અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/પાછાં ફરતાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


પાછાં ફરતાં

ગુલામમોહમ્મદ શેખ

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>


ગયાં ત્યારે બધું નકરું હતું, આપણું, આપથી અદકેરું
— પાછાં ફરતાં પરાયું!
આ મેજ, આ ખૂણો, અહીં બેસી કર્યાં કંઈ કાજ,
ખાટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા,
બધું ત્યાં જ છે.
દીવાલે ડાઘા, હતા તેવા જ છે,
જાળીએ જાળાં,
માળિયે તાળું,
આ બારી હજી પૂરી વસાતી નથી,
પંખોય કચડાટ ભૂલ્યો નથી!
આંગણુંય ભર્યું ભર્યું
પાંદડાંની પથારી.
મધુમાલતી મ્હોરી છે, રાતરાણીય વરસશે,
આંબો ને આસોપાલવ અડગ ઊભા,
જાસૂદનો રંગ બદલાયો નથી.
આ ટોચેલાં સીતાફળ અડધાં મૂકી
પોપટ ઊડી ગયા છે!
— અને ત્યાં ખિસ્કોલું ઝડપવા લપાઈ બિલ્લી,
ગયાં ત્યારે બચ્ચું હતી, તે જ કે?
હતું તેવું જ
આ બધું
ટોળાં કેમ છોડી ગયાં?
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>


ટોળાં તો ગયાં,
ઘર હજી અકબંધ.
પણ આ વાસ શેની?
તાળું ખોલતાં જ ફોયણે ચડી,
આગળેથી આગળે, નકૂચે લબડી
જાળી ને સળિયે સળવળી
દીવાનખાને
ઢોલિયે
ઢળી,
ઠરી ઠામડે.
ચોંટી બધે ચીકણી,
હવામાં હલહલી.
હજી બેઠાં નથી ત્યાં તો
વ્હાલતી ગોઠવેલી
દીકરીની ચોપડીઓમાંથી
અક્ષરો ઊતરી પડ્યા
કીડિયારે,
માના ઘરડા પટારે પૈડાં આવ્યાં,
મોલેલાની મટોડી માતા
ઊતરી ગઈ પગથિયાં
— ને ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!
વળગાડીએ ધ્રૂજતી ખીંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘર
લૂગડાંનો ગોટો વાળી
અમને નોધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>


દરિયાપારથી દીકરી આવી
આખે રસ્તે બધું એમનું એમ જ.
વિમાનવાટે, સ્ટેશને, રસ્તે
ગઈ વેળાની દુનિયા
હતી તેવી ન તેવી.
વિમાની ખાણું પહેલાં જેવું જ
ફિસ્સું હતું,
બારીનાં વાદળ એવાં જ ભરમીલાં,
સ્ટેશન એવું જ કામઢું
ભભડાટે ભરેલું.
ટોળાં એવાં ને એવાં
બોલી બદલાઈ નથી,
ગાળોય નવી નથી!
કૂતરાં ને ભૂંડ,
હરાયાં ઢોર
હજુ ભસે, ભૂંકે પહેલાં જેવું જ.
કહે છે કે કશું થયું નથી,
શાંતિ છે,
બધું ઠરીઠામ.
તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?
રિક્શાવાળો ટોળાંમાંનો તો નહીં હોય?
અને
આટલે દહાડે પાછાં ફર્યાં તો પણ
આ ઘર
અમને લેવા આગળ કેમ આવતું નથી?
સાહચર્ય વાર્ષિકી