેરા—લાઈટ વિ. પેક અપ કરતાં દુર્ગાદેવીને) થેંકયુ મેડમ... થેંકયુ વેરી મચ... આજે રાત્રે ૮.૦૦ કલાકે અમારી ચેનલ ઉપર જોવાનું ભૂલતાં નહીં. દુર્ગાદેવી: અરે, પણ આમ એમ ને એમ થોડું જવાતું હશે .. ચા—કોફી, કોલ્ડ્રિંકસ... માનસી : થેંકયુ મેડમ.. પણ ફરી કોઈ વાર.. તમારો એક એકસકલુઝીવ ઈન્ટરવ્યુ કરવો છે.. આપની આખી લાઈફ.. આખા પરિવાર ઉપર.. ત્યારે મળીશું. દુર્ગાદેવી: O.K. માનસી .. પ્રોમિસ. માનસી : થેંકયુ વન્સ અગેઈન. (બહાર નીકળી જાય. સૌરભ પ્રવેશે છે.) સૌરભ: મમ્મી આ બધું તોફાન... કોણ હતાં.. ? દુર્ગાદેવી: ન્યુઝ ચેનલવાળાં... આજે વિમેન્સ ડે છે ને. તે માટે મારો સંદેશો લેવા આવ્યાં હતાં.. સૌરભ : તું પણ શું મમ્મી .. દુર્ગાદેવી : એ તું નહીં સમજે.. હા.. પણ લંડનમાં શું કરી આવ્યો તે કહે .. સૌરભ : અરે, મમ્મી .. પહેલી જ મુલાકાતમાં એવો તો જાદુ કર્યો કે સીધો ઓર્ડર જ મળી જશે .. જરા ચેક કરી જો કદાચ આવી ગયો હશે. દુર્ગાદેવી : I am proud of you my son. સૌરભ : Thank you mamma, તમારી જ ટ્રેઈનિંગનું આ પરિણામ છે. દુર્ગાદેવી: આ ઓર્ડર આપણા માટે માઈલ સ્ટોન પુરવાર થશે. અને તેના બેઈઝ ઉપર યુરોપમાંથી ઘણા સારા ઓર્ડર મળે એમ છે. સૌરભ : યસ મોમ, તેથી જ મે કાલે production,engineering, marketing અને purchaseની joint meeting રાખી છે. તેમાં ઓર્ડરનું execution plan થશે. દુર્ગાદેવી: Very good. અને હં.. મારી P.A. ના સિલેકશન માટેના ત્રણ finalist હતા. એમાંથી જે સૌથી સારી લાગી હતી એ હાજર છે તું પણ એને જોઈ લે. અને સારી લાગે તો આજથી જોઈન કરી એનું કામ વિ. બતાવી દેજે. મારે એક મિટિંગ અને Women's day function એટેન્ડ કરવાનું છે. O.K. Bye. સૌરભ : શું નામ છે એનું ? દુર્ગાદેવી : શુભાંગી .. મિસ શુભાંગી મહેતા (બહાર જાય છે.)

સૌરભ : (ઈન્ટર કોમ પર) મિસ શુભાંગીને અંદર મોકલો. (શુભાંગી પ્રવેશે છે.) શુભાંગી : ગૂડ મોર્નિંગ સર ! સૌરભ : ગૂડ મોર્નિંગ... Please be seated. શુભાંગી : Thank you sir... સર મેડમ ગયાં ? ક્યારે આવશે ? સૌરભ: તમને પ્રથમ બાળક દીકરી જોઈએ કે દીકરો ? શુભાંગી : what ? સૌરભ : મમ્માની સ્પીચનો આ subject છે. એકાદ કલાક ચાલશે ફંકશન. હવે તેઓ કદાચ કાલે જ આવશે. શુભાંગી : કાલે.. ? તો...હું... સૌરભ : તમે... શુભાંગી : હું.... સૌરભ: હા તમે .. ક્યારથી કંપની જોઈન કરવા માંગો છો ? શુભાંગી : હું..હા... સૌરભ : You are selected. શુભાંગી : Thank you sir, તમે મને સિલેક્ટ કરી એ બદલ... મારે આ જોબની બહુ જરૂર હતી. મારા ફાધર બીમાર છે... ઘરમાં બીજું કોઈ જ કમાનાર નથી. સૌરભ : મેં નહીં, મારી મમ્મી આઈ મીન દુર્ગાદેવીએ તમને સિલેક્ટ કર્યાં છે. તમે એમને થેંકયુ કહી શકો છો. શુભાંગી : મારી abilitiesમાં વિશ્વાસ રાખી મારી પસંદગી કરી છે તો .. સર I will try my best. સૌરભ : અઘરું છે... આઈ મીન મારી મમ્મી.. દુર્ગાદેવીનો વિશ્વાસ જીતવો એ .. જુઓ હું તમારા કામ કરતાં તમારા બોસથી તમને પરિચિત કરાવું એ જરૂરી છે. એઓ સ્ટ્રિક્ટ છે. પંકચ્યુઅલ છે. વર્કોહોલિક છે. સેલરીની બાબતમાં ઉદાર, liberal છે પણ જો તમે એના બની શકો તો. શુભાંગી : એમ ! સૌરભ : સામી તરફ બીજાને એ પોતાના જેવા જ ઇચ્છે છે. નહીં તો આ પાર કે પેલે પાર. જેટલા જલદી જોબ પર લે, એટલા જલદી છૂટા પણ કરી દે છે. શુભાંગી : સર, હું મેડમને ફરિયાદનો કોઈ મોકો નહીં આપીશ. સૌરભ : એવું આગળ ઘણાએ કહેલું. શુભાંગી : હું કરી બતાવીશ સર. તમે મારી ડયુટી સમજાવો સર. સૌરભ : ડયુટી તો દુર્ગા મેડમ સાથે રહેશો એટલે આપોઆપ જ સમજાઈ જશે. સૌરભ: આમ પણ તમે છોકરીઓ શોખ માટે ટાઈમ પાસ કે પોકેટ મની માટે તો જોબ કરતા હો છો, ચાર—છ મહિના થાય તો કરવાની ત્યારબાદ બીજી જોબ કેમ ? શુભાંગી : (ગુસ્સાથી જોઈ રહે છે) સૌરભ: કેમ કંઈ જવાબ ન આપ્યો ? મૌન સંમતિનું ચિહ્ન હોય છે. શુભાંગી : તમે જેને ચૂપ કરો, એ કંઈ તમારી માન્યતા મુજબના નથી બની જતા પણ અમુક કક્ષાએ પુછાતા સવાલના જવાબમાં શક્તિ વેડફવી યોગ્ય નથી હોતી સર. સૌરભ: ઓહ young lady તો આપને ખરેખર job ની જરૂર છે. એમ ! શુભાંગી : હા, સર. મારા ફાધર અઢી વર્ષથી બીમાર છે, ઈન્ફેકટ હું એમને હમણાં હૉસ્પિટલમાં એડમિટ કરીને જ આવી છું. મારી બે નાની બેનો છે, મમ્મીને સહાયરૂપ થવા મારે jobની ખાસ જરૂર છે. સૌરભ : Oh I am sorry. લો આ ફાઈલ પેપર સાઈન કરો. શુભાંગી : થેંકયુ યુ વેરી મચ. (સાઈન કરવા બેસે, એક વ્યક્તિની એન્ટ્રી) વ્યક્તિ: મિસ શુભાંગીબેન ? શુભાંગી : હં બોલો.. વ્યક્તિ : તમારા ફાધર... શુભાંગી : શું થયું મારા ફાધરને ? વ્યક્તિ : તમારા ફાધર હૉસ્પિટલમાં સિરિયસ છે. શુભાંગી : ઓહ... સર એકસકયુઝ મી (ઉતાવળે) સૌરભ : યસ ઓ. કે. (જવાનો ઈશારો કરે) (બ્લેક આઉટ) (ત્રણેક મહિના બાદ, દુર્ગાદેવી, સૌરભ ઑફિસમાં) દુર્ગાદેવી: ખૂબ સિન્સિયર છે શુભાંગી, એના fatherના deathના ત્રીજા દિવસે હાજર થઈ ગઈ હતી, ત્રણ મહિનામાં એણે એટલું પીક અપ કર્યું છે કે હવે મને તેના વગર ચાલતું નથી. સૌરભ: હા મમ્મા, આપણી વર્સોવાની ફેકટરી, કેટલા વખતથી બંધ હતી, તે છેલ્લા ત્રણેક મહિનામાં ચાલુ થઈ ગઈ. આપણું yearly target છેલ્લા મહિનામાં તો લગભગ પૂરું થઈ ગયું. એને લીધે આ વર્ષે 70%નો growth મળશે. દુર્ગાદેવી : ગુડ … સૌરભ, શુભાંગી આપણે માટે Lucky છે. સૌરભ : મમ્મા એક વાત પૂછું ? દુર્ગાદેવી: હં શું ? સૌરભ : મમ્મી તું આટલી બધી forward છે તો તું Lucky unlucky કે ગ્રહદશા, જયોતિષ, બધાંમાં કેમ આટલું બધું માને ? દુર્ગાદેવી: બેટા, મારા પર વીત્યું છે જ એવું કે, જવા દે, તું નહીં સમજે. દુર્ગાદેવી: એમાં શું વિચારમાં પડયો ?

સૌરભ: ખરેખર નથી સમજાતું. દુર્ગાદેવી: મારી આખી જિંદગી તારી સામે જ છે. તારા પપ્પાના અણધાર્યા મૃત્યુ બાદ મારે એટલું સહન કરવું પડયું છે કે, .. સૌરભ : હા મમ્મા. દુર્ગાદેવી: કે હું આ બધી વાતમાં ફકત માનતી નથી, શ્રદ્ધા રાખતી થઈ ગઈ છું અને મને તો સત્ય પણ લાગે છે. જો તમે તણખલા પર શ્રદ્ધા રાખો ને તો એ પણ તમને પાર ઉતારે. સૌરભ : પણ મમ્મા, બિઝનેસમાં પણ આવું બધું .. દુર્ગાદેવી : હા, પપ્પાના મૃતઃપ્રાય થઈ ગયેલા બિઝનેસને મેં આંસુ અને પરસેવાથી સીંચીને ફરી જીવિત કર્યો છે. ફકત તારા માટે, તું જ મારું સેન્ટર પોઈન્ટ, ધ્યેય કે મહત્ત્વાકાંક્ષા. તું એનું જતન કરી સુખી થાય, નામ કમાય. એવું એકમાત્ર લક્ષ્ય છે મારું. સૌરભ : તમારા જેવી મમ્મા અને બિઝનેસ વુમનનો હાથ, મારા માથા પર હોય તો હું બધું જ કરી શકીશ. (શુભાંગી ફાઈલ લઈ આવે છે.) શુભાંગી : મેમ, કાલે ઈન્ડોનેશિયાની પાર્ટી સાથેની ફાઈનલ મિટિંગ માટે શું કરવાનું છે ? દુર્ગાદેવી: હા, જો એ મોટી પાર્ટી છે. પ્રેઝન્ટેશન સરસ થવું જોઈએ. એમાં આપણા Productsની બધી details, આપણી capacity અને આપણા important કસ્ટમર્સનાં નામ પણ આવી જવાં જોઈએ. શુભાંગી : હા એ તો છે જ, પણ તે ઉપરાંત મેં આપણા important કસ્ટમર્સ પાસેથી એપ્રીસીએશન લેટર લઈને પ્રેઝન્ટેશનમાં સામેલ કર્યા છે. જુઓ મેમ, એની copy— દુર્ગાદેવી : વન્ડરફૂલ (ફાઈલ જોઈને) સૌરભ : વન્ડરફૂલ (શુભાંગીને જોઈને) (દુર્ગાદેવીની પારખુ નજર સૌરભના ઉદ્ગાર સાંભળી ત્રાંસી નજરે સૂચક જોઈ લે છે) દુર્ગાદેવી: સૌરભ બેટા, અમેરિકાથી રિયાનો ફોન હતો તારા માટે. સૌરભ : મમ્મા, તમે કરેલો ને ? દુર્ગાદેવી: (હસીને) હા મેં કરેલો. સૌરભ : કેમ ? દુર્ગાદેવી: હવે તારા માટે એનો શો વિચાર છે, એ જાણી લઉં ને ? સૌરભ : (ધીમેથી બોલે છે) She is past tense. દુર્ગાદેવી: શું શું ? સૌરભ : કંઈ નહીં મમ્મા એ મારી just friend હતી એટલે કહ્યું, 'She is past tense.' દુર્ગાદેવી: કે pass time ? સૌરભ : હવે છોડોને મમ્મા, એણે શું કહ્યું ? દુર્ગાદેવી : મેં સ્પષ્ટ પૂછ્યું નથી, પહેલાં તારી વાત જાણી લઉં ને, તેં કહેલું ને કે 'મારા દિલના કેમેરામાં ઓટોમેટિક, ક્લિક થઈ જાય એને હું પસંદ કરીશ.’ સૌરભ : મમ્મા, થઈ ગઈ છે. દુર્ગાદેવી: I know, I know, That's why I am asking ! May I know who is she ? સૌરભ : મમ્મા, you very well know. દુર્ગાદેવી, સૌરભ: શુભાંગી ! (શુભાંગી ફાઈલ લઈ પ્રવેશે) શુભાંગી : યસ મેમ ! (બંને ખચકાય છે) દુર્ગાદેવી: શુભાંગી, આજે મારે કામ છે, હું જલદી નીકળું છું. તું તૈયાર કરેલી ફાઈલ સૌરભને બતાવી દેજે. શુભાંગી : જી મેમ. (દુર્ગાદેવી જાય છે.) (શુભાંગી સૌરભને ફાઈલ બતાવે) શુભાંગી : સર આ ફાઈલ .. સૌરભ : (ફાઈલ જોઈ ગુસ્સાથી) આ શું ? શુભાંગી : કેમ શું થયું સર ? સૌરભ: આ કોટેશનમાં આટલા રેઈટ કેમ ભર્યા છે ? શુભાંગી : સર, દુર્ગામેમે કાલે જ મિટિંગમાં ફાઈનલ.. સૌરભ : દુર્ગામેમની બચ્ચી, મને શીખવે છે ? તને ખબર છે, તારી આ હરકતથી કેટલો મોટો લોસ થઈ શકે ? શુભાંગી : સર... સૌરભ : કોન્ફીડન્ટ, ના, હવે ઓવરકોન્ફીડન્સથી વર્ક કરે છે, આ બધું કંઈ ઈઝી નથી. શુભાંગી : પણ સર જુઓ, આ રેઈટ જ .. (ટેબલના ખાનામાં કાલની મિટિંગના પેપર શોધે.) સૌરભ : હવે શું શોધે છે ? મેં તૈયાર કરી ક્રોમવેલને કયારનું કોરિયર કરાવી દીધું. શુભાંગી : (ચોંકીને) ક્રોમવેલને નહીં સર.. એ તો કીર્લોસ્કરને મોકલવાનું હતું. ક્રોમવેલને નહીં સર.. સૌરભ : (માથું કૂટતા ખડખડાટ હસે) શુભાંગી : (કંઈ સમજાતું નથી એટલે ખાનામાંથી પેપર લાવીને) સર, આ રેઈટ બરાબર જ છે. જુઓ મિટિંગમાં ફાઈનલ થયેલા એ જ. મેં મોડે સુધી બેસીને ટાઈપ કર્યું હતું. મારી આંગળીઓ, ટેરવાં દાઝી ગયાં હતાં છતાં પણ .. સૌરભ : ઓહ્ ગોડ ! કેવી રીતે ? શુભાંગી : મમ્મી ટિફિન સર્વિસ આપે છે, કાલે કામ વધારે હતું, હું હેલ્પ કરવા ગઈ ને રોટલી શેકતાં જ મારા હાથ સીધા તવી પર .. સૌરભ : ઓહ sorry, આ તો ફકત મજાક હતી. શુભાંગી : મજાક ! સર, મજાક તમારા પૈસાવાળાને ફાવે. અમારી લાચારી તમને નહીં સમજાય. હજુ પપ્પાની બીમારીનું દેવું જ નથી ચૂકવી શકયા અમે .. સૌરભ : આઈ એમ એક્સટ્રીમલી સોરી ..

