અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/રજકણ
રજકણ
હરીન્દ્ર દવે
રજકણ સૂરજ થવાને સમણે,
ઉગમણે ઊડવા લાગે, જઈ ઢળી પડે આથમણે.
જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા,
ઝંખે કોઈ દિન બિંબ બનીને
સાગરને મન વસવા,
વમળ મહીં ચકરાઈ રહે એ કોઈ અકળ મૂંઝવણે.
જ્યોત કને જઈ જાચી દીપ્તિ
જ્વાળ કને જઈ લ્હાય,
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય;
ચકિત થઈ સૌ ઝાંખે એને ટળવળતી નિજ ચરણે.
(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૧૦)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69ac7d2e542c83_89603067
હરીન્દ્ર દવે • રજકણ સૂરજ થવાને શમણે • સ્વરનિયોજન: દિલીપ ધોળકિયા • સ્વર: લતા મંગેશકર