ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સત્યેન્દ્રપ્રસાદ સાંકળેશ્વર મહેતા

એઓ જ્ઞાતે રાયકવાળ બ્રાહ્મણ, અમદાવાદના વતની, મૂળ બારેજાના એમના પિતાનું નામ સાંકળેશ્વર અને માતાનું નામ રેવાબાઇ છે. એમનો જન્મ સં. ૧૯૪૮માં થયો હતો; અને લગ્ન એમના અગીયાર વર્ષે અમદાવાદમાં સૌ પાર્વતીદેવી સાથે થયલું. ગુજરાતીનો અભ્યાસ પૂરો થયા બાદ ઇંગ્લિશ શાળામાં તે જોડાયેલા, છઠ્ઠા ધોરણ સુધી પહોંચ્યા હતા. સંસ્કૃતનું શિક્ષણ એમણે એમના પિતાશ્રી પાસેથી ઘેર લીધું હતું. સાહિત્યનો તેઓ સારો શોખ ધરાવે છે; અને લેખન પ્રવૃત્તિ એમનો ચાલુ વ્યવસાય છે; તેમ લોકસેવા કાર્યમાં સતત જોડાયલા રહે છે. હાલમાં તેઓ મ્યુનિસિપલ સભાસદ છે. એમણે સંખ્યાબંધ નવલકથાઓ લખેલી છે; અને તે લોકપ્રિય થઈ પડવાથી તેની અનેક આવૃત્તિઓ થયલી છે. એમની કેટલીક નવલકથાઓની ફિલ્મો પણ ઉતરી છે. તે પરથી વાચકને એમની બુદ્ધિ ને શક્તિનો ખ્યાલ આવશે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> : : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
(૧) કુમુદકુમારી
(૨) પદ્મલતા
(૩) તરૂણ તપસ્વીની ભા ૧-૨
પ્રથમ ભાગ સં. ૧૯૭૧ બીજો સં. ૧૯૭૩; ફીલ્મ ઉતરી છે.
(૪) કાળરાત્રિ ભા. ૧-૨
સં. ૧૯૭૧માં; ફીલ્મ ઉતરી છે.
(૫) વસંતવિજય ભા. ૧ થી ૪
પ્રથમ ૧૯૭૪, બીજો ૧૯૭૬, ત્રીજો-ચોથો
૧૯૭૭.
(૬) ઝેરી જમાનો ભા. ૧ થી ૫, સં. ૧૯૭૭ માં.
(૭) કૈલાસકુમારી ભા. ૧-૨
(૮) વિશ્વમોહિની ભા. ૧ થી ૮
ભા. ૧ થી ૪, સં. ૧૯૭૮, ભા. ૫ થી ૮
સં. ૧૯૭૯
(૯) કુસુમકાન્ત ભા. ૧ થી ૩
ભા. ૧ ૧૯૭૪, ભા ૨ ૧૯૭૮, ભા. ૩
૧૯૮૦
(૧૦) રત્નપુરની રંભા
(૧૧) કુંજ કીશોરી.
(૧૨) માયાવી મોહિની
(૧૩) અદભૂત યોગિની સં. ૧૯૮૩
(૧૪) સીકીમની વિરાંગના  ”૧૯૮૯
(૧૫) શહીદોની સૃષ્ટિ  ”૧૯૮૭
(૧૬) આદર્શ રમણિ
(૧૭) રાજપુત પ્રતિજ્ઞા  ”૧૯૮૯
(૧૮) જુલ્મી જાલીમ
(૧૯) બહાદુર બાળા