કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/મંન મારું
Jump to navigation
Jump to search
૫. મંન મારું
મને ઘેરે પતંગિયાનું ટોળું
કે મંન મારું ભોળું ભોળું!
કૈં કેટલાયે રંગ હું તો ઘોળું
કે મંન મારું ભોળું ભોળું!
ઊડતાં ઊડતાં એ અહીં આવે
ને જાય મને ઊેંડે ડુબાડતાં :
મારી નમણી આંખો ને એની પાંખો
કે બેય નહીં સાથે ઉઘાડતાં.
આંખ ખોલું મીચું ને વળી ચોળું :
કે મંન મારું ભોળું ભોળું!
આટલા તે રંગનો તરણાને આંગણે
મેળો શો મબલખ ઊભરાય :
મેળામાં કેમ કરી મ્હાલવું જ્યાં મંન મારું
મારે એકાન્તે અટવાય,
નહીં સંગના સરોવરને ડહોળું
કે મંન મારું ભોળું ભોળું!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ૧૯૬૫(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૭)