મોન્ટાજ —૧

(શુભાંગી ટેબલ પર પડેલી કોઈ ચીજ જુએ, કવર ખસેડે, અંદર કેક જુએ, સરપ્રાઈઝથી આજુબાજુ જુએ.) સૌરભ :(પ્રવેશતા) હેપી બર્થ ડે શુભાંગી. શુભાંગી : ઓહ સર તમે ? તમને કઈ રીતે ખબર મારી બર્થ ડે ? સૌરભ : અમે એમ્પલોયીના બાયોડેટા રાખતા હોઈએ છીએ. શુભાંગી : તો બધાં જ એમ્પલોયીને તમે આ રીતે વીશ કરો સર ? સૌરભ : સર નહીં, દોસ્ત, ફકત તને જ વીશ કરું છું, ફ્રેન્ડલી. શુભાંગી : (આભારવશ કેક કાપે) થેન્ક્સ. સૌરભ : અને આ નાનકડી ગિફટ.. શુભાંગી : ઓહ ! એની શી જરૂર હતી ? (ખોલે. સ્પ્રિંગવાળું મુક્કો મારતું ટોય નીકળે. ચીસાચીસ... સૌરભનું હાસ્ય)

મોન્ટાજ — ૨

(સૌરભ, શુભાંગી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત) સૌરભ : (ફાઈલ બંધ કરતા) ઓ મિસ શુભાંગી, હજુ કામ કરો છો ? લંચ ટાઈમ થઈ ગયો છે. (શુભાંગી જવાબ આપ્યા વગર કામમાં મગ્ન) મને ડર લાગે છે તમારાથી. ભવિષ્યમાં મોમની ચેર તમે જ સંભાળશો, આટલું વર્ક કરશો તો ! શુભાંગી : માફ કરજો સર, સપનામાં પણ મારો એવો કોઈ ઈરાદો નથી, આ તો મેડમના રાહ પર ચાલવાનો એક પ્રયાસ માત્ર છે. ચાલો પૂરું કર્યું બસ.. (ફાઈલ બંધ કરે) સૌરભ : very good.. રેસ્ટ પણ જરૂરી છે. એમાંથી વધુ રીફ્રેશ થાવ તો વધુ efficiencyથી કામ થાય એવું પણ તમારાં મેડમ જ કહે છે. શુભાંગી : જી . ઓ.કે. સર. સૌરભ :ચાલને આજે લંચ માટે બહાર જઈએ. શુભાંગી : લંચ ! સર હું તો લાવી છું લંચબોકસ. જુઓ મેં જ બનાવી છે આ સ્વીટ, ખાસ તમારે માટે. સૌરભ : ઓહ મારે માટે ! આ તો મેં લંચનું પૂછ્યું એટલે બહાનું કેમ ? શુભાંગી : નો નો સર .. આ કાલાજામુન તમારે માટે. સૌરભ : મારા ફેવરીટ, તને કઈ રીતે ખબર ? શુભાંગી : સર, બોસની પસંદ - નાપસંદનો અમે એમપ્લોયી ખ્યાલ રાખતા હોઈએ છીએ. સૌરભ : સાચ્ચે જ .. ! તો તો સ્વીટ હાથની સ્વીટ ડીશ માટે લંચ કેન્સલ અને આજનું ડીનર પણ .. (શુભાંગી મોઢામાં કાલાજામુન મૂકે) ઓહ્ માય ગોડ .. આ શું ? આટલું તીખું કાલાજામુન, આટલું મરચું નંખાતું હશે ગાંડી….. ! (કૂદાકૂદ) પાણી... પાણી... શુભાંગી : હજુ કરો મજાક મારી, રેઈટ ઓછા છે… ઓવર કોન્ફીડન્ટ... દુર્ગામેમની બચ્ચી... ને ગિફટ આપો ‘મુક્કા'ની. હું પણ તમને ગિફટ આપું છું. (પર્સમાંથી રબરની ગરોળી લઈ દોડે) સૌરભ : ફેંક ફેંક, મને આનાથી સખત ચીડ છે. ડર લાગે છે ફેંકી દે. શુભાંગી એટલે જ સ્તો... પણ આ રબરની છે. : સૌરભ : ખબર છે તો પણ .. (દોડાદોડી)

મોન્ટાજ —૩

શુભાંગી : સર મને બોલાવી ? સૌરભ : શુભાંગી તું કેટલી છે ? શુભાંગી : કેટલી એટલે ? સૌરભ : I mean, number of shubhangi ? શુભાંગી : shubhangi is only one & unique. સૌરભ: હા પણ શુભાંગી, હું જ્યાં પણ જોઉં છું ને, તું ને તું જ દેખાય છે. શુભાંગી : એ તો આ ઉંમરે એવું થાય. સૌરભ: ઓ દાદીમા, સાચે જ એવું થાય છે. કોઈને પણ જોઉ છું ને એમ જ લાગે, આ શુભાંગી છે. શુભાંગી : તો તો કોઈની આવી બની ! સૌરભ: મોમ સાથે કાલે કલ્ચરલ પ્રોગ્રામમાં ગયેલો. ગરબાની Entry શરૂ થઈ, પહેલી શુભાંગી દેખાઈ, પછી તો બીજી, ત્રીજી, ઓહોહોહો, સોળ સોળ શુભાંગીઓ ગોળ ગોળ ઘૂમવા લાગી ને મને જે ચકરાવે ચઢાવ્યો !

શુભાંગી: રીયલી ! સૌરભ : તને એવું ક્યારેક થાય ખરું ? શુભાંગી : ના ભાઈ ના, ટાઈમ જ ક્યાં છે ? સવારથી જ busy થઈ જવાય. સૌરભ : હવે તું વધારે busy થઈ જશે. શુભાંગી : કેમ ? સૌરભ : For your kind information, દુર્ગાદેવીને મેં મનાવી લીધાં છે. શુભાંગી : (આશ્ચર્યથી આંખ પહોળી થઈ જાય છે) મેમ માની ગયાં ? સૌરભ :લગભગ શુભાંગી : મારા ઘરની પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં ? સૌરભ : હા શુભાંગી : મારી મમ્મી અને બંને બહેનો મારી જવાબદારી છે, એવું જાણ્યા પછી પણ ? સૌરભ : પછી પણ. શુભાંગી : તે તો મેમની નજરમાં અમે ક્લિક થયા એમને ? સૌરભ : આરપાર. શુભાંગી : તમને કે મમ્માને પાછળથી પસ્તાવો તો નહીં થાય ને ? સૌરભ : (હસીને) મને તો હમણાંથી જ થઈ રહ્યો છે, જોકે મમ્માની ખબર નથી, પણ એ દરેક ક્ષેત્રમાં ભાવિનો વિચાર કરે છે. શુભાંગી : સૌરભ, I am serious. સૌરભ : of course, I am too. શુભાંગી : આપણે ખરેખર એકબીજાને પ્રેમ કરીએ છીએ ? સૌરભ : એની ડાઉટ ? શુભાંગી : Yes... No, No, No સૌરભ : તને દુનિયામાં સૌથી વધારે શું ગમે ? શુભાંગી : સૂરજ ! ઊગતો સૂરજ ગમે, વહેતાં ઝરણાં ગમે, દોડતાં હરણાં ગમે, વરસાદનાં ફોરાં ગમે, શીતળ ચાંદની ગમે.... તમને ? સૌરભ: મને... તને ગમતી દરેક વાત ગમે. શુભાંગી : હું કેમ માનું ? સૌરભ : આપણા પ્રેમના સોગંદ. શુભાંગી : એમ ? મેં એવું સાંભળ્યું છે કે, પુરુષો લગ્ન પહેલાં પ્રેમ કરવાના સોગંદ ખાય છે પણ લગ્ન પછી સોગંદ ખાવા જેટલો પ્રેમ પણ કરતા નથી. સૌરભ : ઓ મારી અમ્મા, આટલી નાની ઉમરમાં આટલી મેચ્યોરીટી ક્યાંથી આવી ? (શુભાંગી સીરીયસ થઈ જાય છે) શુભાંગી : સમસ્યાઓમાંથી, ઘણીવાર તો બધી બાજુએથી એટલા બધાં પ્રોબ્લેમ્સ વીંટળાઈ વળે છે, કે માણસ પોતે જીવે છે એવી ગેરસમજમાં જ શ્વાસ લીધા કરે છે. સૌરભ : મમ્માને તારી આ જ મેચ્યોરીટી, સમજદારી, વિવેક અને નમ્રતા અપીલ કરી ગઈ છે. શુભાંગી : પણ એકેય તક જતી કર્યા વગર હંમેશાં મારી વાત એમના મન સુધી પહોંચાડવાના તમારા ideas તમને કેવી રીતે આવતા ? સૌરભ: All Great ideas come from small beginnings. (નજીક જઈ પાસે ખેંચતા) (દુર્ગાદેવી આવે છે, બંને ખંચકાઈ જાય છે. સૌરભ જગ્યા પર બેસે છે. શુભાંગી જવા લાગે છે) દુર્ગાદેવી : શુભાંગી, અહીં આવ ! (શુભાંગી નજીક આવે છે) શુભાંગી : (નીચું જોઈને) જી મેમ. દુર્ગાદેવી: (ગુસ્સાથી) શુભાંગી, સૌરભ તમારા relation જે પણ હોય તે, એનો અંત લાવો તો સારું, મને મંજૂર નથી. સૌરભ : but મમ્મા, તમે તો કહેતાં હતાં ને કે... દુર્ગાદેવી: કહેતી નહોતી, હું પૂછતી હતી શુભાંગી વિશે. સૌરભ: but... She is... She is.... દુર્ગાદેવી: એટલે... એટલે શું હું તમારા મેરેજની Date નક્કી કરું ? It's not possible. સૌરભ : મમ્મા પણ ... પણ... દુર્ગાદેવી: (ફરીને હસી પડે) સૌરભ : મજાક કરે છે ને મમ્મા Thank you very much. (બંને પગે લાગે —શહેનાઈ)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય – ૩

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (દુર્ગાદેવીની ઑફિસ)

દુર્ગાદેવી: (ઈન્ટરકોમ પર) મારી નવી પી.એ.નો બાયોડેટા ચેક કરી, કૉલલેટર મોકલી દે. રીસેપ્સનીસ્ટનો અવાજ : હા, મેમ, તમે કહેલું, સૌરભ સર આવે પછી... દુર્ગાદેવી: હા, આજે આવી જશે, પાંચ દિવસ પછીની Date લખી દેજે. રીસેપ્સનીસ્ટનો અવાજ : yes, મેમ (દુર્ગાદેવીનો મોબાઈલ રણકે છે) દુર્ગાદેવી: (યેસ, ઓ આવી ગયા તમે ? કેવી રહી હનીમૂન ટ્રીપ ? બંને સારા છો ને ?..... દુર્ગાદેવી: ના, ના રીલેકસ થાવ, ચાર પાંચ દિવસ પછી ... થાકી ગયા હશો... દુર્ગાદેવી: પણ શું કામ ? જલદી મળવું છે ? બંને આવો છો ? સારું રાહ જોઉં છું. O.K. ? (શુભાંગી આવે છે. દુર્ગાદેવી સાનંદાશ્ચર્ય ઊભાં થઈ જાય છે.) શુભાંગી : મેમ... દુર્ગાદેવી: નો. શુભાંગી : સોરી, મમ્મીજી, તમે કેમ છો ? દુર્ગાદેવી : હં... પણ સૌરભ ક્યાં છે ? શુભાંગી : એ તો એરપોર્ટ ગયા, કેમ તમને કંઈ વાત નહીં કરી ? કહેતા હતા કે હું મમ્માને સરપ્રાઈઝ આપીશ. દુર્ગાદેવી: પણ એણે ફોન પર તો એમ કહ્યું કે... શુભાંગી : એરપોર્ટથી કર્યો હશે. દુર્ગાદેવી: હજુ એવો ને એવો છે, સરપ્રાઈઝ આપવાનું એને નાનપણથી જ ગમતું. શુભાંગી : તમે પણ અમને એટલી મોટી સરપ્રાઈઝ આપી, મેરેજની સાથે મોરેશિયસની Date નક્કી કરી દીધી એટલે અમને થયું, તમને પણ થોડી સરપ્રાઈઝ આપીએ. દુર્ગાદેવી: તારી તબિયત કેમ છે ? શુભાંગી : સારી છે મમ્મીજી. દુર્ગાદેવી: જો તું પ્રેગનન્ટ ન હોત ને તો પણ હું સૌરભને તારી સાથે જ પરણાવતે. બિઝનેસ વુમન છું, ક્યાંય ખોટ નહીં પરવડે. શુભાંગી : એટલે જ મમ્મીજી, સૌરભ કામ માટે બેંગલોર ગયા અને હું, આજથી ઑફિસ જોઈન કરું છું. દુર્ગાદેવી: ના બેટા, તું હવે આરામ કર. શુભાંગી: મમ્મીજી, સૌરભે પહેલા દિવસે જ કહેલું, મમ્મી જેટલા જલદી જોબ પર લે છે, એટલા જલદી છૂટા કરી દે છે. પણ છૂટા કરશો તો ય હું તો આવીશ. બધું સાથે હું સંભાળી શકીશ. દુર્ગાદેવી: હા મને ખબર છે, તું ખૂબ efficient છે પણ અમારે તો આવનારા અમારા પૌત્રની કેર કરવાની ને ? શુભાંગી: શું ખબર પૌત્ર જ હશે ! શું અમારી કુંડળી જોવડાવી છે ? દુર્ગાદેવી: હા, જોવડાવી તો છે પણ આપણે test કરાવી જોઈએ એટલે પાકી ખબર પડી જાય દીકરો છે કે દીકરી ? શુભાંગી : ને મમ્મીજી, દીકરી હોય તો ? દુર્ગાદેવી: મારે તો દીકરો જ જોઈએ. શુભાંગી : અરે પણ, દીકરી આપણને ક્યાં ભારે પડવાની ? દુર્ગાદેવી: અરે પણ, હું તો ફક્ત test કરાવવાનું જ કહું છું. આગળનો નિર્ણય તો પછી કરવાનો. શુભાંગી : મમ્મીજી, આ તો હજુ પહેલું બાળક છે. દીકરો કે દીકરી, કંઈ પણ આપણને તો મંજૂર જ હોય ને ? કોઈપણ પ્રથમવાર તો test ન જ કરાવે. આપણને દીકરી ક્યાં ભારે પડે ? આપણે એના વ્યવહાર તો સાચવી શકીશુંને ! દુર્ગાદેવી: એક શું, એકસો દીકરીઓના વ્યવહાર સાચવવાની ક્ષમતા છે આપણામાં, પણ તું હજુ નાદાન છે, તને ક્યાં ખબર છે ? ઘણા ઉચ્ચ ખાનદાનનાં લોકો પણ પ્રેગનન્સીમાં abortion કરાવી દેતા હોય છે, ખુદ ડોકટર્સ પણ ! શુભાંગી : ના મમ્મીજી, એ જે હોય તે, મારે કોઈ test નથી કરાવવી. મને તો દીકરી પણ ગમે અને સૌરભ કયારેય પણ એને માટે તૈયાર નહીં થાય. દુર્ગાદેવી: સૌરભ મારું વેણ કદી ઉથાપે નહીં. શક્ય હોય તો ચાલ આજે જ આપણે ટેસ્ટ કરાવી લઈએ. શુભાંગી : ના, મમ્મીજી મારે ટેસ્ટ...... દુર્ગાદેવી: Don't you listen to me ! મેં ડૉ.ને ફોન કરી દીધો છે. શુભાંગી : મમ્મીજી, જે પણ હશે તે, તમારી વંશવેલનું જ બીજ છે. તમારા કુળનો અંશ, એ દીકરી હશે તો આપણા ઘરનું અજવાળું... દુર્ગાદેવી: ઓહ નો, સ્ટોપ ઈટ શુભાંગી, નો મોર આરગ્યુમેન્ટસ. ધીસ ઈઝ ફાઈનલ શુભાંગી : મમ્મીજી...મારે... (ફોનની રીંગ.... દુર્ગાદેવી ફોન ઉપાડે. શુભાંગી હજી એ જ જગ્યાએ ઊભી છે, સામેની તરફ. જે દુર્ગાદવીને જોતી નથી ફકત સાંભળે છે. પોતાના વિચારોમાં.) દુર્ગાદેવી: હેલો.... શુભાંગી : મમ્મીજી મારે ટેસ્ટ નથી કરાવવી. દુર્ગાદેવી: શું... ? શુભાંગી : પ્લીઝ હું એના માટે તૈયાર... દુર્ગાદેવી: વૉટ ધ હેલ આર યુ ટોકિંગ ? શુભાંગી : પણ મમ્મીજી... દુર્ગાદેવી: બેંગલોર જતું ફલાઈટ... ક્રેશ.. ! ! ! શુભાંગી : (ઝાટકા સાથે ફરે, દુર્ગાદેવી પાસે દોડતી જાય) શું થયું મમ્મીજી ? મમ્મીજી.... દુર્ગાદેવી: સૌરભ ભાટિયા એમાં જ... (રડતાં...) શુભાંગી : મમ્મીજી... મમ્મીજી... સૌ..૨..ભ (બંને વળગીને રડે)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય – ૪

