મર્મર/અનિદ્રાની રાત પછી

Revision as of 01:49, 16 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનિદ્રાની રાત પછી—

આવી ન રાતભર નીંદ, ઊઠી સવારે
અર્ધાં બીડેલ નયને નીરખ્યું નભે તો
જોયું વિવર્ણ વદ ચોથનું ચન્દ્રબિંબ
ત્યાં પશ્ચિમે; ઘડીક ભ્રાન્ત મને થયું: શું
મારું જ વ્યક્ત મુખ આભની આરસીમાં!