ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/હરિરાય ભગવંતરાય બુચ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


હરિરાય ભગવંતરાય બુચ

જ્ઞાતિએ (વડનગરા) નાગર ગૃહસ્થ. જન્મ, ઑગસ્ટ ૧૮૮૨માં. મૂળ વતન જુનાગઢ; હાલ ઘણાં વર્ષોથી વડોદરામાં નિવાસ કરે છે, સન ૧૯૦૯થી ‘સયાજી વિજય’ના ઉપતંત્રી તરીકે કામ કરે છે. વડોદરાની સાહિત્ય વિષયક તેમજ અન્ય સાર્વજનિક હિલચાલોમાં આગળ પડતો ભાગ લે છે, એક જાહેર કાર્યકર્તા અને વક્તા તરીકે તેઓ સારી રીતે જાણીતા છે; અને એક લેખક તથા પત્રકાર તરીકે પણ તેમણે ઉંચી છાપ પાડેલી છે. ‘સયાજીવિજય’ ગુજરાતના અઠવાડિકોમાં જે લાગવગ અને બહોળો પ્રચાર ધરાવે છે, તેની લોકપ્રિયતામાં એમનો હિસ્સો જેવો તેવો નથી. એમના પ્રિય વિષયો ઇતિહાસ અને પુરાતત્ત્વ છે. એમના પુસ્તકોની યાદી નીચે નોંધી છે તે પરથી જેઈ શકાશે કે એમની કલમ કયા કયા ક્ષેત્રોમાં ફરતી રહી છે:–

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> એમના ગ્રંથોની યાદી:

૧ ‘હારમાળા’ અને તેનો લેખક સન ૧૯૧૨
૨ કમલાકુમારી અથવા પૂર્વ } [એસ. એમ. મિત્રના ‘હિંદુપુર’ નામક
પશ્ચિમનો હસ્તમિલાપ } અંગ્રેજી નવલકથાના ઉપરથી અનુવાદ] સન ૧૯૧૨
૩ પાર્લામેન્ટ અથવા } [સયાજી–સાહિત્યમાળા તરફથી] સન ૧૯૧૯
બ્રિટિશ રાજ્યસભા }
૪ ચક્રવર્તી અશોક [સયાજી સાહિત્યમાળા તરફથી] સન ૧૯૨૧
[બાલ સાહિત્યમાલા તરફથી] સન ૧૯૨૬