અનુક્રમ/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



અનુક્રમ






જયંત કોઠારી



એકત્ર ફાઉન્ડેશન

Ekatra-emblem.png





Anukrama, essays in literary criticism,
by Jayant Kothari, ૧૯૭૫.
© જયંત કોઠારી


પ્રકાશક : જયંત કોઠારી, ૨૪ સત્યકામ સોસાયટી,
સુરેન્દ્ર મંગળદાસ માર્ગ, અમદાવાદ ૧૫.

મુદ્રક : ઠાકોરલાલ ગોવિંદલાલ શાહ, શારદા મુદ્રણાલય,
જુમ્મા મસ્જિદ સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ ૧.

વિક્રેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ફુવારા સામે, ગાંધીમાર્ગ,
અમદાવાદ ૧.

પ્રથમ આવૃત્તિ, જુલાઈ ૧૯૭૫, ૧૦૦૦ નકલ

ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત
રૂ. ૧૧





અર્પણ




શ્રદ્ધેય ગુરુજનો શ્રી અનંતરાય રાવળ, શ્રી યશવંત શુક્લ અને શ્રી નગીનદાસ પારેખને






જયંત કોઠારીનાં પુસ્તકો



• ભારતીય કાવ્યસિદ્ધાંત (નટુભાઈ રાજપરા સાથે, બીજી આવૃત્તિ ૧૯૭૦, ગૂર્જર)
• ઉપક્રમ (૧૯૬૯, ગૂર્જર)
• પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા (૧૯૬૯, અનડા)
• સુદામાચરિત્ર (ડૉ. મધુસૂદન પારેખ અને રતિલાલ નાયક સાથે, ત્રીજી આવૃત્તિ, ૧૯૭૫, અનડા)
• ભાષાપરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ (યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ૧૯૭૩)
• અનુક્રમ (૧૯૭૫, ગૂર્જર)

• વિવેચનનું વિવેચન (હવે પછી)





નિવેદન

‘ઉપક્રમ’ પ્રગટ થયા પછી થોડા સમયમાં જ ડૉ. મધુસૂદન પારેખે પૂછ્યું હતું : ‘અનુક્રમ’ ક્યારે આપો છો? તો મધુભાઈ, આ ‘અનુક્રમ’. મુખ્યત્વે અભ્યાસલેખોના સંચય સમા ‘ઉપક્રમ’ કરતાં ‘અનુક્રમ’ની મુદ્રા જુદી છે. એની સામગ્રી વૈવિધ્યભરી છે. અહીં વિવેચનનો એક પ્રયોગ છે, કાવ્યાસ્વાદ છે, ગ્રંથસમીક્ષાઓ છે, અભ્યાસલેખો છે, વિવિધ વિષયસ્વરૂપની નોંધો છે, અંગ્રેજીમાંથી કરેલું સંદોહન પણ છે. લગભગ બધાં લખાણો આ પૂર્વે પ્રગટ થયેલાં છે. તેની માહિતી દરેક લખાણને અંતે આપી છે. એ પૂર્વપ્રકાશનમાં નિમિત્ત-ભૂત થનાર સૌને અહીં કૃતજ્ઞતાથી સ્મરું છું. અહીં છાપતાં પહેલાં લેખોમાં અહીં તહીં નાનામોટા ફેરફારો કર્યા છે. ખાસ તો, પ્રેમાનંદનાં આખ્યાનો વિષેની નોંધ થોડી વિસ્તારી છે; વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી તૈયાર કરેલા ‘સુદામાચરિત્ર’ વિષેના અભ્યાસલેખની વાર્તાલાપની શૈલી ફેરવી નાખી છે, પણ આખ્યાન વિષેની નોંધમાં એ શૈલી રહેવા દીધી છે; પરિશિષ્ટનું ટૂંકી વાર્તા વિષેનું સંદોહન પણ મઠાર્યું છે. આ પુસ્તકને ગુજરાત સરકારની શિષ્ટમાન્ય પુસ્તકોના પ્રકાશન માટે લેખકોને આર્થિક સહાય આપવાની યોજના અન્વયે સહાય મળી છે. તેથી પુસ્તકની કિંમત થોડી ઓછી રાખવાનું શક્ય બન્યું છે. પુસ્તકની પસંદગી માટે ભાષાનિયામકની કચેરીના અધિકારીઓ અને પસંદગીસમિતિનો હું ઋણી છું. પ્રૂફવાચન અને શબ્દસૂચિમાં સહાયરૂપ થવા માટે સ્નેહી મિત્ર પ્રા. કાંતિભાઈ શાહનો, સ્વચ્છ સુઘડ મુદ્રણ માટે શારદા મુદ્રણાલયના કર્મચારીગણનો અને પુસ્તકવિક્રયની જવાબદારી ઉપાડી લેવા માટે ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના માલિકોનો પણ હું આભારી છું. જયંત કોઠારી
૨-૭-૭૫