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ટી.વી. ઉપર ન્યુઝ ચેનલનો રેકોર્ડેડ અવાજ)

આજે સવારે દશ કલાકે મુંબઈથી બેંગ્લોર જતાં ઈન્ડિયન એરલાઈન્સના વિમાનને બેંગ્લોર હવાઈમથક ઉપર ઉતરાણ કરતી વેળાએ અકસ્માત નડયો હતો. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ૧૬૪ યાત્રીઓ સવાર હતાં. અમારા ખાસ ખબરપત્રીના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં ભારે જાનહાનિ થઈ હતી અને વિમાનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોની બચવાની શકયતાઓ નહીંવત છે. આ ઘટનાની વધુ વિગતો પ્રાપ્ત થતાં અમે આપને જણાવીશું... આજે પ્રધાનમંત્રીએ તેમની લખનૌની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતું કે... (ધીમે ધીમે અવાજ બંધ થતો જાય.) દુર્ગાદેવી: (માત્ર અવાજ) હેલો... હેલો. બેંગ્લોર એરપોર્ટ ઓથોરીટી... I am Durgadevi Bhatiya from Mumbai. My son Saurabh bhatiya was travelling in that flight.. please inform us... is he alive... please officer. Officer: Madam, still situation is not cleared.... identification & other formalities are just started... we can't say any thing just now. (ફોન કટ થવાનો અવાજ) (દુર્ગાદેવી બીજો નંબર ડાયલ કરે છે) દુર્ગાદેવી: હલો.. મિ. પટેલ, હું દુર્ગાદેવી... મારી Next flightની બેંગ્લોરની ટિકિટ બુક કરાવો... પટેલ : O.K. Madam. ટી.વી ન્યુઝનો અવાજ... બેંગ્લોર ખાતે નડેલા ઈન્ડિયન એરલાઈન્સના વિમાનના અકસ્માતમાં મૃત્યુ પામેલા યાત્રીઓની ઓળખવિધિ ચાલુ થઈ ગઈ છે. તેમાં મુંબઈના એક જ કુટુંબના ચાર વ્યક્તિઓની લાશો ઓળખી કાઢવામાં આવી છે. તેઓનાં નામ આ પ્રમાણે છે... શ્રી હિતેશ શાહ, શ્રીમતી કોકિલાબેન શાહ, શ્રી હરીશ શાહ અને શ્રીમતી હંસાબેન શાહ.... (હૉસ્પિટલના બિછાને બેઠેલી શુભાંગીના માત્ર ચહેરા ઉપર લાઈટ બાજુમાં બેઠેલી ડૉ.મિલી દેખાય છે.) શુભાંગી : અમે સતત બુલેટીન જોતાં હચમચી ગયેલાં... બચી ગયેલાંની પ્રથમ યાદીમાં સૌરભનું નામ ન હતું... અને મૃત્યુ પામેલાની યાદીમાં પણ ન હતું... હા અને આખરે ત્રીજું લિસ્ટ આવ્યું અને મિ.સૌરભ ભાટિયાનું નામ વાંચતાં જ જાણે હું ફરીથી જીવવા લાગી... મારા જીવમાં જીવ આવ્યો અને મારામાં પાંગરી રહેલા જીવમાં પણ. ડૉ. મિલી : પણ અંકલના સમાચાર જાણ્યા પછી તમારાં સાસુજીને પણ અહેસાસ થયો હશે કે તમારામાં પાંગરી રહેલો જીવ પુત્રી નહીં પણ પુત્ર જ છે. શુભાંગી : હા.. તમારી વાત એકદમ સાચી છે એવું જ બન્યું. પછી મમ્મીજીએ કયારેય ટેસ્ટ કરાવવા માટે પૂછ્યું જ નહીં... ડૉ. મિલી : અને સૌરભ અંકલ...એમનું શું થયું ? શુભાંગી : બહુ જ ખરાબ હાલત હતી એમની...મલ્ટીપલ ફેકચર્સ થયાં હતાં. છ મહિના હૉસ્પિટલમાં અને ત્યારબાદ ઘરના બિછાનામાં ગાળ્યા હતા... એમનું છેલ્લું પ્લાસ્ટર તૂટ્યું ત્યારે મને ૯મો મહિનો બેસી ગયો હતો... પણ અમારી એ ખુશી માત્ર એક પરપોટાની જેમ જ ક્ષણજીવી પુરવાર થઈ. (પ્રકાશ થાય ત્યારે શુભાંગી સ્ટેજના બીજા ખૂણે ગૂંથતી દેખાય, દુર્ગાદેવી પ્રવેશે) શુભાંગી : આવી ગયાં તમે ? સૌરભ ક્યાં છે ? હજુ આવ્યા નહીં ? દુર્ગાદેવી : હા.હા. સાથે જ લઈ આવી છું. છેલ્લું પ્લાસ્ટર તૂટી ગયું એટલે ભાઈ તો ફરતા થઈ ગયા. સીધો જ સ્ટડી રૂમમાં ગયો...નેટ પર કંઈ જોવા. શુભાંગી : ઓહો ! મને જોઈ આવવા દો. દુર્ગાદેવી: આવે જ છે, હજુ પણ ઘરમાં ફરવાની જ છૂટ અપાઈ છે. બહાર ચાલવાની મનાઈ છે. શુભાંગી : મમ્મીજી એક વાત પૂછું ? તમને એમ નથી લાગતું, નિમિત્ત થયેલું જ થતું હોય છે, આપણી ખરી, ખોટી માન્યતા ફકત માન્યતા જ રહે છે. દુર્ગાદેવી: બેટા, જિંદગીમાં જેને સહન કરવું પડયું હોય એ જ જાણે. મારા પર ઘણું વીત્યું છે, હવે મારી આવનારી પેઢી પર જરાય તકલીફ ન આવે એવું હું ઈચ્છું છું. જો સૌરભ આવી ગયો. (સૌરભ આવે છે, દુર્ગાદેવી અંદર જાય છે.) સૌરભ : જો શુભાંગી, પ્લાસ્ટર ગાયબ, હવે મેરેથોનમાં ય દોડી શકું. શુભાંગી :જી ના, ફકત ઘરમાં જ, બહાર પગ મૂકવાની ય પરમિશન નથી. સૌરભ: જાણી લીધું તમારાં મમ્મીજી પાસેથી ? બીજું શું શું જાણ્યું ? (નજીક આવે છે) શુભાંગી : ચાલો હવે, બધું પછી કહું છું. આ ક્રોશિયાનો સોયો વાગી જશે. લો હવે આ છેલ્લો જ ટાંકો છે. સૌરભ: રેસ્ટ કરવાને બદલે આ શું આખો દિવસ કંઈ ને કંઈ કારભાર કરતી રહે છે ? શુભાંગી : એવું કહેવાય છે કે પ્રેગનન્ટ સ્ત્રી જેટલું ગૂંથે ને, બાળકના વાળ એટલા સરસ આવે. સૌરભ: તું ય ખોટી માન્યતામાંથી તારી મમ્મીજીથી કમ નથી. પણ આપણને તો દીકરો છે ને ? as your મમ્મીજી સેઈડ, દીકરાના કેટલા વાળ જોઈએ ? ઓછા વાળવાળા વધુ સફળ બિઝનેસમેન બની શકે. ને પાછી સફેદ દોરાથી ગૂંથે છે એટલે વાળ પણ સફેદ જ આવશે. શુભાંગી : લો ક્યાં ખાલી સફેદ છે ? એમાં આ કેસરી રંગનાં કેસૂડાનાં ફૂલ તો જુઓ ! મેં જાતે ડિઝાઈન કરી છે, યુનિક પીસ તૈયાર થયો છે, દુનિયામાં આનો જોટો નહીં મળે. સૌરભ : તને કેસરી ભગવો રંગ બહુ ગમે કેમ ? શુભાંગી : હા, કામણગારો, કેસૂડાને આનાથી વધુ કયો રંગ સોહે ? દુર્ગાદેવી: ચાલ શુભાંગી આપણે મંદિરે જવાનું છે, આપણા મહારાજના કહેવા મુજબ વિધિ રાખી છે, આમ પણ નવમો બેસી ગયો છે. જુઓ મમ્મીજી મારી નવી બેગ ગૂંથાઈ ગઈ, એમાં જ પૂજાનો સામાન લઈ લઉં એટલે 'lucky' બેગ બની જાય, ચાલો જઈ આવીએ. દુર્ગાદેવી: સરસ બેટા, સૌરભ જરા ડ્રાઈવરને ફોન કરીને, નવી કાર લેવાનું કહી દે એટલે શુભાંગીને comfortable રહે. શુભાંગી : સુના જનાબ ? સૌરભ : હા જી, યોર વીશ ઈઝ માય કમાન્ડ. શુભાંગી : (પૂજાનો સામાન દુર્ગાદેવી પાસેથી લઈને પોતે ગૂંથેલી બેગમાં ભરી દે છે) ચાલો મમ્મીજી. સૌરભ : (ચાળા પાડતા) ચાલો મમ્મીજી, દુર્ગાદેવી : (ફરીને) શું ? શુભાંગી : કંઈ નહીં મમ્મીજી, બાય સૌરભ.. સૌરભ : બાય (સાસુ—વહુ મંદિરે જાય છે, સૌરભ એકલો પડે છે. મોબાઈલ પરથી બિઝનેસની વાતો કરે છે.)

સૌરભ: હેલો, સૌરભ ભાટિયા here. મિ. ઠાકર, yes we got the orders, હવે આ કમિટમેન્ટ તમારે ફુલફીલ કરવાનું છે, ભાઈ... જલદીથી કામે લાગો, અરે ભાઈ, પણ હું જઈ શકતો નથી ઑફિસે, હજુ પણ પગમાં થોડી તકલીફ છે. સારું, અહીં આવી શકો તો રૂબરૂ જ...સમજી લઈએ, શું ? રો—મટીરીયલ્સની શોર્ટેજ છે માર્કેટમાં ? ખબર છે મને પણ... કંઈક કરવું જ પડશે. તમે ટ્રાય કરો ; તમારા સોર્સીસ યુઝ કરો, હું પણ કરું છું...યસ હું જરા એક બે ફોન કરી લઉં છું, હમણાં જ આવી જાવ, અને પેલા કોણ ? Suvik Electronics અને mark electricsના કોન્ટેકટ કરતા આવજો, બેટરી અને પમ્પના છેલ્લા પ્રાઈસ જાણવાના છે. રૂબરૂ જશો તો કામ થઈ જશે. હું પણ વાત કરું છું. ચાલો બાય, (ફરી ડાયલ કરે છે એંગેજ આવે છે. ફરી ટ્રાય કરે છે. ખીજવાઈ જાય છે) ઈડીયટ હજુ કેટલી વાતો કરે છે ? ફરી ટ્રાય, ફોન લાગી જાય છે.) હેલ્લો સૌરભ ભાટિયા હીયર, અરે કયારનો ટ્રાય કરતો હતો તમને જ...ઓહ એમ ? મોટો ઓર્ડર છે. હા પણ ઑફિસે જઈ આવો, ડીટેઈલ્સ મિસીસ ભરૂચા આપી દેશે. મારે હજુ પણ થોડો રેસ્ટ કરવો પડશે. (લેન્ડલાઈન રીંગ વાગે છે...સતત વાગ્યા કરે છે) રો—મટીરીયલનો સ્ટોક કેવોક છે ? તમે જ ચેક કરી લેજો, ખબર નહીં કેમ જવાબ નથી. (લેન્ડલાઈનની રીંગ ચાલુ જ છે) ઓહ જસ્ટ હોલ્ડ ઓન (લેન્ડલાઈનનો ફોન ઉઠાવે છે) હેલો...હેલો કટ થઈ ગયો...(પાછી મોબાઈલ પર વાત કરે છે) હેલો, સોરી ફોન હતો બીજો...શું વાત કરતા હતા આપણે ? હં... યસ...પણ ના, ના, એમને કહેજો, ગોડાઉન પરથી મંગાવીને તૈયાર રાખે (લેન્ડલાઈન પર પાછી રીંગ આવે છે, જલદીથી ફોન ઊંચકે છે) જસ્ટ હોલ્ડ ઓન…હેલો….હેલો.. હં મમ્મા શું થયું ? (મોબાઈલ કટ કરે છે) શું ? ઓહ ગોડ ! શી રીતે ? મંદિરનાં પગથિયાં ચઢતાં શુભાંગી લપસી પડી ? બહુ વાગ્યું છે ? હૉસ્પિટલ ? કઈ હૉસ્પિટલ લઈ જાવ છો ? પહોંચ્યો, હમણાં જ આવું છું, અરે, મારા પગને કંઈ નહીં થાય, તું શુભાંગીને સાચવ બસ મમ્મા...(અવાજ ભરાઈ જાય છે) શુભાંગી ઠીક તો છે ને ? વાત તો કરે છે ને ? ટેઈક કેર ઓફ હર. હું આવ્યો હમણાં જ. (ફલેશ બેક પૂરો)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય – ૫

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ફરી S.L.I. હૉસ્પિટલનો ૭૦૭ નંબરનો ડીલકસ રૂમ)

