મર્મર/ઊભો હું

From Ekatra Wiki
Revision as of 01:51, 16 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઊભો હું

ઊભો હું જાણે કો શિખર પર ઉત્તુંગ ગિરિના;
રહ્યાં ચોપાસેથી વીંટળઈ કશાં વાદળ ભીનાં!
સુવર્ણે સોહન્તું ઉદિતરવિતેજે નગશિર;
વહેતું ઉત્સાહે પ્રતિનસ વિષે ઉષ્ણ રૂધિર.

ઢળું હું છાયામાં વનદ્રુમની એકાન્ત ગહન,
રહે સ્પર્શી શીળો કુસુમસુરભિવાહી પવન;
વહે પાસે નાનું ઝરણ સ્મિતશું પાર્વતીતણા;
નિષેવી જાણે રહૈ વિકલ મુજને શાંતિ પરમા.

પછી જાગ્યો, લાગ્યું: કલહમય શું સૃષ્ટિ પલટી!
નહીં, એ તો એવી હજી ય-પલટાયો હું જ જરી.