બાળ કાવ્ય સંપદા/હરણું (૨)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હરણું

લેખક : રશીદ મુનશી
(1939)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

કુદરતનું નાજુક નમણું,
નજરાણુ છે હરણું !
વન-વગડાનું રૂમઝૂમતું,
ઘરેણું છે હરણું !
લોભામણી કાયાથી શોભે,
સોનલવરણું છે હરણું !
અણિયાળી આંખો ને શિંગો,
સોહામણું છે હરણું !
ડુંગરટોચે થનગન થનગન,
મનગમતું છે હરણું !