શુભાંગી : મારા ડાબા પગે ફ્રેકચર થયું હતું પણ એની પીડા મને ન્હોતી થઈ જેટલી વેદના મારામાં પાંગરતાં જીવને ગુમાવવાની થઈ. બાળક ન બચાવી શકાયું. (ઉદાસ થઈને) ડૉ. મિલી : so sad! શુભાંગી : છતાં, ભગવાન દયાળુ તો ખરો જ ને ? દોઢ વર્ષમાં ફરીથી પ્રેગનન્સી રહી ને દીકરો જનમ્યો, એ આનંદ. ડૉ. મિલી : ઓહ તમારાં મમ્મીજીનો આનંદ ! હમણાં પરીક્ષા આપીને આવવાનો છે તે ? (સૌરભ આવે છે) સૌરભ : જી ના, મમ્મીજીનો સૌરભ આવી ચૂકયો છે. શુભાંગી : તમે આવી ગયા ? પણ મમ્મીજી ? સૌરભ : હા, મમ્મી સીધાં ઑફિસે ગયા. શુભાંગી : પણ તમે ગયા હતા એ કામ પતી ગયું ? સૌરભ : ક્યાંથી પતે ? આજે ૧૩ તારીખ.. વળી પાછું કાંઈ... (હસતાં હસતાં) શુભાંગી : એવું અશુભ નહીં બોલવાનું. ડૉ.મિલી : હેલો અન્કલ, ૧૩ કોઈને માટે Lucky હોય છે. હું મારા ફાધર માટે ખૂબ લકી છું એવું એઓ કહે છે હું જાઉ, એઓ આવી ગયા હશે. (જાય છે, પાછી ફરીને કહે છે) અને હા, હમણાં થોડી વારમાં આન્ટીને ડાયાલીસીસમાં લઈ જશે. શુભાંગી : કેવી મીઠડી છે આ ડૉક્ટર ? શુભાંગી : પણ તમે કહેતા કેમ નથી, મળવા ગયેલા ત્યાં શું થયું ? સૌરભ: ત્યાં પણ કોઈ વાત બને એમ લાગતું નથી. શુભાંગી : તો હવે શું કહે છે મમ્મીજી ? સૌરભ : Be Positive શુભાંગી : (શુભાંગી સૂચક હસે છે) (ભવાની આવે છે, સફાઈ કરે છે.) ભવાની : હવે શેવ લાઈફ ઈન્સ્ટીટયુટમાં તમે શાચે જ શેવ થઈ જવાના, શુભાંગીબેન. સૌરભ : અરે ભાઈ, બહુ મોટા પ્રોબ્લેમ્સ છે. શુભાંગી : શું થયું તે તો કહો ? સૌરભ :છેલ્લી આશા પણ મરી પરવારી, બંને બેનોની કીડની પણ મેચ થતી નથી. શુભાંગી : (હતાશ થઈને) તમે શું કામ ચિંતા કરો છો ? મને મારા હાલ પર છોડી દો, મારે જીવવું જ નથીને... (બીજો વૉર્ડબોય વ્હીલચેર પર શુભાંગીને ડાયાલીસીસ માટે લઈ જાય) ભવાની : શોરી શાહેબ, નાના મોઢે મોટી વાત કરું. સૌરભ : બોલ. ભવાની : શાહેબ પૈશા ખરચીને કીડની વેચાતી લેવાય ને ? સૌરભ : મારી વાઈફ માટે તો હું કેટલાય પૈસા વેરી શકું એમ છું પણ Perfect match થવી જોઈએ ને ? મળવી જોઈએ ને ? બ્લડગ્રુપ મેચ થાય તો ટીસ્યુ મેચ ન થાય ને ટીસ્યુ મેચ થાય તો, ન જાણે શું શું મેચીંગ જોઈએ. ભવાની : શાહેબ થાય પણ ખરી. મિલી ડૉક્ટર છે ને. બેનની શારવાર કરે છે એ .... સૌરભ : હાં બોલને. ભવાની : એ કંઈ વાત કરતા હતા, એના બાપુ જોડે, કોઈની કીડની માટેની જ, નક્કી કોઈ શોલ્યુશન મળશે. સૌરભ: તું કઈ રીતે જાણે ? ભવાની : અરે એના બાપુ, મારા દોશ્તાર, બાજુના યુનિટમાં જ શર્વિશ કરે. સૌરભ: . ડૉ. મિલીના બાપુ, તારા દોસ્તાર ? ભવાની : હા શાહેબ સ્વીપર છે. સૌરભ : સ્વીપર ! મિલીના ફાધર ? (નવાઈ લાગે, તો પણ વાત પડતી મૂકીને) મારે ડૉ. મિલીનો કોન્ટેકટ કરવો જ પડશે. ફોનને બદલે રૂબરૂ જ...જો તું એક કામ કર. સૌરભ : ફોન નંબર છે તારી પાસે ? ભવાની : નાઈન, એઈટ, ટુ શેવન શીકશ શેવન શીકશ... પછી... યાદ નથી આવતું. સૌરભ: (ઈન્ટરકૉમ પરથી રીસેપ્શનીસ્ટ કાઉન્ટર પર ફોન જોડે છે) હેલો, રૂમ નં. ૭૦૭માંથી સૌરભ ભાટિયા બોલું છું. જરા ડૉ. મિલીનો ફોન નંબર આપી શકશો ? પ્લીઝ હંહંહં (નંબર લખે). Thank You મિસ. ભવાની : (સૌરભને મોબાઈલ પર નંબર ડાયલ કરતા જોઈને) શાહેબ નંબર શેવ કરી રાખજો, ફરી કામ લાગશે. સૌરભ : (હાથનો ઈશારો કરી ચૂપ રહેવાનું કહે છે) હેલો ! ડૉ.મિલી ? સૌરભ ભાટિયા હીયર... યસ શુભાંગી...નો..નો...શી ઈસ ઓકે...પણ હમણાં જ ભવાનીએ મને કહ્યું કે...કીડની માટે કોઈ ડૉનર તમારી જાણમાં છે ? વૉટ...ખરેખર છે... ? થેન્ક ગોડ ! તમારી આ 'છે' સાંભળીને એટલો રીલેક્ષ થઈ ગયો છું કે તમને કઈ રીતે સમજાવું... ? …થેંકયુ, થેંકયુ. ડૉ. મિલી, મને ડૉનરની કોઈ પણ શરત મંજૂર છે... એ જે કહે તે આપવા તૈયાર છું... તમે પૈસાની ચિંતા નહીં કરતાં...મને પૂછયા વગર જ હા પાડી દેજો.. શું ? કંઈ જ આપવાનું નથી ? ..સરપ્રાઈસિંગ ? કોણ છે ડૉનર ? પ્લીઝ ડૉક્ટર એ જે હોય તે, શકય હોય તો આપણે આજે જ ડૉનરને મળી લઈએ ? તમે ડૉનરને બોલાવી રાખો.. હું આવું છું... હા..હા તમારે ઘરે જ આવી જાઉં…હા પણ તમારું એડ્રેસ... ? ડૉ. મિલી તમારું ઘર કઈ તરફ છે. હેલો. હેલો... શીટ, બેટરી પણ અત્યારે જ ડાઉન થઈ ગઈ ? ભવાની તને ખબર છે, ડૉ. મિલીનું ઘર કઈ તરફ છે ? (પંક્તિઓ ગૂંજે...) લાગણીનો થાય સરવાળો, મિલીના ઘર તરફ, પ્રેમનાં પંખી રચે માળો, મિલીના ઘર તરફ.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> પ્રથમ અંક સમાપ્ત

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> અંક બીજો

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય – ૧

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (એસ.એલ.આઈ. હૉસ્પિટલનો ૭૦૭ નંબરનો શુભાંગીનો રૂમ)

સૌરભ : ઓહ, ડાયાલીસીસ પછી એકદમ ફ્રેશ લાગે છે ને ? શુભાંગી : હા, સારું લાગે છે પણ તમને ઘણીવાર લાગી ! મિલી મળી ખરી ? સૌરભ: આપણે જેને શોધીએ તે આપણને પણ શોધતી હોય. શુભાંગી : કોણ મિલી ? સૌરભ : અરે કીડની ! શુભાંગી : (ટેન્શનમાં પણ હસવું આવી ગયું) એટલે રસ્તામાં કીડની મળી ગઈ ? સૌરભ : હા, એમ જ સમજને. ડૉનર તૈયાર છે. યુવાન છે, હેલ્ધી છે. બધું પરફેકટ મેચ પણ થાય છે. ઓ.ટી.ડી. રિપોર્ટ પણ ઓ.કે. બતાવે છે. શુભાંગી : ખરેખર, આટલું જલદી ? ટેસ્ટ પણ કરાવી દીધો ? સૌરભ : હા, મિલી તારી કેસ હિસ્ટરી અને ડીટેઈલ્સ જાણે ને, એટલે એણે એ બધું પહેલેથી જ ચેક કરાવી તૈયાર રાખેલું. શુભાંગી : ત્યારે મિલીએ શોધી જ કાઢયો, મારો તારણહાર ! તમે મળ્યા એને ? સૌરભ : ના, હમણાં થોડી વારમાં જ ડૉ. મિલી આવશે. એની પાસે ડૉનરની બધી ડીટેઈલ્સ છે. એના મધરનું બી.પી. વધી જતાં તેમને પણ આ જ હૉસ્પિટલમાં એડમિટ કર્યાં છે. એ બીઝી હતી, એટલે વધુ ડીસ્ટર્બ ન કરી. શુભાંગી : પણ એવું તે કોણ હોય, કે પોતાના જીવતા અંગનું દાન કરે ? સૌરભ: હોય હવે. શુભાંગી : મારે એને મળવું છે. આમ પણ મારો તો એ ઉદ્ધારક જ ને ? સૌરભ : હા,હા. તારે તો મળવું જ પડશે. પછી જ ટ્રાન્સપ્લાન્ટ કરી શકાશે. શુભાંગી : લોહીના સંબંઘ કરતાં પણ, કોઈ વાર, ક્યાંક, કોઈ પરાયા, કેવા આમ મેચ થઈ જતાં હોય, એ કયારે કંઈ કહી ન શકાય. સૌરભ: હા જો એના વિશે બહુ વિચારવાનું નહીં. શુભાંગી : સૌરભ, એક વાત કહું... ? આ મિલી મને બહુ ગમે છે. વહાલી લાગે એવી છે. સૌરભ : તો... શુભાંગી : ભગવાને આપણને દીકરી નથી આપી પણ અહીં તો... સૌરભ: હા, હા, બનાવી દે બધાંને તારી દીકરી, પહેલાં મોસમ પછી મિલી... આ હૉસ્પિટલમાં હજી પણ કેટલીય દીકરીઓ હશે, તારી રાહ જોતી... ભવાની : શૌરભ શાહેબ, મિલીબેન જોડે વાત થઈને ? સૌરભ : હા, થઈ ગઈ. થેન્ક યુ, તેં મને માહિતી આપી એ માટે. (પૈસા આપે છે) ભવાની : ના, શાહેબ. પૈશા શારુ નથી આવ્યો. આ તો શો કોઈનું શારુ થાય. આંગળી ચીંધ્યાનું પૂન શાહેબ. શુભાંગી : લઈ લે હવે. ભવાની : શુભાંગીબેન, તમે શારા શાજા થઈ જાવ, પછી તમારા હાથે બકશીશ આપજો બશ. શાહેબ, આજે શેમશંગનો શેલફોન લીધો એ બતાવવા આવ્યો. સૌરભ : ક્યાંથી લીધો શેમશંગનો શેલફોન ? શુભાંગી જો આને ‘શ’ શાથે શાચો શ્નેહ છે. ભવાની : શૌરભભાઈ, આ હૉસ્પિટલની બરાબર શામે જ શોપ છે. કોઈ કસ્ટમર નવો શેલફોન લઈ જાય ને જૂનો વેચી મારે. દુકાનવાળો આપણો દોશ્તાર એટલે શશ્તામાં આપી દીધો.

શુભાંગી : (હળવા મૂડમાં) ચાલે છે ?

ભવાની : હા, આજે જ શાડી ત્રણશોનો શીમકાર્ડ નંખાવ્યો. ને બશ થોડા શમયમાં તો કેટલા ફોન રીશીવ કર્યા ! શુભાંગી : પણ તારો નવો નંબર બધાંને કઈ રીતે ખબર હોય ? ભવાની એ તો મેં શઘળાને મિશકોલ કરેલાને ! સૌરભ : (હસતાં હસતાં) મને નહીં કરેલો ? ભવાની : શું શાહેબ તમે પણ ? અમે મિસ કૉલ કરીએ છીએ મિસિસ કૉલ નહીં. શુભાંગી : ભવાની, નંબર આપજે તારો, બીજીવાર કીડની જોઈશે તો કામ લાગશે. ભવાની : શુભ શુભ બોલો, શુભાંગીબેન. હવે તમે ચોક્કશ શારા થઈને જ જવાનાં. પછી એશ.એમ.એશ. કરતાં રહેજો. સૌરભ : (ચાળા પાડતા) શારૂં. (મોસમ હાથમાં કાગળ સાથે ભવાનીને બૂમ પાડતી પાડતી આવે છે.) મોસમ : ભની ઓ ભની ! શુભાંગી : અરે, મોસમ, તું પાછી આવી ખરી ! ભવાની : શું છે ? મોશમ બેબી. અરે બેન, કશે પણ થોડા શમય જાઉં ને તો ભની ભની કરતી દોડી આવે. મોસમ : (શુભાંગીને સાંભળ્યા વગર) ભની, મારો પીન્ક કલર પૂરો થઈ ગયો, લઈ આવને પ્લીઝ, જો મેં ઢીંગલી ડ્રો કરી. શુભાંગી : (ગાલ પર વ્હાલથી ટપલી મારીને) તારા આ પિન્ક પિન્ક ગાલમાંથી પૂરી દે ને. મોસમ : મારા ગાલમાંથી ? તો તો આન્ટી થોડા વખતમાં એ પિન્ક કલર Pale થઈ જાય, ભની, લાવી આપને જલદી... ! શુભાંગી : મોસમ બેટા, મને પણ એક ડૉલ ડ્રો કરી આપીશ ? પિન્ક ગાલવાળી, મને બહુ ગમે. મોસમ : હા આન્ટી, પણ આ ભની કલર લાવી આપે ત્યારે ને.. સૌરભ: હં, તું કેમ ભની ભની બૂમ પાડતી હતી ? આ તો ભવાની છે. મોસમ : ભની મને ગમે છે એટલે. (એની પાસે જાય છે) Bees like honey Kings like Money & I like Bhaney ભવાની : મોશમ બેબીએ મારું નામ શુધારી દીધું છે, જુઓ ને. સૌરભ : ભવાની, આપણે પણ મીડલ અક્ષર કાઢી નાંખીને એનું નામ મોમ કરી દઈએ. બેટા, તું પણ અમને ગમે છે એટલે. મોસમ : ના, ના અંકલ એવું નહીં કરશો. હું મોમ થઈ જઈશ, તો તો મેલ્ટ થવા માંડીશ. આમ પણ પીગળી તો રહી જ છું ધીમે ધીમે. શુભાંગી : (વાત બદલતાં) તારા ભનીનો સેલફોન જોયો ? મોસમ : ભની મને આપીશ ? ભવાની : લે ને બેબી. મોસમ : હમણાં નહીં, થોડા વખત પછી. મારા કાન પાસે મૂકી રાખજે. કબરમાં સ્કેલેટન થઈ જઈશ તો પણ તમારાં બધાં સાથે વાત કરીશ. શુભાંગી, સૌરભ: (બન્ને) મોસમ ! શું હજુ તો તારે ખૂબ મોટા થવાનું દીકરા. મોસમ : આન્ટી, હું કદાચ મોટી નહીં થાઉં, મારી લાઈફ નાની છે. શુભાંગી : ના, ના બેટા એવું નહીં બોલીએ. મોસમ : આન્ટી, મમ્મી—પપ્પાએ શીખવ્યું હતું કે, સાચી વાત સ્વીકારી લેવાની. મને એઈડ્સ છે. (શુભાંગી, સૌરભ એકદમ શોક્ડ થઈ જાય છે) મોસમ : ચાલ ને ભની..પીન્ક કલર. ભવાની: ચાલ બેબી.. (ભવાની મોસમને લઈ જાય છે) (શુભાંગી જતી મોસમને જોઈ રહે) શુભાંગી : સૌરભ આપણે આ મોસમ માટે કશું જ નહીં કરી શકીએ.. ? એની વાતો સાંભળીને મારું હૈયું ભરાઈ આવે છે... સૌરભ : આપણે તો શું કરી શકવાનાં હતાં... જ્યારે કુદરતના આ કોયડાનો ઈલાજ આખી દુનિયામાં કોઈની પાસે નથી ત્યારે...

શુભાંગી : આપણા કરતાં તો ભવાની સારો.... એને હસતી રમતી રાખીને એને ખુશ તો રાખી શકે છે.

