કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/જુગ જુગના જીવણ


૧૮. જુગ જુગના જીવણ

આમ રે જુઓ તો અમી થાય!
જુગજુગના જીવણ
અમને જુઓ તો વાણું વાય!
આભલે તરાપો વાલા તારે મઢ્યો ને આંહી
ઝરમરતાં જળ ના ઝિલ્યાં જાય,
મધદરિયે વહાણ ઊભાં વાટ્યો જુએ ને આંહી
પળને મોજે ના ભરતી માય.
એક રે છાલકમાં અમી થાય
જુગજુગના જીવણ
ભીંજવો જરા તો વાણું વાય!
મોતી ના માગું થોડું અજવાળું માગું વાલા
છીપનીયે બ્હાર નજર જાય!
અમે તો ભલે ને આઘા ઊભા રહો ને વાલા
ભણકારા પાસે સંભળાય!
એક રે સાદે તો અમી થાય
જુગજુગના જીવણ
અમને બોલાવ્યે વાણું વાય.
૧૯૮૨

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧૦)