ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગોવર્ધનદાસ કહાનદાસ અમીન

Revision as of 02:48, 1 May 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ગોવર્ધનદાસ કહાનદાસ અમીન

એઓ જાતે લેઉઆ પાટીદાર અને સિનોરના વતની છે. એમનો જન્મ પણ સિનોરમાં સં. ૧૯૪૭ ના શ્રાવણ વદ ૮, જન્માષ્ટમીના રોજ થયો હતો. એમના માતુશ્રીનું નામ જડાવબા છે. એમનું લગ્ન સં. ૧૯૬૦માં વરખડ તાલુકે સિનોરમાં શ્રીમતી યમુનાબહેન સાથે થયું હતું. એમણે પ્રાથમિક ધોરણનું શિક્ષણ સિનોરમાં લીધું હતું અને પછીથી વડોદરામાં ઇંગ્રેજી પાંચ ધોરણ સુધીનું શિક્ષણ લઈ વધુ અભ્યાસ ઘર આગળ કર્યો હતો. તેઓ વડોદરા રાજ્યમાં વતનદાર છે. જીવનચરિત્રનું વાચન એમને વિશેષ ગમે છે. શ્રી મોતીભાઈ અમીનની સેવાથી એઓ મુગ્ધ થયેલા છે; તેમ સ્વામી રામતીર્થના પુસ્તકોએ એમના જીવન પર અસર કરેલી છે. થોડોક સમય એમણે “પટેલ બંધુ” નામનું માસિક ચલાવ્યું હતું; પછી તે સુરત પાટીદાર યુવક મંડળને સોંપાયું; પણ તે દ્વારા તેઓ લેખનકાર્ય તરફ પ્રેરાયા એટલુંજ નહિ પરંતુ સંખ્યાબંધ પુસ્તકો લખવાને શક્તિમાન થયા હતા.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> : : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
૧. બૂકર ટી વૉશિંગ્ટન સં. ૧૯૭૦
૨. અદ્‌ભૂત આગબોટ ૧૯૭૨
૩. યુરોપનો રણરંગ
૪. જર્મનીની ઉન્નતિ શાથી થઈ
૫. પ્રતિજ્ઞાપાલન
૬. છત્રપતિ રાજારામ ૧૯૭૩
૭. દાદાભાઈ નવરોજજીનું ટુંકું જીવનચરિત્ર
૮. નીગ્રોરત્ન બૂકર ટી વૉશિંગ્ટનનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ૧૯૭૪
૯. દક્ષિણનો વાઘ ૧૯૭૭
૧૦. જગતનો મહાન્‌ પુરુષ ૧૯૭૯
૧૧. મહાત્મા ટૉલ્સ્ટૉય
૧૨. દુર્ભાગી દારા
૧૩. શ્રી જ્ઞાનેશ્વરી ભગવદ્‌ગીતા
૧૪. સુબોધ પુષ્પવાટિકા[1]
૧૫. પાટલીપુત્રની પડતી[2] ૧૯૮૦

  1. સસ્તું સાહિત્યની ટુંકી વાર્તાઓના ભા. ૭માં શેખસાદીકૃત ‘ગુલિસ્તાનના ભાવાર્થ રૂપે.
  2. સર્વ પુસ્તકો વિશેષતઃ અનુવાદિત છે.

Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files