મંગલમ્/ફુગ્ગાવાળો
Jump to navigation
Jump to search
ફુગ્ગાવાળો
ફુગ્ગાવાળો આવ્યો ભાઈ, ફુગ્ગાવાળો આવ્યો
લાલપીળા ને રંગબેરંગી, ફુગ્ગા એ તો લાવ્યો
નાના ફુગ્ગા, મોટા ફુગ્ગા, બે પૈસામાં નાના ફુગ્ગા
એક આનામાં મોટા ફુગ્ગા…ફુગ્ગાવાળો૦
ફુગ્ગાને ફુલાવી જુઓ
આકાશે ઉડાવી જુઓ
ફર ફર ફર ફર ઊડશે એ તો પતંગની જેમ
ફુગ્ગાવાળો આવ્યો ભાઈ…
ફુગ્ગામાં પિપૂડી વાગે, પેં પેં પેં પિપૂડી વાગે
સૂતાં સૌ બાલુડાં જાગે
ફુગ્ગા લઈ મેદાને ભાગે
ફુગ્ગાવાળો આવ્યો ભાઈ…