બાળ કાવ્ય સંપદા/ખદુક, ઘોડી ખદુક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ખદુક, ઘોડી ખદુક

લેખક : રમણલાલ સોની
(1908-2006)

(ડંગોરો તે ઘોડો, અને તે ઘોડા પર અસવાર તે બાળક-રાજકુંવર ! રવિવારની રજાની મજા તે આ ઘોડે સવારી ! ઘોડેસવાર બાળક કંઈ કંઈ જળસ્થળજંગલની ખેપ કરી આવે છે ને કેટલાયે દેશ જીતી આવે છે.)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !

ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

માગે ના એ ખાવું પીવું, માગે ના એ ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઉપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !