પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/પરિચયનોંધ


પરિચયનોંધ

(આ ગ્રંથમાં નિર્દેશાયેલ પ્રાચીન કાળ – ગ્રીક-રોમન કાળની ઐતિહાસિક વ્યક્તિઓ, કૃતિઓ અને કૃતિઓમાંનાં પાત્રોનો ટૂંકો પરિચય અહીં આપ્યો છે.)

આઇસોક્રટીઝ : એથેન્સના વક્તા, ઈ.સ. પૂર્વે ૪૩૬–૩૫૦ ‘આયોન’ : પ્લેટોનો વાદગ્રંથ ‘ઇફિજિનિઆ’ : યુરિપિડીઝની ટ્રૅજેડી ‘ઇલિઅડ’ : હોમરનું મહાકાવ્ય ઈડિપસ : સૉફક્લીઝના આ નામના નાટકનું મુખ્ય પાત્ર એગેથોન : ઍથેન્સનો ટ્રૅજિક કવિ, યુરિપિડીઝના નાના સમકાલીન અંજૅક્સ : હોમરના મહાકાવ્ય ‘ઑડિસી’નું એક પાત્ર ‘એથિક્સ’ : ઍરિસ્ટૉટલનો ચિંતનગ્રંથ ઍરિસ્ટૉટલ : ગ્રીક તત્ત્વચિંતક, પ્લેટોનો શિષ્ય, ઈ.સ. પૂર્વે ૩૮૪–૩૨૨ ‘ઓડિસી’ : હોમરનું મહાકાવ્ય ઑડિસ્યૂસ : હોમરના મહાકાવ્ય ‘ઑડિસી’નું પાત્ર ‘ઑન ધ સબ્લાઇમ’ / ‘ઑન સબ્લિમિટી’ : લૉંજાઇનસનો કાવ્યવિચારનો ગ્રંથ કૅલિમક્સ : ઍલિંગ્ઝડ્રિઆના મહાન કવિ, ઈ.સ. પૂર્વે ૩૦૫–૨૪૦ આસપાસ કૅસિલિઅર (Caecilius) : વિવેચક અને ઇતિહાસકાર, જેમની લૉંજાઇનસ અવારનવાર ટીકા કરે છે. ઈ.સ. પૂર્વે પહેલી સદી ‘ગૉર્જિઆસ’ : પ્લેટોનો વાદગ્રંથ જોકૅસ્ટો : સૉફક્લીઝના નાટક ‘ઈડિપસ’નું એક પાત્ર, ઈડિપસની ખરી માતા જેને ઈડિપસ ભૂલથી પરણ છે ઝેનફન : ઍથેન્સના ઇતિહાસકાર, તત્ત્વચિંતક અને શૈલીકાર, ઈ.સ. પૂર્વે ૪૨૮–૩૫૪ ડાયનિસિઅસ : ચિત્રકાર, ઈસ. પૂર્વે પાંચમી સદી ડિમૉસ્થનીઝ : ઍથેન્સના રાજપુરુષ તથા સર્વોત્તમ વકતા. ઈ.સ. પૂર્વે ૩૮૪–૩૨૨ થિઓપૉમ્પસ : વાગ્મિતાપૂર્ણ ઇતિહાસકાર, આઇસોક્રટીઝના શિષ્ય, ઈસપૂર્વે ચોથી સદી પાઉસન : ચિત્રકાર, ઈ.સ.પૂર્વે પાંચમી સદી ‘પેરિ ઇપ્સુસ’ : લૉંજાઇનસનો કાવ્યવિચારનો ગ્રંથ ‘પોએટિક્સ’ : ઍરિસ્ટૉટલનો કાવ્યવિચારનો ગ્રંથ પૉલિગ્નૉટસ : ચિત્રકાર, ઈ.સ.પૂર્વે પાંચમી સદી ‘પૉલિટિક્સ’ : ઍરિસ્ટૉટલનો ચિંતનગ્રંથ પૉલિબિઅસ : સૉફક્લીઝના નાટક ‘ઈડિપસ’નું એક પાત્ર, ઈડિપસનો પાલક પિતા ફિલિપ : મૅસિડનના રાજા, ઈ.સ. પૂર્વે ૩૫૯–૩૩૬ ‘ફીડ્‌સ’ : પ્લેટોનો વાદગ્રંથ ‘મેટફિઝિક્સ’ : ઍરિસ્ટૉટલનો ચિંતનગ્રંથ મેરપી : સૉફક્લીઝના નાટક ‘ઈડિપસ’નું એક પાત્ર, ઈડિપસની પાલક માતા યુરિપિડીઝ : ગ્રીક ટ્રૅજેડી-લેખક, ઈ.સ. પૂર્વે ૪૮૫–૪૦૬ ‘રિપબ્લિક’ : પ્લેટોનો વાદગ્રંથ ‘રેટરિક’ : ઍરિસ્ટૉટલનો ચિંતનગ્રંથ લાઇબર : સૉફક્લીઝના નાટક ‘ઈડિપસ’નું એક પાત્ર, ઈડિપસનો ખરો પિતા, જેની એ ભૂલમાં હત્યા કરે છે ‘લિટલ ઇલિઅડ’ : અજ્ઞાતકર્તૃક કાવ્યગ્રંથ લિસિઍસ : મૂળ સાઇરક્યૂઝના અને ઍથન્સનિવાસી વક્તવ્યોના લેખક, સાદી શૈલીના હિમાયતી, ઈ.સ. પૂર્વે ૪૫૯–૩૮૦ ‘લૉ’ : પ્લેટોનો વાદગ્રંથ લૉંજાઇનસ : ‘ઑન ધ સબ્લાઇમ’ના કર્તા, ઓળખ અનિશ્ચિત પણ રોમન અને યહૂદી સંપર્કવાળા લેખક, બહુધા ઈ.સ. પહેલી સદી સિકન્દર (Alexander the Great) : ગ્રીક વિજેતા રાજવી, ફિલિપના પુત્ર, ઍરિસ્ટૉટલ પાસે ભણેલો ઈ.સ. ૩૫૭–૩૨૩ સિસેરો : રોમન વક્તા અને તત્ત્વચિંતક, ઈ.સ. પૂર્વે ૧૦૬-૪૩ સૅફો : ગ્રીક કવયિત્રી, ઈ.પૂ. છઠ્ઠી સદી સૉક્રેટીસ : ગ્રીક તત્ત્વચિતક ઈ.સ. પાંચમી સદી સૉફક્લીઝ : ઍથેન્સેના ટ્રૅજેડી-લેખક, ઈ.સ પૂર્વે ૪૯૬-૪૦૬ આસપાસ હાઇપરાઇડીઝ : વક્તા ઈ.સ. પૂર્વે ૩૮૯-૩૨૨ હિપૉક્રટીઝ : સર્વોત્તમ ગ્રીક ચિકિત્સક, ઈ.સ. પૂર્વે પાંચમી સદી હોમર : ગ્રીક મહાકાવ્યલેખક, ઈ.સ. પૂર્વે ૩૦૦ આસપાસ