મર્મર/લીમડા લીલા

From Ekatra Wiki
Revision as of 09:25, 14 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લીમડા લીલા!

આ લીમડા લીલા:
કેવા મધુર વાસંતી તડકે પી ખીલ્યા!
જાણે ધરા ઉરથી ફુવારો ગંધનો ફૂટ્યો!
કાચ શા લીલા પરણજલના રચાયા ઘુમ્મટો.
ને મ્હેકતી સીત સીકરોશી મંજરી
ધીમે ધીમે ધરતી ઉપર ર્હેતી ગરી!