ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ઇમામખાન કયસરખાન

From Ekatra Wiki
Revision as of 03:24, 30 April 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ગ્રંથકાર ચરિત્રાવળી

(વિદ્યમાન)

ઈમામખાન કયસરખાન ખાન


એઓ જાતે સુન્ની મુસલમાન વઢવાણ શહેરના વતની છે; એમનો જન્મ તા. ૪ થી માર્ચ ૧૮૮૮ના રોજ વઢવાણ કેંપમાં થયો હતો. એમના પિતાનું નામ કયસરખાન અને માતાનું નામ બાઈ દાદીબુ છે, એમનું લગ્ન ૧૯૦૮ માં ધ્રાંગધ્રા તાબે ચરડાવા ગામે બીબી ફાતેમાં ખાતુન સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમણે રાજકોટ ટ્રેનિંગ કૉલેજમાં લીધું હતું અને અંગ્રેજી સાત ધોરણ સુધીનો અભ્યાસ જામનગર હાઈસ્કુલમાં કર્યો હતો. ગરીબાઈના લીધે કૉલેજમાં દાખલ થઈ તેઓ આગળ અભ્યાસ કરી શક્યા નહોતા. માંગરોલ હાઈસ્કુલની સર્વીસ સાથે આગળ વિદ્યાભ્યાસ ચાલુ રાખીને સન ૧૯૧૨ માં ધી બોમ્બે યુનિવરસર્સીટીની મેટ્રીક્યુલેશનની પરીક્ષા પસાર કરી હતી. શાળા અભ્યાસ દરમિયાન એમને જામનગરવાલા શેઠ એસ. જમાલ-સાહેબ તરફથી સ્કોલરશીપો મળી હતી, તેમ ક્લાસમાં ઉંચે નંબરે આવવાથી ઈનામ પણ પ્રાપ્ત કર્યાં હતાં. હાલમાં ઉપલેટામાં મુસ્લિમ મિડલ સ્કુલમાં અને મદરસ-યે-ઝિનતુલ ઈસ્લામમાં બાર વર્ષથી પ્રિન્સિપાલ છે. સાહિત્ય, ઇતિહાસ અને નીતિનાં લખાણ માટે ખાસ પ્રેમ ધરાવે છે અને નાણાં સાધન ન હોવા છતાં સાહિત્ય પ્રીતિથી આકર્ષાઈને એમણે નીચે મુજબ અનુવાદ ઉર્દુમાંથી ગુજરાતીમાં કર્યા છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> –: એમના ગ્રંથોની યાદી :–

(૧) શાહી ગુપ્તભંડાર ૧૯૨૧
(૨) ઈસ્લામની અમૃતવાણી ૧૯૨૪
(૩) કાતીલ કટાર ૧૯૨૫
(૪) દેશાભિમાની બહાદુર બાનુ ૧૯૨૫
(૫) ઈસ્લામનું ગૌરવ ૧૯૩૧
(૬) જીવનમાર્ગ ૧૯૩૨