ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/માણેકલાલ ગોવિંદલાલ જોશી

માણેકલાલ ગોવિંદલાલ જોશી

એઓ જ્ઞાતે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ; અને એમનું વતન ધોળકા છે. એમના પિતાનું નામ ગોવિંદલાલ હરિશંકર જોશી અને માતાનું નામ ચંચળબ્હેન–જેશંકર પંડિતની પુત્રી–છે. એમનો જન્મ દદુકા (તા. સાણંદ) માં પોતાના મોસાળમાં થયો હતો. એમનું લગ્ન સન ૧૯૨૩ માં ધોળકા તાલુકે વાસણકેળીઆમાં સૌ. લલિતાગવરી સાથે થયું હતું. એમના પિતા રેલ્વેમાં નોકર હોવાથી એક સ્થળે શિક્ષણ લેવાનું એમનાથી બની શક્યું નહોતું. ઇંગ્રેજી સાત ધોરણ પૂરા કર્યા પછી ચાર વર્ષ એમણે ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો હતો- સિનેમાનો બહુ શોખ હોવાથી તેઓ એ ધંધામાં પડેલા; અને તેમાં વાર્તાઓ લખવાથી તે સીનાર્યો, એડીટીંગ અને ડીરેક્શન વિ. સર્વ વિષયોનો અનુભવ મેળવેલો. તેમણે કેટલાંક ચિત્રપટો સ્વતંત્ર રીતે પણ ડીરેકટ કરેલાં, જેમાં કૃષ્ણાકુમારી, બહારે જીંદગી વિ. મુખ્ય હતાં. સાહિત્ય પ્રતિનું વલણ તેમને લખવા વાંચવા પ્રેરે છે. એમણે કેટલોક વખત ‘Moving Picture Monthly’ નામનું સીનેમા ઉદ્યોગને લગતું ઇંગ્રેજી માસિક એડિટ કર્યું હતું.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> : : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
૧. ઝુરતું હૃદય સં. ૧૯૮૮
૨. દિલારામ ૧૯૮૯
૩. પ્રેમળ જ્યોતિ ૧૯૮૯