બાળ કાવ્ય સંપદા/અમે રૂમઝૂમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અમે રૂમઝૂમ

લેખક : સુન્દરમ્
(1908-1991)

અમે છનનન રૂમઝૂમ છોકરડાં,
અમે ઘી સાકરનાં ટોપલડાં,
અમે સૌને અમને મનગમતાં.

અમે વડલાડાળે હીંચકતાં,
અમે તળાવ સરવર રડવડતાં,
અમે સ૨૨૨ આભે સરકંતાં.

અમે પુસ્તક પાને ડૂબી જતાં,
અમે ભૂ આકાશે ચડી જતાં,
અમે સૂરજ સંગે વસી જતાં.

અમે આંખ મીંચી હરિને જોતાં,
અમે હોઠ બીડી ગીતા ગાતાં,
અમે પ્રભુ ચરણનમાં ઢળી જતાં.