સૌરભ : હા, હવે તો એ જ એનો સાચો ઇલાજ છે... (બંને જણા મૌનમાં સરી પડે છે. એક અજાણી વ્યક્તિ રૂમમાં દાખલ થાય છે.) મથુર : માફ કરજો વગર રજાએ દાખલ થયો સું... તમે જ સૌરભભાઈ ને ? સૌરભ : હા.. હું જ સૌરભ ! તમે ? મથુર : હું મિલીનો બાપુ...મથુર. શુભાંગી : ડૉ. મિલીના બાપુ.. ! નમસ્તે ભાઈ. મથુર : નમસ્તે બેન. નમસ્તે સાહેબ ! સૌરભ : તમને મળીને ખરેખર બહુ આનંદ થયો. ઈનફેકટ હું તમને મળવા માટે આવવાનો જ હતો... શુભાંગી : તમારી મિલી જ મારી ડૂબતી નૈયાને પાર ઉતારવા મારે માટે ડૉનર શોધી લાવી. સૌરભ : પણ ડૉ. મિલી છે ક્યાં ? એ કેમ નહીં આવી ? મથુર : એની મા પાહે સ. ઈનોય કેસ તમારા જેવો જ સ. છેલાં ઘણાં વરહથી હૃદયની બિમારી હતી. કોઈ દવા કૉમ લાગી નહિ, આખરે વાલ બદલવો પડ્યો. શુભાંગી : હવે એમને કેમ છે ? મથુર : ધીમે ધીમે સુધારો થઈ રયો શ. પણ આવું મોઘું ઑપરેશન... આટલો બધો ખર્ચ... ખરેખર બેન, આ કૉમ મારી દીકરી જે કરી શક. ઈણે જ રસ્તો હોઘી કાઢ્યો હશે. ઓમ તો મને કોઈ વાત પણ નથી જણાવતી. પૂશું તો કહે... બાપુ હું શું... ને તમ ચિંતા કરો શો... ? અને પાછી ડાહી થઈન એમ પણ કહે ‘બાપુ, હું માત્ર તમારી દીકરી જ નથી રહી, હવે હું દાક્ટર પણ શું... અને દાકટરોનો ધર્મ કહે સ કે કોઈ પણ ભોગે દરદીનો જીવ બચાવવો... એટલે હું જે કરું તે માત્ર જોયા કરો. શુભાંગી : ખરેખર ? એ આવું કહે છે ? મથુર : હા... ને ઈણે જે કીધું ઈ કરીનેય બતાડયું ! હું તો જોતો જ રહી ગ્યો…….ખરેખર એ મારી દીકરી નથી... દીકરાથી ય વધારે સ... શુભાંગી : ભગવાને તમને આવી સમજુ દીકરી આપીને ઘણો ઉપકાર કર્યો છે. સાચ્ચે જ તમે ખૂબ નસીબદાર છો. સૌરભ : હા...મને પણ એણે આવું જ કહ્યું હતું કે અંકલ હવે તમે આન્ટીની ચિંતા મારા ઉપર છોડી દો...મેં એમને માટે ડૉનર શોધી કાઢ્યો છે... બધાં જ ટેસ્ટ પણ કરાવી લીધા છે અને બધું જ પરફેકટ મેચ પણ થાય છે. મથુર : હા આવું જ કહે સ... સૌરભ: પણ મેં કહ્યું કે કોણ ડૉનર છે તો કહે ‘તમારે શું કામ છે...હું તમને મળવા મોકલી આપીશ...' પણ કોણ છે તે જ નહીં કહ્યું. આ બાબતમાં તમને કંઈ ખબર છે ? તમે એને ઓળખો છો..એટલે જેની કીડની લેવાની છે તેને ? મથુર : હા, હારી રીતે ઓળખું સું. નેનપણથી મોટી કરી સ મેં ઈન. સૌરભ : કોણ... ? કોને મોટી કરી... ? મથુર : મારી છોકરીન... ! શુભાંગી : તમારી છોકરીને ! એટલે... તમારે કેટલી છોકરી છે ? મથુર : અરે તમે કેમ હમજતા નથ...મારી એક જ તો છોકરી સ... મિલી. સૌરભ : મિલી ? એટલે ડૉ .મિલી પોતે પોતાની કીડની આપવા તૈયાર થઈ છે. મથુર : હા, સાહેબ. સૌરભ: પણ શું કામ.. ? એણે આવું કરવાની શી જરૂર.. શુભાંગી : પણ સૌરભ, હું મિલીની કીડની કઈ રીતે લઈ શકું ? મથુર : મને કશી જ ખબર નથ. સાહેબ, મેં એને બહુએ વારી પણ... સૌરભ: બરાબર છે... અને એટલે જ એણે મારી વાત ઉડાવી દીધી હશે. પૈસાની વાત કરી તો કહે, તમારે કંઈ પણ આપવાનું નથી. મથુર : અરે બેન, એ બહુ જિદ્દી સ... જે નકી કરેને ઈ કરીન જ રહે. એ નાની હતી ને ત્યારથી મારી પાહે પોતાનું ધારેલું કરાવતી. મારે પણ ઈની વાત મૉનવી જ પડતી. હાવ નાની હતી ત્યાર ઘણી વખત ઈ ઘર—ઘર રમતી અને મને પણ ઈની હારે રમાડીને જ છોડતી'તી. ફલેશ બેક નાની મિલી ૩—૪ વર્ષની મિલી : ચાલોને બાપુ ઘલ ઘલ લમીએ. મથુર : તારી મા જોડે રમ, મારે ઘણું કૉમ સ. મિલી : બધાં લમીએ. મા, બાપુ ને મિલી. બધાંના ઘલ, પણ કોઈને વૉલ નહીં. મથુર : જા જા હવ, વૉલ વગરના ઘર હોય વળી ! મિલી : વૉલ નહીં લાખવાની. મથુર : હું કૉમ ? મિલી : આજે ટીચલે પનીશમેન્ટ કલેલી એટલે ! મથુર : ટીસરે પનિસમેન્ટ કરેલી દીકરા.. પણ હું કૉમ ? મિલી : હું બહુ વાત કલતીતી એટલે, એટલે બેં વૉલ આમ જોઈન થાય ને. (બે નાના હાથને, ખૂણો બને એ રીતે જોડી બતાવે) ત્યાં મને બેસાલી દીધેલી ને ટીચલ કે, ‘પુટ યોલ ફીંગલ ઓન યોલ લીપ્સ' મથુર : ઓહ, એટલે ખૂણામાં બેહાડે જ ને ! આખો દા'ડો મોઢું બહુ ચાલ્યા કર સ તે ! (બ્લેક આઉટ) નાની મિલી (૨) ૬—૭ વર્ષની (મથુરને આંખે પાટો બાંધ્યો છે, મિલીને પકડવા દોડાદોડી કરે છે) મિલી : બાપુ, આજે હું નહીં પકડાઉં ! મથુર : તે તું સ જ પતંગિયા જેવી, આઁમથી તેમ ઉડયા કર સ તે. થકવી મૂકે બાપુન. કેવી ભાગમભાગ કર સ નાની ઉંદરડી. મિલી : નાની, બાપુ હું કેટલી નાની ! બર્થ ડે આવે એટલે મોટા થવાય, પછી પાછી બર્થ ડે, પછી પાછી બર્થ ડે, પછી પાછી.. મથુર : ના, દીકરા ના, તારે મોટા નથ થાવાનું. તારા મોટા થવાના વચારથી પણ મારામાં લખલખુ દોડી જાય સ. મિલી : બાપુ જુદી વાર્તા નહીં કરો ને, કાલે મારી બર્થ ડે યાદ છે ? મથુર : લે હું તો હાવ જ ભૂલી ગ્યો'તો. પણ તને કુણે યાદ કરાવ્યું ? મિલી : માએ, જે દિવસે આખ્ખા ચાંદામામા દેખાય એ દિવસે મારી બર્થ ડે. મથુર : એ તો દર મહિને દેખાય. મિલી : પણ રાત્રે જ દેખાયને ? દિવસે થોડા દેખાય ! જો હું દેખાઉ છું, હમણાં તમને ? મથુર : ઓ મારા ચાંદ તું છ ક્યાં ? (હાથ લંબાવી શોધે છે) થાકી ગ્યો સું, તને હોધતાં હોધતાં. મિલી : (તાળી પાડીને) જુઓ હું અહીંયાં જ છું મારા ઘરમાં. મથુર: (હાથથી ફંફોસતાં) અરે પણ તારું ઘર કઈ બાજું સ ? મિલી : બાપુ હું મારા જ ઘરમાં ખોવાઈ નહીં જાઉં ને ? તમે શોધી કાઢશોને ? તમે થાકી નહીં જાવને ? મથુર : અરે દીકરા નહીં થાકું, આ તારા બાપુની આંખ ચાલી જાયને તોય તને ખોળી લેહે તારો બાપુ, તારા ઘરમાં તને નહીં જ ખોવાવા દઉં દીકરા ! (બાપુ મિલીને ગળે વળગાડે છે, મિલી બાપુની આંખનો પટ્ટો ખેંચી કાઢે છે) (બ્લેક આઉટ) નાની મિલી (૩) ૧૦—૧૨ વર્ષની મિલી : બાપુ, આજે હું ને મા દરિયા કિનારે ફરવા ગયેલાં, બહુ મઝા આવી. મથુર : શું મઝા આવી ? મિલી : ગરમ ગરમ, લાલ લાલ સૂરજ પાણીમાં પડે ને ત્યારે કેવો અવાજ આવે એ સાંભળવા. મથુર : ઈમ ! અવાજ આવેલો. મિલી: હા, આવેલો ને. મથુર : કેવો ? મિલી : (બાપુના કાનમાં જોરથી) છમ્મ્મ્મ્મ. મથુર : ઓ મને બહેરો કરી મૂકશે, હવે તું મોટી થઈ, તોય તારી ધમાલ ઓછી નથ થતી. મિલી : એકચ્યુલી બાપુ, મારે કવિતા લખવી હતી ને એટલે સનસેટ જોવા ગયેલી. મથુર : તે લખી ? મિલી : ઓહ બાપુ, લખવા બેઠીને માએ બૂમ પાડી (ચાળા પાડીને) મિલી, છેલ્લી બે રોટલી છે, વણી નાખ તો ! મથુર : પછી વણી ? માએ શીખવાડી ? મિલી : વણીને, એકદમ ગોળ, ગોળ, ગોળ, મા કહે, છોકરીઓને શીખવાડવાનું ન હોય, એમ જ જોઈને આવડી જાય. મથુર : હા બેટા, હવે તું મોટી થશ, ને ધીમે ધીમે બધું શીખી જશ, પછી થોડી ઠાવકી થઈ જશ, પછી.. મિલી  : પછી, પછી શું કરશો ? મથુર : પછી તો તને પૈણાવવી પડશ ન ! મિલી : પછી શું કરશો ? મથુર : હું ને તારી મા તારા વગરનાં અનાથ થઈ જઈશું. મિલી : પછી શું કરશો ? મથુર : રાહ જોઈશું, ને તારી યાદમાં રડીશું. મિલી : પછી શું કરશો ? મથુર : બેટા, કોઈ દી' તો એ રાહનો છેડો આવશ ન ? કોઈ દિવસ તો તારા સુખી સંસારમાંથી સમય કાઢીને, આ ગરીબ બાપના ઘરે આવશ ન ? (બાપુની આંખમાં પાણી) મિલી : પછી શું કરશો ? મથુર : પછી હું પૂછ પૂછ કર સ ? (આંખ લૂછે છે) પછી અમે ઘરડાં થઈ જઈશું, બીમાર પડીશું (ઝડપથી બોલે છે) મિલી : પછી શું કરશો ? મથુર : દાકટરને બોલાવીશું, બીજું શું ? મિલી : તો બાપુ મને જ ડૉક્ટર બનાવો ને ! મથુર : તું દાકતર ? ના બેટા, આપણી પહોંચની વાત નથી. મિલી : હું ડૉક્ટર જ બનીશ. મારી સ્કૂલનાં બધાં જ કહે છે કે હું બની શકીશ, મારા ટીચર્સ, મારી ફ્રેન્ડસ, અમારા પ્રિન્સિપાલ પણ. તમે તો જુઓ છો ને બાપુ, તમારી હૉસ્પિટલમાં બધાં ડૉકટર્સ સફેદ એપ્રન પહેરીને રાતદિવસ બીમારની કેવી સેવા કરે છે ! મરતાને બચાવે છે. બાપુ પ્લીઝ હા પાડોને ! કેમ્પસમાં મારી કેટલી બધી ફ્રેન્ડસ છે, એ બધી ફ્રેન્ડસને પણ ડૉક્ટર થવું છે. એ બધાંના પપ્પા ડૉક્ટર છે. મથુર : તે તને આ બાપુ નથ ગમતા ? દાકતર નથી એટલે ? મિલી : ગમો છો, બાપુ ખૂબ ગમો છો, મને તો આવા જ બાપુ ગમે. (બાપુને વળગી પડે છે) પણ હા છે ને તમારી ? (બાપુ કંઈ જવાબ આપતા નથી) (બ્લેક આઉટ) મિલી (૪) ડૉક્ટર મિલી ડૉ. મિલી : (દોડતી આવીને પગે લાગે છે) બાપુ મારું રીઝલ્ટ આવી ગયું. ફર્સ્ટ કલાસ છે. મથુર : મન્ તો ખાતરી હતી જ કે મારી મિલી દાક્તર થઈને જ રહેશ. (ગળગળો થઈ જાય છે) પણ બેટા તેં માને કીધું ? એ તો કયારની રાહ જુવ સ. ડૉ. મિલી : ખૂબ ખુશ થઈ એ, સૌથી પહેલાં માને કહ્યું, હું ઘર તરફથી જ આવું છું. બાપુ બધાં મારા રીઝલ્ટથી ખૂબ ખુશ છે. મથુર : બધાંનો આભાર માનવાનો દીકરા, કેમ્પસના કેટલા બધાં દાકતરોએ તને ભણાવવામાં મદદ કરેલી. ડૉ. મિલી : હા, બાપુ. જરૂર પડી ત્યારે બધાંએ મને ગાઈડન્સ આપી છે, અને મારા સારા નસીબે ઈન્ટર્નશીપ માટે હું આ જ હૉસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં સિલેકટ થઈ છું. મથુર : હારું દીકરા, અમારી આંખ હામે હોય તો હારુંન. ડૉ. મિલી : અમારા એચ.ઓ.ડી. પણ ખૂબ સારા છે. મથુર : ઈ કુણ સ ? ડૉ. મિલી : ડીન સાહેબ જ. ડૉ.શ્રીનિવાસન, હું ઘણું શીખીશ એમની પાસેથી અને દિલ લગાવીને પેશન્ટની સેવા કરીશ. મથુર : તારી ઇચ્છા પૂરી થાય એવી ભગવાનને પ્રાર્થના કરું. પણ, બેટા તને હવે પૈણાવવાની ? ડૉ. મિલી : ફરી એ જ વાત ! બાપુ કેટલી વાર કહ્યું તમને કે, 'તમને ને માને છોડીને હું ક્યાંય જવાની નથી. ચાલો જાઉં છું (મિલી જાય છે (બ્લેક આઉટ)

