દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/પાર વિનાની માફીઓ માગવાની છે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મિચ્છામિદુક્કડમ SAMEEPE : 36
૧ પાર વિનાની માફીઓ માગવાની છે

સૌથી પહેલાં
જેને પ્રેમ ર્યો હતો તેની
ક્યાંક અધૂરપ રાખી માટે

પહેલાં કરકસર સાટુ
અને પછી વજનના વાંકે
એના કપમાં સાકર ઓછી નાખવા માટે

અટૂલી લટકતી
એને ગમતી ચાની ગળણીની
આ તત્કાળ કોફી પીનારાએ

એને સેંથો પાડતી જોતાં
હરખ ન સમાતાં આયનામાં ડોકિયું કરી
પોતેય બાબરી ઓળવા
કાચને ઝાંખો પાડ્યાની

એ પાણી લૂંછતી બહાર આવે
એ પહેલાં એનાં ગડીબંધ સળ પડ્યા વિનાનાં આભરણ
સૂંઘી લેતાં કરચલી પાડ્યાની
અને અડધી રાતે ઊંઘમાં
બેઉના સહિયારા ઓઢણને જાત પાસે ઝાઝું તાણી
એને ટાઢ વીંટાળવાની

મેદસ્વીએ કરવાની કસરતની જેમ
જેમની સામે નમ્ર થવા ગયો છું
તેમની માફી માંગવાની છે

હું માફ કરી નથી શકતો
એટલે હવે મને જેમણે સૌએ માફ કર્યો છે
તેમની માફી