કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/સ્મિતરેખ
૧૮. સ્મિતરેખ
શાની હતી અધર ઉપર એ ઊગેલી
આછેરી એવી સ્મિતરેખ સુધા મુખેથી?
વ્રીડા ’થવા કુતૂહલે તુજ હોઠ ખીલ્યા
સ્વીકારમાં પ્રણયના મલકી હતી વા?
મીઠી મજાક, ઠપકો, ઉપહાસનું વા
આહ્ વાન મસ્તીનું હતું વદશે તું આજે?
તારાં સ્મિતો ય ભૂલનાર નથી તું ભોળી,
તો શેં હવે કૃપણ તું સ્મિતમાં થઈ છે?
૨૮-૪-૧૯૪૨(‘સ્વપ્નપ્રયાણ’, પૃ. ૫૪)