કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૧. પ્રતિપદાનો ચંદ્ર
(Redirected from કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૧૧. પ્રતિપદાનો ચંદ્ર)
૧૧. પ્રતિપદાનો ચંદ્ર
ઉશનસ્
કોક રસિયા હોઠની જાણે મરડ,
શી રેખ ઊગી ચંદ્રની બાંકી બરડ!
કોર કાઢી પાતળી રેખામય
બ્હાર આવે ગર્ભ કો તેજોમય!
આકાશને ઈંડે પડી ઝીણી તરડ!
૨૮-૧૧-૫૪
(સમસ્ત કવિતા, પૃ. ૧૯૮)