મિલી (૫) ડૉનર ડૉ. મિલી ડૉ. મિલી : બાપુ, માના ઑપરેશનની તારીખ નક્કી થઈ ગઈ છે. મથુર : પણ બેટા ઑપરેશનનો ખરચ ક્યાંથી કાઢશું ? એટલા બધાં રૂપિયા લઈશું ક્યાંથી ? ડૉ. મિલી : એટલે શું પૈસા ન હોય તો માને મરવા દેવાની ? મથુર : મારા કે'વાનો અરથ એવો નથ બેટા ! પણ તારી માના ઘરેણાં પણ આપણે ગીરવે મૂક્યાં સ. ડૉ.મિલી : મને ભણાવવામાં ને ? ઑપરેશન તો આપણી હૉસ્પિટલમાં ઓછા ખર્ચે થઈ જશે... પણ પછી ટ્રીટમેન્ટમાં પાછળથી ઘણો ખર્ચ થાય... પણ તમે તેની ચિંતા નહીં કરો...માત્ર માને સારું થઈ જાય એવી પ્રાર્થના કરો... મથુર : ઈ તો હું રોજ કરું સું.... ડૉ. મિલી : કોઈ નહીં ને કોઈની મદદ મળી રહેશે... મથુર : કુણ મદદ કરે... ? ડૉ. મિલી : અરે બધાં જ આવા સમયે મદદ કરે... ને બાપુ મારી ઇચ્છા પણ કોઈને મદદ કરવાની છે. મથુર : કોને મદદ કરવાની ને હું કરવાની વાત કર સ ? ડૉ. મિલી : બાપુ મારું એક પેશન્ટ છે. એની બંને કીડની કામ નથી કરતી. ડાયાલીસીસ ઉપર માંડ જીવે છે. એના કોઈ સગાની કીડની મેચ નથી થતી. મથુર : હા, પણ તેમાં આપણે હું કરી હકીએ ? ડૉ. મિલી : એઓ ડૉનર શોધે છે, કોઈ એક કીડની આપે તો બચી શકે. ખૂબ જ સારા લોકો છે. મથુર : હશે પણ... આપણે ક્યાં કીડની હોધવા જૈએ ? ડૉ. મિલી : મારું અને પેશન્ટનું બ્લડગૃપ એક જ છે. મથુર : ના ભાઈ ના, ઈ આપણું કૉમ નહીં. ઈના હગાની મેચ નહીં થાય તો તારી ક્યાંથી થવાની ? તારે સેવા કરવી હોય તો કર રાત દિવસ જાગીને,.. એની ના નથ કહેતો... પણ આ તો શરીરનું એક અંગ, આટલી નાની ઉંમરે... એ કંઈ અપાય ? ડૉ.મિલી : બાપુ, શરીરમાં બે કીડની હોય અને એક કીડની આપણે કોઈને આપી દઈએ તો પણ એક કીડની વડે માણસ ખૂબ સારી રીતે અને ખૂબ લાંબી જિંદગી જીવી શકે. મથુર : પણ એ બધાં ખતરા લેવાની આપણને કાંઈ જરૂર નથ. ગરીબ લોકો પર અખતરા કરવા એ બધાં પૈસાવાળાઓના કૉમ. એઓ હોધી લેશ બીજા કોઈને. ડૉ.મિલી : અરે બાપુ, એવું નથી. આવા તો રોજનાં કેટલાંય ઑપરેશન થતાં હોય છે... અને બીજાનો જીવ બચાવવાનું પુણ્ય મળે તો...મા પણ સારી થઈ જશે. મથુર : પણ એ માટે આટલો મોટો ભોગ આપવાનો. તારા શરીરમાંથી એક જીવતું અંગ કાઢી આમ અજાણ્યાને આપી દેવાનું.. હું કૉમ ? ડૉ.મિલી : એ શુભાંગી આન્ટી... મારાં અજાણ્યાં નથી... મારા સ્વજન જેવાં છે... એમને મળી ને તે દિવસથી મારાં પોતીકાં લાગ્યાં, જાણે... મથુર : ઈ જે હોય ઈ... પણ તારો ભોગ તો હું નહીં જ દેવા દઉં... અરે તું જીદ ન કર... તને કંઈ થઈ ગ્યુંને તો ભગવાન પણ મને માફ નૈ કર. ડૉ.મિલી :ઓ બાપુ (હાથ પકડી લે છે) મથુર : આટલી મોટી કરી ઈમાં તને ક્યાંય ઓછું આવી જ્યું હોય તો આ અબુધ બાપને માફ કરજે... હું ને આ તારી મા... તને આંસુઓ સિવાય કંઈ આપી હકીએ ઈમ નથ.. અને તારી માનો તો તું કાળજાનો કટકો.. ડૉ.મિલી : બાપુ માને મેં સમજાવી દીધી છે... (આંખો લૂછતાં) અને તમે મને જિદ્દી કહો... કે અડીયલ કહો... પણ મેં બધાં ટેસ્ટ કરાવી લીધા છે... મારા બધાં જ રિપોર્ટ્સ બરાબર મળતા આવે છે. માની જાવને બાપુ, તમને મારા સોગંદ છે. મથુર : એમ સોગંદથી નહીં બાંધ દીકરા... તારી બધી જ જીદમાં મેં હા પાડી જ છે પણ આ વાત મારી હમજ બહારની સ. છતાં તું તો દાકટર સ... તું વધારે હમજે... હું તો હાવ જ અભણ સું અને તું હારું અને હાચું વચારતી હોય, તો મેં કદી ના પાડી છે ? ડૉ.મિલી : થેંકયુ બાપુ, મારા વહાલા બાપુ...ચાલો બાપુ, કીડની આપવાની છે એ આન્ટીને મળી આવીએ... (ફલેશ બેક પૂરો) મથુર : આમ સાહેબ, મારી જિદ્દી મિલી હાઁમે મારે અત્યારે પણ ઝૂકવું જ પડ્યું... સૂટકો ન હતો. સૌરભ : વાહ, ગઈકાલ સુધી આપણે આપણી દીકરીઓની ચિંતા કરતા હતા.. આજે તેઓ આપણી ચિંતા કરતાં થઈ ગયા. શુભાંગી : પણ સૌરભ મિલીને હું, એની કીડની આપવા નહીં દઉં. ભલે એને મારે માટે લાગણી છે... મને પણ છે... પણ એણે એક કીડની પર આખેઆખી જિંદગી પસાર કરવાની ? સૌરભ: ઓહ ! ભગવાન હવે હું શું કરું ? ડૉ.મિલી : એસ્કયુઝ મી, કેમ ભગવાનને યાદ કરો છો અંકલ.. સૌરભ : મિલી બેટા.. ડૉ.મિલી : કેમ આન્ટી શું થયું ? શુભાંગી : હું તને જ યાદ કરતી હતી. ડૉ.મિલી : કેમ ! એની પ્રોબ્લેમ ? પલ્સ..બીપી. તો નોર્મલ છે ને ? શુભાંગી : બધું જ બરાબર છે પણ તું મારી એક વાત માન... તું કીડની ડૉનેટ નહીં કરશે... ડૉ. મિલી : કેમ નહીં કરું... ? શુભાંગી : તારા જેવી ખીલતા ફૂલ જેવી છોકરીની કીડની લઈને હું શું કરું ? હું તો પાકટ છું. આમ પણ ગમે ત્યારે ખરી પડું તો ય શું થઈ ગયું ? ડૉ. મિલી : મને કંઈ નહીં થાય, હું ખૂબ સારી રીતે જીવી શકીશ. શુભાંગી : તું ગમે તેટલું સમજાવે, હું કીડની નહીં સ્વીકારું. ડૉ. મિલી : હું તો ડૉનેટ કરીશ, તમે સ્વીકારો કે નહીં સ્વીકારો. સૌરભ: એક મિનિટ, એક મિનિટ. બે સન્નારીઓની વાતમાં પડવા બદલ માફી માગું છું. પણ એક વાત, મેં સ્ત્રીની ઘણી હઠ જોઈ છે, સાડી હઠ, ગાડી હઠ, પટોળા હઠ, ઘરેણાં હઠ. પણ કીડની હઠ તો, પહેલી વાર જ જોઈ. જુઓ તમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરો. હું ડૉ. શ્રીનિવાસનને મળીને આવું. એમને થોડી ડીટેઈલ્સ આપવાની છે. ઑલ ધ બેસ્ટ મિલી. (મિલી સામે ઈશારો કરે છે કે સમજાવી લેજે.) શુભાંગી : આમ પણ મને આજે એવુ ખરાબ સ્વપ્ન આવ્યું હતું, ને.. ડૉ. મિલી : આન્ટી, સપનાં તો બધાં જ પ્રકારનાં આવે, ગમે એવાં રાખવાનાં, ન ગમે એવાં ભૂલી જવાનાં. શુભાંગી : મારે પણ દીકરો છે, પણ અમારાં મમ્મીજીએ ડૉનેટ તો શું, ટેસ્ટ કરાવવાની પણ મનાઈ કરી દીધી. હું પણ એની કીડની નહીં જ ડૉનેટ કરવા દેત, તો પછી બીજાની કીડની કેવી રીતે લઈ શકું ? ડૉ. મિલી : પણ આન્ટી, તમે મને પરાઈ જ ગણીને ? શુભાંગી : ના બેટા એવું નથી. આમ તો હું તારી દરેક વાત માનું પણ આમાં એવું છે ને... હજી તો તારી આખી જિંદગી બાકી છે. ડૉ. મિલી : થેન્કયુ આન્ટી, (હાથ મિલાવે છે, ઓહ મારે તો જલદી જવાનું છે. સ્ટેથોસ્કોપ લઈને ભાગે છે) શુભાંગી : પણ ઊભી તો રહે બેટા... આખરે મને મનાવીને જ રહી. એના બાપુ સાચું જ કહેતા હતા, ખૂબ જ જિદ્દી છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય — ૨

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ડૉ. શ્રીનિવાસનની ચેમ્બર. ડૉ. શ્રીનિવાસન અને ડૉ. મિલી ગંભીર ચર્ચા કરતાં હોય..)

ડૉ. મિલી : પણ સર, આ રીતે કોઈને મદદ કરવામાં વાંધો શું ? ડૉ. શ્રીનિવાસન : મિલી, આફટર ઓલ યુ આર એ ડૉક્ટર... એટલે જ તને... ડૉ. મિલી : એટલે ડૉક્ટર કોઈને મદદ ન કરી શકે ? ડૉ. શ્રીનિવાસન : જરૂર કરી શકે. ડૉક્ટરોનું કામ જ દર્દીઓને મદદ કરવાનું છે પણ... ડૉ. મિલી : પણ શું સર... ? ડૉ. શ્રી નિવાસન : આપણે પેશન્ટોને બચાવવા આપણાથી બનતા બધાં જ પ્રયત્નો કરીએ પણ ઉપરવાળાની મરજી વગર કંઈ થઈ શકતું નથી. ડૉ. મિલી : પણ આપણે આપણાથી બનતા પ્રયત્નો તો કરવા જ જોઈએ ને... ? ડૉ. શ્રીનિવાસન : અફકોર્સ..... ડૉ. મિલી : હું એ જ કરી રહી છું સર… ! મારી એક કીડની આપવાથી પેશન્ટ બચી શકે એમ છે. ડૉ. શ્રીનિવાસન : જો મિલી, તું મારી વાત સમજવાનો પ્રયત્ન કર... તું આમ તારી કીડની નહીં આપી શકે... ડૉ. મિલી : કેમ નહીં આપી શકું ? ડૉ. શ્રીનિવાસન : કારણ, કોઈ પણ દર્દીને તેના ફેમિલીમાંથી .. આઈ મીન બ્લડ રીલેટેડ વ્યક્તિ જ કીડની આપી શકે... મેડિકલ એકટ એવું કહે છે. ડૉ. મિલી : એ તો હું પણ જાણું છું સર. ડૉ. શ્રી નિવાસન : એટલે જ તું મિસીસ ભાટિયાને તારી કીડની ડૉનેટ કરે તો તે લીગલી ન કહેવાય..તારા ઉપર મેડિકોલીગલ કેસ થઈ શકે છે. મિલી, તું એક ડૉક્ટર છે... તારી સામે તારી આખી કેરિયર પડી છે. અને હું નથી ઈચ્છતો કે તારી ડૉક્ટરની કેરિયર ઉપર કોઈ ડાઘ લાગે. ડૉ. મિલી : પણ સર...હું કોઈ નીડી પરસનને મારી કીડની ડૉનેટ કરું તો એમાં મારી કેરિયરને શું વાંધો આવી શકે ? ડૉ. શ્રીનિવાસન : કારણ, લો એવું કહે છે.. કે તમે તમારા શરીરનું કોઈ પણ જીવતું અંગ કોઈને વેચી ન શકો.. ડૉ. મિલી : હું ક્યાં મારી કીડની વેચવા નીકળી છું. હું તો માત્ર માનવતા ખાતર તેને ડૉનેટ કરવા માંગું છું. ડૉ. શ્રીનિવાસન: તારી આ વાત કોણ માનશે....... કોઈ એક અજાણી વ્યક્તિને કોઈ શું કામ પોતાની કીડની આપે.. ? ડૉ. મિલી : સર.. શુભાંગી આન્ટી મારે માટે અજાણી વ્યક્તિ નથી રહ્યાં... થોડા સમયમાં જ આત્મીય બની ગયાં છે... હું જે દિવસથી આન્ટીના પરિચયમાં આવી તે દિવસથી જ મને એવું લાગતું કે... જાણે હું ઘણા સમયથી એમને ઓળખું છું... રીયલી સર ! ડૉ. શ્રીનિવાસન : જો મિલી... મેં પણ હંમેશાં તને મારી દીકરી જેવી જ ગણી છે... એટલે કહું છું... લાઈફમાં ઘણી વાર પ્રેક્ટીકલ પણ બનવું જરૂરી હોય છે... આ હૉસ્પિટલમાં આવનાર દરેક દર્દી આપણે માટે મહત્ત્વનો હોય છે પણ... દરેક દર્દીને આપણે આવી મદદ તો ન જ કરી શકીએ ને ? ડૉ. મિલી : માફ કરજો સર... મને તમારી વાત સમજાતી નથી... ડૉ. શ્રીનિવાસન : સમજાતી નથી કે સમજવા માંગતી નથી...તારા આવા આરગ્યુમેન્ટ્સ તું કોની સામે કરશે... ? તને તો ખબર હશે જ કે દરેક કીડની ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરને પોતાની એક એથીકલ કમિટી હોય છે અને... તું તારી વાત કેવી રીતે સમજાવી શકશે કે...આ માત્ર ડૉનેશન છે. આમાં પૈસાની કોઈ જ લેવડ—દેવડ નથી થઈ. ડૉ. મિલી : તો એવી વ્યક્તિ કે જેને પોતાના કુટુંબીજન પાસેથી કીડની મળવાની કોઈ જ સંભાવના ન હોય તેઓને જીવવાનો કોઈ જ અધિકાર નથી... ? આનો કોઈ જ રસ્તો નથી... ? ડૉ. શ્રીનિવાસન : છે... બ્રેઈન ડેડ બોડીમાંથી કાઢેલી કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય... અને તે પણ બ્રેઈન ડેડ બોડીના રીલેટીવ્સની સંમતિ હોય તો. ડૉ. મિલી : પણ સર... આવી બ્રેઈન ડેડ બોડી મળવી... પાછી એની કીડની મેચ થવી... કેટલું મુશ્કેલ છે નહીં... ? ડૉ. શ્રીનિવાસન : Yes ડૉ. મિલી : તો આનો પણ કોઈ રસ્તો તો હશે જ ને... ? ડૉ. શ્રીનિવાસન : માત્ર એક જ રસ્તો છે ડૉ. મિલી : છે ? ડૉ. શ્રીનિવાસન : હા... ડૉનર પોતે રેસીપીએન્ટ સાથે ઈમોશ્નલી એટેચ્ડ છે એવું સાબિત કરી શકે તો... ! ડૉ. મિલી : થેંકયુ સર... હું એ જ તો તમને સમજાવી રહી છું સર... ડૉ. શ્રી નિવાસન : પણ તું સાબિત કેવી રીતે કરી શકશે.. ? ડૉ. મિલી : મને મારી જાત પર વિશ્વાસ છે... ડૉ. શ્રીનિવાસન : પણ તું તો જાણે છે કે કીડની ડૉનેટ કરવા માટે મેજર ઑપરેશન કરાવવું પડે છે.. અને કેટલું રીસ્ક છે. ડૉ. મિલી : સર... કોઈ પણ સારું કામ કરવા માટે રીસ્ક તો લેવું જ પડે ને ! ડૉ. શ્રીનિવાસન : હું તને આ રીસ્ક નહીં લેવા દઉં... તારા ઉપર મારો એટલો અધિકાર તો છે જ ને ? ડૉ. મિલી : સર હું નાની હતી ત્યારથી તમે... મને અને મારા બાપુને જાણો છો... મારા બાપુએ મને કેવી મુશ્કેલીઓ વચ્ચે ભણાવી...ગણાવી...ડૉક્ટર બનાવી... જ્યારે બીજી બાજુ મારી મા... તેના હાર્ટ પ્રોબ્લેમને કારણે... એની જિંદગીના બાકી બચેલા શ્વાસો ગણી રહી હોય એવું મને લાગતું... આટલું મેજર ઑપરેશન તો.. આપણી ઈન્સ્ટીટયુટમાં થઈ જાય પણ તે સિવાયનો ખર્ચ... હું આ બાબતથી ચિંતિત હતી... અને આ વાતની જાણ દુર્ગાદેવીને થઈ... અને એમણે મને એમની ઑફિસમાં બોલાવી... મારી વાત જાણ્યા પછી કહ્યું. દુર્ગાદેવીનો અવાજ : જો મિલી... અમે એટલે અમારું ચેરીટેબલ ટ્રસ્ટ, તારી મધરને એક પેશન્ટ તરીકે એડપ્ટ કરવા માંગીએ છીએ... તારી મઘરના ઈલાજનો આજીવન તમામ ખર્ચ અમારા આ ટ્રસ્ટમાંથી થશે... જો તને વાંધો ન હોય તો..(વૉઈસ ઓવર પૂરો) ડૉ. મિલી : આ વાત સાંભળતાં જ મારી તમામ મુશ્કેલીઓનો જાણે અંત આવી ગયો... પણ તેમણે મારી સમક્ષ એક શરત મૂકી હતી... કે મારે આ વાતની જાણ કોઈને પણ ન કરવી... તેમના પોતાના એથીક્સને લીધે... મેં આજ દિન સુધી આ વાતની જાણ મારા બાપુને પણ નથી કરી... પણ આજે... ન છૂટકે તમને કરી રહી છું... સર, તે દિવસથી હું જાણે કોઈના ઉપકારના બોજા હેઠળ કચડાઈ રહી હોઉં તેવું લાગતું હતું. ભલેને આ બાબત તેઓ માટે બહુ મોટી ન હોય... પણ મારે માટે તો બહુ જ મોટી છે...જો કોઈ મારા કુટુંબને તેની મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકતું હોય તો હું કેમ કંઈ નહીં કરી શકું... અને એટલે જ મેં આ ડિસિઝન લીધું... એટલીસ્ટ હું તેમનું ઋણ તો ચૂકવી શકું... ડૉ. શ્રીનિવાસન : મિલી... આજ સુધી તો હું તને નાનકડી મિલી જ સમજતો હતો...પણ તું તો મોટી થઈ ગઈ. બહુ જ મોટી... એથિક્સ કમિટીને તારી વાત સમજાવવા હું તારી સાથે છું. ડૉ. મિલી : થેંકયુ સર... મને આશીર્વાદ આપો સર... ! (અંધકાર)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય — ૩

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ડૉક્ટર્સ રૂમ)

