અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું
આઠ પતંગિયાં : રંગ વગરનું પતંગિયું
કમલ વોરા
હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું હવાથીયે હળવો
ને
પારદર્શક હતો.
કમલ વોરા
હમણાં જ
મારી સોંસરવું
એક પતંગિયું
ઊડી ગયું
હમણાં જ
હું હવાથીયે હળવો
ને
પારદર્શક હતો.