ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/વરસાદમાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વરસાદમાં




Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt69af0c4c810f64_74699959


વરસાદમાં • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ



ભીંજાવામાં નડતર જેવું લાગે છે
શરીર પોતે બખ્તર જેવું લાગે છે

મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ :
ઊઘડી જઈએ, અવસર જેવું લાગે છે

મોસમની હિલચાલ જ છે આશાવાદી
સોળ અચાનક સત્તર જેવું લાગે છે

ખુલ્લા ડિલે ઊભેલું આ વૃદ્ધ મકાન
એક એક ટીપું શર જેવું લાગે છે!