મર્મર/જિન્દગી

Revision as of 02:03, 16 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જિન્દગી

છે જિન્દગી ફૂલ શી કોઈની જે
હસી હસી સૌરભ ઉત્સરે છે;
ને અન્યની ધૂપસળી સમાન
જલી જલી મ્હેકનું દેતી દાન.

છે મ્હેકવું જીવનનો સ્વભાવ.