રામચન્દ્ર પટેલની કવિતા/સંપાદકનો પરિચય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિચય
Pragjibhai Bhambhi.jpg


નામઃ- પ્રાગજીભાઈ જેઠાભાઈ ભામ્ભી
જન્મતારીખઃ- ૨૪/૦૩/૧૯૪૦
પાંચ ભાઈઓ અને પાંચ બહેનોમાં પોતાનો ક્રમ આઠમો. નાનપણમાં જ એક બહેન અને એક ભાઈનું અવસાન થયેલું એટલે ચાર બહેનો અને ચાર ભાઈઓ સાથે પોતાનો ઉછેર.
પિતાનો વ્યવસાયઃ પિતા પક્ષે સીમાન્ત ખેડતૂની ખેતી અને મજૂરી.
શિક્ષણઃ પ્રાથમિક શિક્ષણમાં ચાર ધોરણ ગામ (જન્મભૂમિ અને વતન) મલાસા (તા. ભીલોડા જિલ્લો પહેલાં સાબરકાંઠા, અત્યારે અરવલ્લી) ખાતે. પાંચમું ધોરણ ઈડરની તાલુકા પ્રાથમિક શાળામાં. છઠ્ઠુ-સાતમું ગામથી પાંચ કિલોમીટર દૂરની વસાઈ પ્રાથમિક (તા. ઈડર) શાળામાં. માધ્યમિક શિક્ષણ ધોરણ ૮ થી ૧૧ ઈડરની સર પ્રતાપ હાઈસ્કૂલમાં.
ઉચ્ચ શિક્ષણઃ પહેલાં બે વર્ષ પ્રિ. યુનિ. આર્ટ્સ અને ઈન્ટર આર્ટ્સ અમદાવાદની ગુજરાત કૉલેજમાં. જુનિયર બી.એ. (૧૯૬૨-૬૩)થી એમ.એ. સુધી (૧૯૬૬) મોડાસા કૉલેજમાં.
વ્યવસાયઃ- ૧૯૬૪ થી ૧૯૬૭ મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક - ૧૯૬૭થી ૧૯૬૯ ગુજરાતીમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે મોડાસા કૉલેજમાં. ત્યાં જ ૧૯૬૯થી ૧૯૭૨ પૂર્ણ સમયના વ્યાખ્યાતા. ૧૯૭૨-૭૩ એક વર્ષ ઈડર કૉલેજમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના વડા લેખે ૧૯૭૩-૭૪ એક વર્ષ, મોડાસા કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે. ૧૯૭૪થી ૧૯૭૬ બે વર્ષ શ્રી હ.કા. કોમર્સ કૉલેજમાં અમદાવાદમાં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે અને ૧૯૭૬થી ૧૯૯૫ પ્રાંતિજ કૉલેજમાં ગુજરાતી વિભાગના વડા તરીકે. ૧૯૯૫માં સ્વૈચ્છિક નિવૃત્તિ.
પુસ્તકોઃ- એક વાર્તાસંગ્રહઃ ફરી પાછા પૃથ્વી પર (ઈ.સ. ૨૦૦૦) (સરોજ પાઠક સ્મૃતિ પારિતોષિક અને ગુ.સા.અ.નું પ્રથમ પારિતોષિક) ત્રણ નવલકથાઓઃ દિવાળીના દિવસો (પ્ર.આ. ૨૦૦૨ અને દ્વિ.આ. (૨૦૦૬) ઘેરાવ (૨૦૦૯) અને મંછીભાભી (૨૦૧૯) વિવેચનઃ શબ્દતપાસ (૨૦૧૦) સાહિત્ય તપાસ-ને ગુ.સા.અ.નું ત્રીજું પારિતોષિક
બે સંપાદનઃ ફૂલડોં વેંણી વેંણી થાળ ભર્યો (ઈડર-ભીલોડા વિસ્તારનાં લોકગીતો (૨૦૦૩) કેશુભાઈ દેસાઈની વાર્તાઓ (૨૦૦૭) એક પુસ્તક સંસ્મરણોનુંઃ એ વર્ષો એ દિવસો (મોડાસાનાં સંસ્મરણો (૨૦૧૩) અને બીજું એ જ વિષયનું પુસ્તકઃ માણ્યું તેનું સ્મરણ (૨૦૨૪)
‘ઘેરાવ’ નવલકથાને દલિત સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું.
હાલઃ- નિવૃત્ત.
રસઃ- લખવા-વાંચવામાં, લોકગીતોમાં અને માર્ક્સવાદમાં.
રસનામુંઃ- ૯૨- શારદાકુંજ સોસાયટી, કેનાલ રોડ, હિમ્મતનગર જિ. સાબરકાંઠા, મો. ૮૭૮૦૫ ૨૧૯૭૨, ૯૪૨૮૦ ૦૨૦૩૪