દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/કવિતા લખવી એટલે કોઈ નાની-મોટી

From Ekatra Wiki
Revision as of 03:15, 3 May 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
Jump to navigation Jump to search
કવિતા લખવી એટલે કોઈ નાની-મોટી

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૩૦

કવિતા લખવી
એટલે કોઈ નાની-મોટી મુસાફરીએ નીકળ્યા જેવું છે
ક્યાં જવું તે નક્કી હોય અને ન પણ હોય
આરંભમાં ભલે રસ્તો જાણીતો હોય
પછી તો અજાણ્યા જ હોય બધા રસ્તા
ઓળખીતા પણ બનતા જાય નવાઈ-કંટાળાભર્યા
ક્યારે પહોંચશું એની તાલાવેલી લાગે
અને શું કામ નીકળ્યા એનો વસવસોય થાય
બધું યાદ કરીને લીધું-ગોઠવ્યું હોય
અને ખીસામાં હાથ નાખતાંક રૂમાલ ન મળે
તો પછી રૂમાલની જેમ બીજું કેટકેટલું ભુલાઈ ગયું હશે
એની ચિંતા થાય
ત્યારે લાગે કે કવિતા લખવી એ તો સાહસ છે
બધું ધાર્યા જેવું જ હોય તો મુસાફરીની મજા ક્યાં?

એકાદ ગલગોટા જેવા અનુભવની વાત લખવા જતાં
ગલગલિયાં થાય અને ફુવારા ફુવારા લખાય
ફુવારો દિવાળીના ફટાકડામાંથી નીકળ્યો હોય
કે વ્હેલનાં નસકોરાંમાંથી
કે રમખાણમાં છરી ખોંપેલા પેટના આંતરડાની નસમાંથી
હાથમાં લૂગડું લઈને પહેલાં લૂંછળું કે ઘાવમાં ઠૂંસવું
એવી મૂંઝવણ થાય પછીનો શબ્દ ગોતવામાં
મૂંઝાયલો શબ્દ પેટીના ન ખૂલતા તાળામાં ફસાયેલી ચાવી જેવો
હવે પેટીમાં ભરી રાખેલ કલ્પનાઓનું શું?
હવે દિવાળીમાં બૉમ્બ ફૂટશે?
વ્હેલ માછલી નહીં બચે?
માણસ માણસને આમ જ કાપીને કટકા કરશે?

જવાબ દેવા માટે કવિતા નથી લખવાની હોતી!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> **


‘નવનીત સમર્પણ', નવેમ્બર ૨૦૦૮