અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પારેખ/આલા ખાચરનું 'આપણું તો...'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આલા ખાચરનું 'આપણું તો...'

રમેશ પારેખ

ભવાયા આવીને કે:
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
–હળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે ‘દીકરીનાં આણાં અટક્યા છ્!
અફીણ ખાઉં’.
કાઢી દી ધ ો પગનો તોડો,
નગદ સોનાનોઃ
‘જા હાળાં, કર્ય આણાં...’

નગર શેઠે પત્ર ઝાલ્યા:
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ધોળું, લેણદારુંનેશેં મોઢું બતાવું?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં:
‘લ્યો, રાખો મૂછનાં પાણી...’

આપણું તો એવું,
માગતલ મૂંઝાય,
આપતલ નંઈ,
ઠકરાણાં ક્યે: ‘સૌને દીધું,
અમને?’
અમે વાંઝિયાં.’

‘લ્યો, ત્યારે’—એમ કહીને
દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.


રામજી લુવાર ઊભો છે.
કે’ છે: ‘ઘરાક આવ્યું છ, બાપુ...!’
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે...’

આપણું તો એવું...
દઈ દીધી!
માગતલ મૂંઝાય.
આપતલ નઈ.
૧૬-૧-૮૦/બુધ