બાળ કાવ્ય સંપદા/વા વા વંટોળિયા
વા વા વંટોળિયા
લેખક : જગદીપ વીરાણી
(1917-1956)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
વાયરા વનવગડામાં વાતા’તા
વા વા વંટોળિયા !
હાં રે અમે વગડા વીંધતાં
જાતાં'તાં
વા વા વંટોળિયા !
ગાડાં દોડે, ઘૂઘરા બોલે,
બળદ કેરાં શિંગડાં ડોલે !
હાં રે અમે એકસાથ સાથ મળી
ગાતાં'તાં
વા વા વંટોળિયા !
ધોમ ધખેલો, આભ તપેલો,
ગરમી તણી ગાર લીંપેલો,
હાં રે અમે ઊની ઊની લૂ મહીં
નાહતાં'તાં
વા વા વંટોળિયા !