(ડૉ. શ્રીનિવાસન, ડૉ. રવિ, સૌરભ બેઠા છે. ટ્રાન્સપ્લાન્ટના ઑપરેશનની જ વાતો ચાલી રહી છે) ડૉ. રવિ : સર, આખી ફાઈલ કિલયર છે, ફકત ડેઈટ બાકી છે. ડૉ. શ્રીનિવાસન : રેસીપીયન્ટ અને ડૉનર બન્ને Known Person છે. એટલે બીજો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. સૌરભ: મિલી, આવી ગઈ ? કોની જીત થઈ ? ડૉ. મિલી : આમાં તો હું જીતું તો જ બંને તરફથી જીત હતી અને હું હારું તો ત્રણે તરફથી હાર. ડૉ . શ્રીનિવાસન : યે મિલી કભી ક્યા ક્યા બોલતી રહેતી હૈ, પતા નહીં ચલતા. ડૉ. રવિ : મુઝકો ભી ઐસા લગતા હૈ. (મિલી આંખથી મીઠો ગુસ્સો કરે છે) ડૉ. શ્રીનિવાસન : તો ઓ.કે. મૈં ચલું. દો દિનમેં ડેઈટ ફીક્સ કર લેતે હૈં. સૌરભ: હું પણ જાઉં શુભાંગી પાસે, એ એકલી છે. ડૉ. મિલી : યસ અંકલ. ડૉ. રવિ : મિલી, તું ક્યાં ફર્યા કરતી હતી ? ક્યારનો શોધતો હતો. ડૉ. મિલી : તલાશ ઉસકી હોતી હૈ, જિસકા પતા નહીં હોં. મૈં શુભાંગી આન્ટી કે પાસ થી. ડૉ. રવિ : ઓ હિન્દી આન્ટી, શ્રીનિવાસન સર ગયા હવે. ડૉ. મિલી : હા, બોલ શું ? ડૉ. રવિ : મિલી અહીં કેટલા પેશન્ટ આવે ને જાય. થોડા વખતમાં કેટલા ફેમીલીયર થઈ જતા હોય છે. ડૉ. મિલી : આવે ત્યારે કેવાં દુઃખદર્દ લઈને આવતાં હોય છે અને જાય ત્યારે ખુશી ભર્યા ચહેરે જતાં હોય છે. આપણે ખરેખર દરેક પ્રકારનાં દુઃખ અને સુખને અહીં જ અનુભવી લઈએ છીએ. આપણી ‘સેવ લાઈફ ઈન્સ્ટીટયૂટ' ખરેખર જ લાઈફને સેવ કરે છે. ડૉ. રવિ : અને એમાં તારા જેવા દાનવીર કર્ણ હોયને ! ડૉ. મિલીઃ આ દાનની વાતની બહુ ચર્ચા થઈ છે. પ્લીઝ હવે કોઈ બીજી વાત કર. ડૉ. રવિ : બીજી વાત કરું એ પહેલાં આ બાબતને લગતી એક વાત પૂછી લઉં ફ્રેન્કલી ? ડૉ. મિલી : પૂછને.. ડૉ. રવિ : તું કેમ કીડની ડૉનેટ કરી રહી છે ? હું ડૉક્ટર છું, છતાં પણ પહેલીવાર જાણ્યું ત્યારે અંદરથી હલી ઊઠયો હતો. સાચું કહેને, તારી ઇચ્છા છે ને ? ડૉ. મિલી : રવિ, સૌથી પહેલાં મેં ડિસિઝન લીધું ત્યારે તને જ પૂછવાની હતી. પણ થાય છે, સારું થયું તને નહીં પૂછ્યું. નહીં તો તું કદાચ મને રોકતે. ડૉ. રવિ : હા, એક તરફ થોડી વરી પણ અને બીજી તરફ પ્રાઉડ પણ. ડૉ. મિલી : એકચ્યુલી, મારી લાઈફમાં જે ફીલ ઈન ધ બ્લેન્કસ છે, એને હું મારી સમજથી ભરી રહી છું, 'મા'ના હાર્ટ પ્રોબ્લેમથી સતત ચિંતિત છું. ડૉ. રવિ : આઈ નૉ. ડૉ. મિલી : રવિ, હું બરાબર કરી રહી છું ને ? તારા સિવાય હું કોઈને પૂછી શકું એમ નથી. ઘણી વાર એમ થાય કે બધાં આગળ જીદ કરીને હા પડાવી રહી છું, કે મારા હાથમાં જ નથી, એ હસ્તરેખાને નચાવી રહી છું. ડૉ. રવિ : ના, મિલી. તું બધાંના હાથની સ્થગિત હસ્તરેખાને સહેજ વાળીને કલાત્મક વળાંક આપી રહી છે. ડૉ. મિલી : ઓહ નો. બધું બરાબર છે. ક્યારેક ક્યારેક હૅડ અને હાર્ટના વિચારો અંદર અંદર ઝઘડી પડતા હોય છે. ડૉ. રવિ : એટલે હૅડ અને હાર્ટ છે તારામાં ? ડૉ. મિલી : એની ડાઉટ ? એ પણ ડૉનેટ કરવાં પડે તો કરીશ, તારા જેવા નીડીને. ડૉ. રવિ : ચાલ, હું જાઉં છું, આવવું છે ? ડૉ. મિલી : ક્યાં ? ડૉ. રવિ : મિલીના ઘર તરફ, ખાસ તો એની મમ્મીની ખબર પૂછવા અને મિલીના હાથથી એના જેવી જ એક કપ કડક ચા પીવા. ડૉ. મિલી : ચાલો.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> દૃશ્ય — ૪

(શુભાંગી અને સૌરભ પોતપોતાના મોબાઈલ ઉપર વાત કરતાં હોય છે) સૌરભ : ઓ.કે. થેંકસ અ લોટ (બીજી રીંગ વાગે) ઓહ મમ્મા.. હા જોને શું કરું આજે સવારથી જ સતત ફોન ચાલુ છે... શુભાંગી ?...એ પણ બીજા ફોન ઉપર બીઝી છે. બધાંના વીશ કરવા સતત ફોન આવે છે... હા મમ્મા તમે ઘરે જે પૂજા વિધિ રાખી હતી તે પતી કે નહીં ? ના.. ના હું નહીં આવી શકું... આજે ફરીથી ડાયાલીસીસ કરાવ્યું... કાલે અર્લી મોર્નીંગમાં ઑપરેશન માટે લઈ જશે... હા મિલીને પણ મળી આવ્યો... ના, એ બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી... હા શુભાંગી પણ સ્વસ્થ છે. પણ કાલે સવારે તું અને આનંદ આવી જજો... (બંનેની ફોન પર વાત પૂરી થાય.) શુભાંગી : વાત કરતાં થાકી જવાય એટલા ફોન આવે છે. સૌરભ : બધાંની ગુડ વીશીશ...હંમેશાં ગુડ બની રહેતી હોય છે. શુભાંગી : બધાંની તો છે જ... પણ સૌરભ, તમારી જ હૂંફને કારણે હું આટલી સ્વસ્થ રહી શકી છું ખરેખર તમારે ખાતર... તમારા પ્રેમને ખાતર... સૌરભ: પ્રેમ એ તો સનાતન છે... આપણું હોવું ન હોવું... ગૌણ છે અને આપણે પ્રેમને નિમિત્ત બનાવી જીવીએ છીએ. એ જ અગત્યનું છે... અને તો જ આપણા આ જીવનની સફર સાર્થક થાય... આ મોસમનો જ દાખલો લે ને... થોડા જ સમયમાં કેવો આત્મીય નાતો બંધાઈ ગયો... ! શુભાંગી : ભવાની કહેતો હતો કે એ મને મળવા માંગે છે... ભવાની દેખાય તો કહેજે કે એને લઈને આવે મારે પણ ઑપરેશન પહેલાં એને મળવું છે. સૌરભ : મોસમ કદાચ નહીં આવી શકે. લાગે છે કે તે વધુ બીમાર છે... ટી.બી.ના symptoms છે. શુભાંગી : એટલે.. ? સૌરભ: એની ઈમ્યુનિટી એકદમ ઓછી થઈ ગઈ છે... અને એટલે ઈન્ફેકશન જલદી લાગે... એવું ડૉક્ટર રવિ કહેતા હતા... શુભાંગી : તો.. મને લઈ જા એની પાસે... (દરવાજા પાસે ભવાની મોસમને વ્હીલ ચેરમાં લઈને ઊભો છે...) મોસમ : (ખાંસી ખાતાં) આન્ટી... ! શુભાંગી : અરે...મોસમ તું ? ભવાની : હા બેન... મોશમ બેબીએ બહુ જ હઠ કરી કે મારે આન્ટી પાસે જવું છે. એટલે ન છૂટકે લઈ આવ્યો.. બાકી ડૉકટરોએ તો બિલકુલ મનાઈ ફરમાવી છે. શુભાંગી : મોસમ... તું જોજે ને... તું જરૂર સો વર્ષની થવાની મોસમ : કેમ.... ? શુભાંગી : હું અને અંકલ હમણાં જ તને યાદ કરતા હતા...અને તું આવી. સૌરભ : હા મોસમ... મોસમ : અંકલ... દર પાંચ મિનિટે પાંચ ખાંસી આવે તો સો વર્ષમાં કેટલી ખાંસી ખાવાની ? સૌરભ : તું તો મેથ્સનો અઘરો સમ પૂછી રહી છે. શુભાંગી : બેટા તું ચિંતા નહીં કર, તું જલદી સારી થઈ જશે... આ તારો ભની જ કહેતો હતો કે આ 'શેવ લાઈફ ઈન્સ્ટીટયુટ'માં બધાંની જ લાઈફ શેવ થઈ જાય છે. મોસમ : લાઈફ તો એની સેવ થાય...જેનાં મમ્મી તેની સાથે હોય... ! શુભાંગી : મોસમ ! મોસમ : આન્ટી, ગઈ કાલે મને એક સપનું આવ્યું હતું... જાણે મારી મમ્મી મને એની પાસે બોલાવી રહી છે... મારી મમ્મીનો પાલવ હવામાં લહેરાતો હતો. અને હું એના પાલવને ઓઢીને... એના પાલવ નીચે બેઠી હતી... બહુ ખાંસી આવતી હતીને એટલે.. શુભાંગી : મમ્મીની બહુ યાદ આવે છે બેટા ? મોસમ : આન્ટી... આપણે પાલવ ઉગાડી નહીં શકીએ... મમ્મીના પાલવ ઊગી ઊગીને લહેરાતા હોય... તો એની નીચે બેસવાની કેવી મઝા આવે.. ? (મોસમને એકદમ ખાંસી આવે છે..શુભાંગી માંડ આંસુઓ રોકવા પ્રયત્ન કરે છે) ભવાની : બસ બેબી બસ... બહુ નહીં બોલવાની શરતે જ તને અહીં લાવ્યો છું... ફરી પાછું આઈ.સી.યુમાં જવું પડશે... (સૌરભ વાત બદલતાં) સૌરભ : મોસમ... કાલે સવારે આન્ટીનું ઑપરેશન છે... તું વીશ નહીં કરે... મોસમ : આન્ટી તમારે... તમારી મોસમ માટે જલદી સારાં થઈ જવાનું છે... પછી કદાચ મારી પાસે... (ખાંસી) શુભાંગી : બેટા, ખાંસી આવે ત્યારે બહુ બોલવાનું નહીં. મોસમ : આન્ટી, તમે ઑપરેશન માટે જાવ ત્યારે તમને ગાઉન પહેરાવશેને... ત્યારે તમે મને તમારો આ પાલવ આપશો... ? તમે પાછા આવોને ત્યાં સુધી હું એને ઓઢીને બેસી રહીશ... (ખાંસી વધે છે) શુભાંગી : ચોક્કસ બેટા.. સૌરભ : ભવાની, મોસમને આરામની જરૂર છે.. તું એને... ભવાની : સાહેબ... હવે તો મારાથી પણ શહેવાતું નથી. મોસમ : ખીજવારે બુધડી... ખીજવારે બુધડી.... શુભાંગી : એ શું બોલે છે... ? ભવાની : ખીજવારે બુધડી... એટલે બુધવારે ખીચડી...આપણી કેન્ટીનમાં દર બુધવારે ખીચડી બને છે ને... એટલે એને બુધવારે ખીચડી જ જોઈએ. હવે જો કોઈ વાર ખીચડીને બદલે દાળ રાઈશ બન્યા હોય તો આવું બોલી—બોલીને જીદ કરે એટલે મારે ઘરેથી ખીચડી બનાવી લાવવી પડે... પછી જ એ મારા હાથે ખાય... અરે આજે પણ તારા માટે ખીચડી બનાવી લાવ્યો છું... મોસમ : ક્યાં છે... ? ભવાની: તારા રૂમમાં મૂકી છે, પણ હું જાણું છું કે તું નથી ખાવાની. શાહેબ કેટલા દિવસથી અન્નનો એક દાણો પણ મોંમાં નથી મૂકયો...મારી તો હવે હિંમત જ ભાંગી ગઈ છે. સૌરભ : ભવાની હિંમત રાખવાની... આ... સેવ લાઈફ હૉસ્પિટલમાં બધાં નસીબવાળા લોકો જ આવે છે શુભાંગી : પણ ભવાની હું આવતે ને... તારે અહીં લાવવાની શી જરૂર હતી ? મોસમ : આન્ટી... મેં જ ભનીને કહ્યું કે મને આન્ટી પાસે લઈ જા. મારે તમને એક સરપ્રાઈઝ ગીફટ આપવી છે. શુભાંગી : ગિફ્ટ.... ? મોસમ : હા, પિન્ક પિન્ક ગાલવાળી ડોલ (વ્હીલચેરમાં છૂપાવેલ પેપર કાઢે છે) મેં ડ્રો કરી છે.. નીચે મેં સહી પણ કરી છે. કેવી છે ? જો કે ખાંસી એટલી બધી આવતી હતી કે... બરાબર ડ્રો નથી કરી શકી.. શુભાંગી : બહુ સરસ છે.. બિલકુલ તારા જેવી જ... મોસમ : આન્ટી, આને હંમેશાં તમારી પાસે જ રાખજો અને મારી યાદ આવેને ત્યારે આ ડોલ સાથે વાત કરજો..... હું....નહીં....હોઉ.... (બહુ જ ખાંસી આવે. શુભાંગી મોસમને વળગી પડે...) ભવાની : ચાલ બેબી, બાય કરી દે……. (મોસમ ખાંસીને કારણે બોલી શકતી નથી માત્ર હાથ ઉંચો કરે છે.. ભવાની વ્હીલચેર પર લઈ જાય સૌરભ તથા શુભાંગી પાછળ પાછળ આવે. મોસમને બહુ ખાંસી આવે અને લોહીની ઉલટી થાય. ભવાની એકદમ ગભરાઈ જાય અને ‘ડૉક્ટર રવિ... ડૉક્ટર રવિ'ની બૂમો પાડે..) મોસમ : આન્ટી... આન્ટી... મમ્મી... મમ્મી... શુભાંગી : હા બેટા, તને કંઈ નહીં થાય... સૌરભ: ડૉ. રવિ, પ્લીઝ...

(ઓચિંતી મેસમની ખાંસી અટકી જાય વ્હીલચેર ઉપર ડોકુ નાંખી દે. ડૉ. રવિ આવી પહોંચે અને મોસમનો હાથ હાથમાં લે.. પર પલ્સ પકડાતી નથી. હાથ વડે મોસમનાં પોપચાં ઢાળી દે.) 

ભવાની : અરે બેબી..બોલને.. મૂંગી કેમ થઈ ગઈ.. ? બોલ.. તારી બકબ કેમ બંધ થઈ ગઈ... ? (સેલફોન મોસમના કાન પાસે મૂકે) બોલ બેબી... વાત કર... અરે, તારા વગર આ ‘શેવ લાઈફ’ શાવ મૂંગી થઈ જશે... બોલ... (મોસમનો રેકૉર્ડેડ અવાજ આવે) ભની, સેલ ફોન મારા કાન પાસે મૂકી રાખજે... કબરમાં સ્કેલેટન થઈ જઈશ ને તો પણ હું તમારા બધાં સાથે વાતો કરી શકીશ... (ભવાની આક્રંદ કરે છે) મોસમ (રેકોર્ડેડ અવાજ) : આન્ટી, તમે સારા થઈને આવશો ને ત્યારે હું તમારો પાલવ ઉગાડી રાખીશ.. પછી આપણે લહેરાતા પાલવ નીચે બેસીશું... સો વર્ષ સુધી.(હૉસ્પિટલનો આખો સ્ટાફ સ્તબ્ધ થઈ જાય છે.) (બ્લેકઆઉટ દરમિયાન રેકૉર્ડેડ સંવાદ સંભળાય.) ડૉ. શ્રીનિવાસન: કૉન્ગ્રેચ્યુલેશન મિ. ભાટિયા... ઑપરેશન ઈઝ સક્સેસફુલી ડન. સૌરભ: ઓહ, થેન્ક ગૉડ... ! થેંક્સ ડૉક્ટર.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> અંતિમ દૃશ્ય

