કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/સાંજ થાય ને –

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૩. સાંજ થાય ને —

દિવસ ઊગે તે સૌને માટે : રાત ઊગે તે તારી;
બંધ સમયનાં દ્વાર અને આ ક્ષણની ખૂલે બારી!

સાંજ થાય ને અજવાળું આ
વહેતા જળની જેમ પલકમાં સરતું;
અહો! હવામાં હળવે હળવે
તારું વદન ઊઘડતું
એક જ તારું સ્મિત અને હું સાંજ લઉં શણગારી :
બંધ સમયનાં દ્વાર અને આ ક્ષણની ખૂલે બારી!

શ્યામલ તારા કેશ સમા અંધારે ઝૂલે
નભની અનંત માયા;
અહો! સ્પર્શમાં મ્હોરે છે અહીં
સૌરભના પડછાયા.
વનવનનાં આ ફૂલપર્ણ પર વસંત આ અણધારી :
બંધ સમયનાં દ્વાર અને આ ક્ષણની ખૂલે બારી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૯૬૮(કાવ્યસૃષ્ટિ, પૃ. ૧૦૭)