બાળ કાવ્ય સંપદા/આવ રે, મેવલા !
Revision as of 01:32, 19 April 2025 by Meghdhanu (talk | contribs) (Meghdhanu moved page બાળ કાવ્ય સંપદા/આપ રે, મેવલા ! to બાળ કાવ્ય સંપદા/આવ રે, મેવલા ! without leaving a redirect)
આવ રે, મેવલા !
લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)
આવ રે, મેવલા ! વારી જાઉં,
ઝરમર વરસે બઉ હરખાઉં.
મુશળધારે રેલમછેલ,
થનગન મોરલો, રૂમઝૂમ ઢેલ.
કલકલ ઝરણાં, ખલખલ ની૨,
ધસમસ નદિયું તોડે તીર.
ઝગમગ વીજળી રૂપલા રેલ,
આભલિયામાં તરતી મેલ.
નીતરે નેવલાં નાહવા જાઉં,
આવ રે, મેવલા ! વારી જાઉં.