સૌરભ: (બહારથી આવતા) શુભાંગી ચલો... તૈયાર થઈ જાવ... આખરે ઘરે જવાનો સમય થઈ ગયો..... શુભાંગી : ઘર.... સૌરભ : હા... આપણું ઘર... શુભાંગી : ઘણાં દિવસથી મને આપણું ઘર યાદ આવતું હતું... અહીં હૉસ્પિટલના એકધારાપણાથી અજબ અકળામણ અનુભવાતી હતી... આ ચાર દીવાલો વચ્ચે એ જ રોજિંદી જિંદગી...આ એ.સી. રૂમની ઠંડક પણ હવે જાણે મને દઝાડી રહી છે... પણ હવે, જ્યારે ખરેખર જવાની ક્ષણ આવી ત્યારે...એવું લાગે છે કે...આ હૉસ્પિટલ... આ ૭૦૭ નંબર રૂમ... અહીંનું વાતાવરણ... અહીંનો સ્ટાફ બધું જ જાણે મારા જીવનનો એક ભાગ બની ચૂકયો છે... અહીં જ મને મોસમ... મિલી... ભવાની મળ્યાં.. મારી જિંદગીરૂપી નાટકનાં એવાં પાત્રો કે જે મારા અસ્તિત્વ સાથે જાણે એકાકાર થઈ ગયાં... હવે પાછા ફરવાની ક્ષણે.... આ બધાંને પાછળ છોડીને દૂર ચાલ્યા જવાનું.. સૌરભ, આ ક્ષણ મારે માટે બહુ જ કઠિન છે. સૌરભ : તારી વાત સાચી છે... અને આ તારાં પાત્રો માત્ર તારી જ નહીં, મારી પણ એટલા જ નજીક છે... મોસમના અચાનક મૃત્યુ બાદ બીજે જ દિવસે તને ઑપરેશન થીએટરમાં લઈ ગયા ત્યારે.. મોસમની યાદમાં અને તારી ચિંતામાં હું એવો તો ચકરાવે ચઢયો કે એ થોડા કલાક તો જાણે વર્ષો જેવા લાગ્યા. શુભાંગી : સૌરભ આપણે અહીં આ બધાંને વારંવાર મળવા આવીશું ને ? સૌરભ: ચોક્કસ આવીશું. ભવાની : (પ્રવેશતાં) અને ન અવાય તો એશએમએશ કરતાં રહેજો. શુભાંગી : ભવાની ! ભવાની : હા બેન, મેં તમારા બધાં જ નંબરો પણ શેવ કર્યા છે. સૌરભ : ભવાની... કંઈ પણ કામ હોય ને ત્યારે તારા આ શૌરભ શાહેબને યાદ કરજે. ભવાનીઃ ચોક્કશ... શાહેબ સૌરભ: અને હા, ગઈ કાલે જ હું મોસમની સ્કૂલે ગયો હતો.. તેના પ્રિન્સીપાલ તથા ટ્રસ્ટીઓને મળીને મેં વાત કરી કે મોસમના નામે એક સ્કોલરશીપ અપાય... તો કદાચ.. ભવાની : આ બહુ જ શારું કામ કર્યું શાહેબ... (આંખો લૂછે છે.) શુભાંગી : અને જો હું હવે સારી થઈ ગઈ છું.. એટલે આ તારા માટે... (એક કવર આપે છે) ભવાની : આ શું છે ? સૌરભ : બક્ષિસ... લઈ લે ભવાની... તેં જ તો કહ્યું હતું કે બેન તમે સારા થઈ જાવ પછી તમારે હાથે લઈશ. ભવાની : ના શાહેબ... હવે તો નહીં જ લેવાય. તમે મારી મોશમ બેબી માટે આટલું કર્યું એ જ બહુ છે... શુભાંગી : ભવાની, પ્લીઝ મારે ખાતર લઈ લે... ભવાની : ના બેન ના. શુભાંગી : હવે લઈ લે...(બીજું એક કવર આપતાં) અને આ બાકીના સ્ટાફ માટે.. તું જ આપી દેજે. ભવાની : ચાલો બેન... આવજો ત્યારે સૌરભભાઈ……(બારણાં પાસે અટકીને) આ ભવાનીને કયારેક યાદ કરજો... (સામે જ દુર્ગાદેવી આવે છે) નમસ્તે... ! શુભાંગી : મમ્મીજી આવી ગયાં તમે.. ? દુર્ગાદેવી: હવે જવાને કેટલી વાર છે... અડધો કલાક સુધીમાં નીકળી જવાય તો સારું... ત્યાર પછીનું મુહૂર્ત સારું નથી. સૌરભ : ઘરે જવામાં પણ મુહૂર્ત.. ? શુભાંગી : હા, અમે તૈયાર જ છીએ. ડૉ.રવિ : (પ્રવેશતાં) હેલો... ગૂડ મોર્નિંગ એવરીબડી... શુભાંગી : ગૂડ મોર્નિંગ... દુર્ગાદેવી: ડૉ. શ્રીનિવાસન આવી ગયા.. ? મારે એમને મળવું છે. ડૉ. રવિ : ના હજી સુધી નથી આવ્યા... કોઈ દિવસ નહીં ને આજે જ સર આવ્યા નહીં એટલે મેં તેમના ઘરે ફોન કર્યો હતો... તો ઘરેથી જવાબ મળ્યો કે વહેલી સવારથી જ ક્યાંક જવા નીકળી ગયા છે... મોબાઈલ ઉપર પણ કૉન્ટેક્ટ નથી થઈ શકતો. દુર્ગાદેવી: વેરી સ્ટ્રેઈન્જ... ! મારે એમને મળવું ખૂબ જ જરૂરી હતું... ખેર, બીજી વાર મળી લઈશ. ડૉ. રવિ : આન્ટી... આ તમારા માટે (બૂકે આપતાં) મિલીએ મોકલાવ્યો છે... શુભેચ્છાઓ સાથે. શુભાંગી : (બૂકેને જોતાં) ઓહ, મિલી ! (કાર્ડ ઉપર નજર પડે છે) Best wishes for good health & happiness .ડૉ. રવિ, મારે છેલ્લે એકવાર મળવું હતું મિલીને. મથુર : (પ્રવેશ કરતાં) નમસ્તે બેન ! તમે જવાનાં એટલે મળવા આયો. શુભાંગી : સારું કર્યું... પણ મિલી કેમ છે ? મથુર : હારું સ... પણ ઘરે આરામ કરીન કંટાળી ગઈ સે... જલદી હૉસ્પિટલ આઈન કામે લાગવાની ઉતાવળ કર સ. શુભાંગી : પણ તમે એને ડૉક્ટર પરમિશન આપે પછી જ ડયુટી જોઈન કરાવજો. મથુર : હા બેન... પણ મોન ત્યારે ન. શુભાંગી : તમારી વાઈફને કેમ છે ? માથુર :ઘણું હારું સ. શુભાંગી : મિલીને મારી યાદ અપાવજો. દુર્ગાદેવી : હવે આપણે નીકળવું જોઈએ. સૌરભ : હા ચાલો...(સામાન લેતાં) મથુર : લાવો સાહેબ હું લેવા લાગું (થોડો સામાન લઈને એક પછી એક બહાર નીકળે. શુભાંગી એકલી રોકાઈ જાય. છેલ્લી વાર આખા રૂમને આંસુભરી આંખે નિહાળે. એક એક વસ્તુને સ્પર્શ કરે... અને પછી નીકળવા જાય ત્યાં સૌરભ પાછો આવે.) સૌરભ : ચાલ... કેમ અટકી ગઈ હતી... ? શુભાંગી : આ ૭૦૭ નંબરના રૂમની છેલ્લી વિદાય લેતી હતી... આ રૂમ, મારી જિંદગીના મહત્ત્વના પડાવનો સાક્ષી છે, નહીં... ! ચાલો.. (બંને બહાર આવે. દુર્ગાદેવી બંનેની રાહ જોતાં અકળાઈ ગયાં હોય એમ ઊભાં છે... બધાં બહારના પેસેજમાં આગળ વધે ત્યાં જ સામેથી ડૉ.શ્રીનિવાસન આવતા દેખાય.) ડૉ. શ્રીનિવાસન : હેલો મિસીસ ભાટિયા.. શુભાંગી : હેલો સર... ! તમે ક્યાં હતા ? અમે તમારી રાહ જોઈને નીકળ્યા. ડૉ. શ્રીનિવાસન : મારે જરા અંગત કામ હતું એટલે મોડું થયું... એની વે.. બેસ્ટ ઓફ લક ફોર ફરધર લાઈફ.. ! (સૌરભ તરફ ફરતાં) મિ.ભાટિયા, તમે બરાબર એમનો ખ્યાલ રાખજો અને મેં તમને ગઈકાલે બતાવી તે ઈન્સ્ટ્રકશન બરાબર ફોલો કરાવજો... અને ચેક અપ માટે પણ આવી જજો. સૌરભ : યસ સર ! વન્સ અગેઈન થેંકયુ વેરી મચ.. ડૉ. શ્રીનિવાસન : યુ આર વેલકમ ! ગુડબાય ! (નીકળવા જાય ત્યાં જ દુર્ગાદેવી અટકાવતા) દુર્ગાદેવી : એક મિનિટ ડૉક્ટર, હું પણ તમારી જ રાહ જોતી હતી. સારું થયું તમે સમયસર આવી ગયાં (પર્સમાંથી એક ચેક કાઢી આપતાં) લો આ બ્લેન્ક ચેક.. તમારી ઈન્સ્ટીટયુટ માટે...અમારા તરફથી... તમે તમારી મરજી મુજબની રકમ ભરી શકો છો.. અને તમને યોગ્ય લાગે તે માટે ખર્ચી શકો છો.. કોઈ નવું રીસર્ચ સેન્ટર.. કે અન્ય સુવિધાઓ... તમને જે જરૂરી લાગે તે માટે...પણ મિલીને લાભ થાય એ વાત ખાસ ધ્યાનમાં રાખજો. (ડૉ. શ્રીનિવાસન ચેક હાથમાં લે અને જોઈને પાછો આપે છે.) ડૉ. શ્રીનિવાસન : રહેવા દો.. દુર્ગાદેવી.. રહેવા દો.. આ બ્લેન્ક ચેક કોઈ બીજાને આપજો.... દુર્ગાદેવી: કેમ શું થયું ? હું આ ડૉનેશન મારી શુભાંગી સાજી થઈ તેની ખુશાલી માટે આપું છું... આમ પણ અમે... ડૉ. શ્રીનિવાસન: શુભાંગીની ચિંતા તમે જેટલી આજે કરો છો એટલી જ ચિંતા તમે ૨૫ વર્ષ પહેલાં કરી હતી ? દુર્ગાદેવી: એટલે ? ડૉ.શ્રીનિવાસન : મને યાદ છે.. આજથી લગભગ પચ્ચીસ વર્ષ પહેલાંનું એ પ્રાઈવેટ નર્સીંગ હોમ... શુભાંગીનું ઈમર્જન્સી સિઝેરીયન ઑપરેશન... અને તમે ત્યાંના ઈનચાર્જ ડૉક્ટરને આપેલો એક બ્લેન્ક ચેક.. દુર્ગાદેવી: મને નથી સમજાતું કે તમે કહેવા શું માંગો છો ! ડૉ.શ્રીનિવાસન : તમે બરાબર જાણો છો કે હું શું કહેવા માંગું છું... હું તે વખતે સાવ જુનિયર હતો.. એ હૉસ્પિટલ પણ મારે માટે નવી જ હતી... મેં તમને અહીં જે દિવસે પહેલી વાર જોયાં ત્યારે જ તમારો ચહેરો પરિચિત હોય એવું લાગ્યું હતું પણ આજે બધું જ બરાબર યાદ આવે છે. દુર્ગાદેવી: તમે શું કહેવા માંગો છો તે હજી મારી સમજમાં નથી આવતું...અને આજ દિન સુધી દુર્ગાદેવી સાથે કોઈએ આ રીતે વાત કરવાની હિંમત નથી કરી. (ચેક પર્સમાં મૂકતાં) ચાલો સૌરભ.. શુભાંગી આપણું સારું મુહૂર્ત નીકળી જશે.. સૌરભ : એક મિનિટ મમા... મારે આ વાત આજે જાણવી જ છે કે તે દિવસે ખરેખર શું બન્યું હતું ? પ્લીઝ ડૉક્ટર કેરી ઑન... ડૉ.શ્રીનિવાસન: તો જાણી લો મિ, એન્ડ મિસિસ ભાટિયા, તમને જન્મેલું બાળક મૃત ન હતું.. ભગવાને તમારે ત્યાં સુંદર મજાની દીકરીને જન્મ આપ્યો હતો. પણ આ તમારાં મમ્મીજીએ એને નકામી ચીજ ગણી ત્યજી દીધી હતી.. અને તે ડૉક્ટર પાસે મૃત બાળક જન્મ્યું છે એવી જાહેરાત કરાવી હતી. દુર્ગાદેવી: તમે આવી વાહિયાત વાતો શું કામ કરો છો.. ? છે કોઈ આધાર... કોઈ સાબિતી તમારી પાસે.. ? ડૉ.શ્રીનિવાસન : છે.. એટલે જ કહું છું અને હું એ પણ જાણું છું કે તમારી એ દીકરી આજે પણ આ દુનિયામાં છે... શુભાંગી : શું.. ? તમે જાણો છો ? ડૉક્ટર ? સૌરભ.. ડૉક્ટર શું કહે છે ? ડૉ. શ્રીનિવાસન : હા મથુર, આ મિલી તારી પોતાની દીકરી છે ? મથુર  : હા સાહેબ... પણ આવો સવાલ ચમ કરો સો ? ડૉ.શ્રીનિવાસન: મથુર સાચું કહે, ખરેખર મિલી તારી પોતાની દીકરી છે ? મથુર : મિલી મારી જ દીકરી સ. ખાતરી કરવી હોય તો મારી ઘરવાળીને જઈ પૂછી આવો. ડૉ.શ્રીનિવાસન : યાદ કર મથુર... તેરમી જુલાઈ ને શુક્રવાર ઓગણીસો ત્યાંસીનો દિવસ... યાદ કર મથુર યાદ કર... મથુર : હા સાહેબ... એ દા'ડાને હું ચેવી રીતે ભૂલું... ! રોજની જેમ ઈસ્પિટલનો કચરો કચરાપેટીમાં નોખવા જ્યો'તો, ન્યાં... બાળકના રોવાનો અવાજ કૉને પડયો. તરત જ મેં કચરો ફેંદી જોયો તો... કોઈ અભાગિયું તાજી જ જન્મેલી બાળકીન ફેંકી ગ્યું'તું.. ત્યાર મનુ કાંય હુજ્યું નૈ એટલે બાળકીન હીધી મારે ઘેર લઈ જઈનુ જેવી મારી ઘરવાળીના ખોળામાં મૂકી એવી જ ઈ રોતી બંધ થઈ જૈ. જોંણ માની હૂંફ મળી ગઈ. ઓમય મારી ઘરવાળી હૃદયની બીમારીનું લીધે મા બની હક ઈમ નો'તી. એટલે... ભગવૉનની ભેટ હમજી હેતથી અપનાઈ લીધી ને ખૂબ લાડ—કૉડથી ઉછેરીન દાકતર બનાઈ. સાહેબ ઈ સને મને... મને મળેલી. તેથી જ તો ઈનું નૉમ મિલી પાડેલું. ડૉ. શ્રીનિવાસન (શુભાંગીને) : જે દિવસે મિલીએ મને જણાવ્યું કે તમને કીડની ડૉનેટ કરવા માંગે છે. મેં તમારા અને મિલીના રિપોર્ટ જોયાં તે પરફેકટ મેચ થતાં હતાં અને મારી શંકા મજબૂત બની... પણ આ વાત મેં કોઈને નહીં કરી... આજ દિન સુધી કોઈને નહીં... મેં તમારા બંનેના D.N.A ટેસ્ટ માટે બ્લડ સેમ્પલો મોકલી આપ્યાં હતાં... જેના રિપોર્ટ આજે જ આવ્યા... આ રહ્યા તે રિપોર્ટ... મિલી તમારી જ દીકરી છે... તમે જેને એક નકામી ચીજ સમજીને કચરાપેટીમાં ફેંકી દીધી હતી તે જ તમારા કુટુંબની ઉદ્ધારક સાબિત થઈ છે. દુર્ગાદેવી : મને માફ કરો... મારી મૂર્ખામીભરી માન્યતાઓને કારણે કેટલી મોટી ભૂલ કરી... શુભાંગી.. મને માફ કરજે. મેં તને બહુ અન્યાય કર્યો છે... આજે મિલીને જોઉં છું ત્યારે તો પશ્ચાતાપ થાય છે.. મને મિલી પાસે લઈ જાવ... મિલીના ઘરે... મિલીનું ઘર... (આગળ જવા જાય ત્યાં સામે જ ડૉ. રવિ મિલીને લઈને આવી ઊભો દેખાય...) શુભાંગી : મિલી.... ! (મિલી એક ડગલું ભરે અને પછી ઊભી રહી જાય) મથુર : હા બેટા... જા... ઈજ તારાં હાચાં મા—બાપ સ. (મિલી એક બે ડગલાં ભરે અને પાછી ફરતાં) મિલી : બાપુ...(મથુરને વળગી પડતાં). ના તમે જ મારા બાપુ છો... હું તમને છોડીને ક્યાંય નથી જવાની. શુભાંગી : ઓ મારી મિલી... મારી દીકરી તું હમણાં પણ છે... મારામાં... મારા શરીરમાં આરોપાએલી આ જીવંત કીડનીના રૂપમાં... હવે તો તું હંમેશાં મારામાં જ... મારામાં જ...

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (પંક્તિઓ ગૂંજે...)

સૂના સંબંધો ફરીથી ભીના ભીના થઈ ગયા,
એ બધાંને વ્હાલથી વાળો, મિલીના ઘર તરફ.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (પડદો પડે)