ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય-ગણિ--૧

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શાંતિવિજય(ગણિ)-૧ [ઈ.૧૬૨૨ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. આણંદવિમલસૂરિની પરંપરામાં વિજયસેનસૂરિના શિષ્ય. દેવેન્દ્રસૂરિના મૂળ પ્રાકૃત ગ્રંથ ‘કર્મગ્રંથપંચક’ પરના બાલાવબોધ (લે. ઈ.૧૬૨૨)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]