સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાપુ ગાયકવાડ/શાંતિ પમાડે તેને —

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

શાંતિ પમાડે તેને તો સંત કહીએ;
એના દાસના તે દાસ થઈને રહીએ રે.
કલ્પવૃક્ષ સેવ્યે દારિદ્ર રહ્યું ઊભું;
ત્યારે તેના તો ગુણ શીદ ગાઈએ રે?…
લીધો વળાવો ને લૂંટવા રે લાગ્યો;
ત્યારે તેની સંઘાતે શીદ જઈએ રે?
વૈદ્યનો સંગ કર્યે રોગ રહ્યો ઊભો;
ત્યારે વૈદ્યની તે ગોળી શીદ ખાઈએ રે?…