કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/‘દિયા રે અગમ પર ડેરા’
Jump to navigation
Jump to search
૪૬. ‘દિયા રે અગમ પર ડેરા'
‘દિયા રે અગમ પર ડેરા.'
એક હવાને ઝોકે ટળતા લખચોરાસી ફેરા.
અમને વ્હાલું શિખર અમારું,
અમને વ્હાલી ગુફા;
આતમ ને પરમાતમનાં અહીં,
વહેતાં ઝરણાં છૂપાં.
અનહદના અહીં નાદ સ્વરૂપના મહેકે મબલખ ચહેરા,
દિયા રે અગમ પર ડેરા.
સૂરજ ચંદર તારા અહીંયાં,
ટોળે વળતા આવે;
અજવાળાનો દેશ :
આગિયા અભાગિયા નહીં ફાવે;
ભાગ્યવાનને ભગવાન મળે : નહીં મેરા નહીં તેરા,
દિયા રે અગમ પર ડેરા.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૩-૧૦-૧૯૯૦(પદધ્વનિ, ૧૯૯૧, પૃ. ૬૨)