અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તમે યાદ આવ્યાં (— ને તમે યાદ આવ્યાં)

હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
         જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
                  એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
         જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
                  એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
         જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
                  સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં.
         જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,
                  કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
         જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
                  એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૦૫)



Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69ac274732e912_39906339


હરીન્દ્ર દવે • પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં • સ્વરનિયોજન: પુરુષોત્તમ ઉપાધ્યાય • સ્વર: હંસા દવે






Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69ac2747356d96_13405127


હરીન્દ્ર દવે • પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: વિભા દેસાઇ, રાસબિહારી દેસાઇ