બાળ કાવ્ય સંપદા/ઓ મા !
ઓ મા !
લેખક : બળદેવ પરમાર
(1924)
ઓ મા !
તારી કવિતા લખતાં પહેલાં એ એવી લખાઈ ગઈ
કે તારા એકાક્ષરી નામમાં આખી બારાખડી સમાઈ ગઈ
મારા પોપચાના પડદા પાછળ તું ક્યારે લપાઈ ગઈ
કે નામ લેતાં પહેલાં એક સરસ મૂર્તિ રચાઈ ગઈ.
મા તારા હૃદિયાના રંગમાં મારી દુનિયા રંગાઈ ગઈ
તારા વ્હાલના તાણાવાણામાં મારી જિંદગી વણાઈ ગઈ.
મા તારી કવિતા બે-ચાર શબ્દોમાં લખાય નહીં
બારાખડીના શબ્દોમાં મારું હૈયું કાંઈ ધરાય નહીં.