સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હસિત બૂચ/ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ભારતનાં રખવાળાં કરશું,
ભારતમાં અજવાળાં ભરશું :
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!
દેશ અમારો ઝિન્દાબાદ!

મરજીવા થઈ સાગર તરશું,
પવન પલાણી થનગન ફરશું;
અમે ચાંદની,
અમે વાદળી થઈ જગતમાં
મીઠાં મીઠાં અમરત ઝરશું :
ઝિન્દાબાદ.

થાક અમે સ્હેજે ના ગણશું,
પાયાથી નવચણતર ચણશું;
અમે બંસરી,
અમે ખંજરી બની મુલકમાં
મધુર કૂજશું ને રણઝણશું :
ઝિન્દાબાદ.

અમે ગાંધી-ન્હેરુને પગલે
તિરંગાની શાન બઢવશું,
સરોજિની-કસ્તુરબા થઈને
અમે દેશનાં ગાન ગજવશું :
ઝિન્દાબાદ, ઝિન્દાબાદ!
દેશ અમારો ઝિન્દાબાદ!